ભારતીય ઇતિહાસમાં અકબરને ક્રૂર, કેટલાક તરંગી અને કેટલાક હિન્દુ વિરોધી શાસક જેવા શબ્દોથી ઓળખવામાં આવે છે. આજે અમે તમને અકબર સાથે જોડાયેલા કેટલાક મહત્વના તથ્યો જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમે ભાગ્યે જ વાકેફ છો.ઇતિહાસમાં, અકબર નિ:શંકપણે ઘણાં નામોથી ઓળખાય છે, પરંતુ તેમના અંગત જીવનમાં, અકબર સાચા અર્થમાં મહાન શાસક રહ્યો છે, જેમણે ભારત વર્ષની પ્રગતિમાં પોતાની બધી શક્તિ આપી.તો ચાલો આપણે જાણીએ કે અકબરે કયું કામ કર્યું જેના વગર લોકો તેમને જુદા જુદા નામોથી ઓળખે છે.
બહુ ઓછા લોકો જાણે છે કે અકબરને ત્રણ દીકરીઓ હતી જેને અકબરે જીવનભર કુમારિકા રાખી હતી.અકબર માટે પોતાનું ગૌરવ જાળવવું ખૂબ જ મહત્ત્વનું હતું, અને પુત્રીના લગ્નમાં પિતાએ માથું નમાવવું પડે છે, તેથી તેણે ક્યારેય પોતાની દીકરીઓને કુંવારી રાખી.બાદમાં, અકબર દ્વારા અનુસરવામાં આવેલી પરંપરા શાહજહાં, જહાંગીર અને ઓરંગઝેબને જીવંત રાખે છે અને તેઓએ પણ ક્યારેય તેમની પુત્રીઓના લગ્ન કર્યા નહીં અને કુંવારી રાખી હતી.
મોગલ ઇતિહાસમાં, અકબરને સૌથી સક્ષમ શાસક માનવામાં આવે છે જેમણે કોઈ પણ પરિસ્થિતિમાં તેમના ગૌરવ સાથે કોઈ બાંધછોડ કરી ન હતી અને આ કારણોસર તેમણે ક્યારેય તેમની પુત્રીના લગ્ન કર્યા નહીં.
અકબરે કોઈ પણ પુરુષની તેની બેગમની ઓરડીમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો, તેથી, તેમણે બધાં બેગમની સુરક્ષા માટે, તેમના બેગમની સેવામાં રાત-દિવસ રોકાયેલા વ્યંઢળોની સૈન્ય ખાસ રાખી હતી.
આશુતોષ ગોવારિકરની ફિલ્મ જોધા અકબરમાં પણ, જોધા બાઇની સેવામાં હંમેશાં એક વ્યંઢળ દર્શાવતી હતી, જે તેના પગરખામાં રહેતી હતી.જોધાબાઈ સિવાય, અકબરની બધી પત્નીઓ મુસ્લિમ હતી, એકમાત્ર જોધા બાઇ તેમની હિન્દુ બેગમ હતી, જેને તેઓ ખૂબ પ્રેમ કરતા હતા.
કેટલાક લોકો અકબરને હિન્દુ વિરોધી રાજા તરીકે ઓળખતા હતા અને ઓરંગઝેબ પણ શાસક હતા જેમણે અકબરના પગલે હિંદુઓ પ્રત્યે ભારે ક્રૂરતા દર્શાવી હતી.ઓરંગઝેબની આ ક્રૂરતાથી ત્રસ્ત, એક હિન્દુ શાસકે ઓરંગઝેબ પર બદલો લેવાનો સંકલ્પ કર્યો હતો અને તેથી તેણે અકબરની સમાધિ ખોદી નાખી અને અકબરના હાડકાં કાઢી અને અંતિમ સંસ્કાર કર્યા.
અકબર હંમેશા માન સન્માન, ગર્વ અને માન મોભાથી જીવનારા રાજા કહેવાતા હતા. તેવામાં તેને કોઈની સામે પણ માથું નમાવવાનું પસંદ ન હતું. તેની પાછળ પણ એક મોટું કારણ છુપાયેલ છે. આમ તો બાદશાહ અકબરને પોતાની આબરૂ ઘણી વ્હાલી હતી, તેમ છતાપણ તમને જાણીને નવાઈ થશે કે તેમણે પોતાની ત્રણ દીકરીઓને જીવનભર કુંવારી રાખેલ.
અકબરે નહોતા કર્યા દીકરીઓના લગ્ન ,જ્યારે અકબરની દીકરી યુવાન થઇ અને લગ્ન ને લાયક થઇ તો વિચાર્યું કે તેમને તેમણે તેમની દીકરીઓના લગ્ન કરવા માટે વરરાજા અને તેમના પિતાની સામે નમવું પડશે. તેવામાં અકબરે પોતાના ગર્વ અને પોતાના માન સન્માન જાળવી રાખવા માટે પોતાની ત્રણે દીકરીઓને જીવનભર કુંવારી રાખી.
પોતાનું સન્માન આવી ગયું આડુ ,જેથી તેમને ભવિષ્યમાં ક્યારે પણ કોઈની સામે નમવું ન પડે. એટલે અકબરની ત્રણે દીકરીઓ જીવનભર અકબરની સાથે તેમના મહેલ માં રહી હતી. માત્ર એટલું જ નહિ તે ઉપરાંત અકબરની ત્રણે દીકરીઓના બેડરૂમમાં કોઈપણ પુરુષને જવા સુધીની પરવાનગી ન હતી. એટલા માટે તો તેમની સુરક્ષા માટે માત્ર કિન્નરોની સેના જ રાખવામાં આવતી હતી.
વંશજોએ પણ કર્યું આ નિયમનું પાલન ,માત્ર અકબર જ નહિ તેમના વંશજોએ પણ આ નિયમનું પાલન કરેલ અને જીવનભર પોતાની દીકરીઓને કુંવારી રાખી. જો આપણે આજના સમયની વાત કરીએ તો આજે કદાચ કોઈ પિતા એવા હશે જે જીવનભર પોતાની દીકરીઓને ઘરે બેસાડી રાખે કે તેની જવાબદારી ઉપાડે. પણ ઈતિહાસમાં બાદશાહ અકબરે પોતાની દીકરીઓ માટે જે નિર્ણય લીધો હતો, તે તેમની દીકરીઓએ ચુપચાપ માની લીધો.
ઇતિહાસની વાત કરવામાં આવે તો ઘણા એવા સવાલો છે જેનો જવાબ હજી સુધી નથી મળ્યો. એમ કહી શકાય કે સવાલોને ઇતિહાસમાં દબાવી દેવામાં આવ્યા છે. મોગલ બાદશાહઓને લઈને અનેક સવાલો, અને ઘટનાઓને હજી સુધી બહાર પાડવામાં નથી આવી. તેમના જીવન, અને કવન અંગે અનેક ગેરસમજો જોવા મળે છે. તો આજે અમે તમને જણાવશું કે મુગલોની પુત્રીઓ એટલે કે શહેજાદીઓ શા માટે કુંવારી જ રહેતી હતી.
આ સવાલ વિશે અનેક જવાબો જોવા મળે છે. જેમ કે તમે જાણો જ છો કે મુગલો એ ઘણા વર્ષો સુધી ભારત પર પોતાની હુકુમત કરી હતી અને તેની અનેક નિશાનીઓ આજે પણ જોવા મળે છે. પરંતુ મોગલ સમ્રાટો વિશે અનેક સવાલો છે જેના જવાબો હજી સુધી નથી મળ્યા. આવા સવાલોમાં એક સવાલ એક એવો પણ છે કે શા માટે મોગલ સમ્રાટ પોતાની દીકરીઓને કુંવારી રાખતા હતા. કેમ કે ખુદ અકબરે પણ પોતાની ત્રણ દીકરીઓને કુંવારી રાખી હતી.
મોગલોના સમય દરમિયાન મોગલ અને રાજપુતો વચ્ચે એવું સમાધાન કરવામાં આવ્યું હતું કે, મોગલ બાદશાહ રાજપૂતોની દીકરીઓને પોતાના ઘરે લગ્ન કરીને લાવી શકે. પરંતુ રાજપૂતોએ મુગલોની દીકરીને લગ્ન કરીને ઘરે લાવવા માટે ઇન્કાર કરી દીધો. પરંતુ રાજપૂતોનું માનવું હતું કે, જો મુગલ સમ્રાટની દીકરીઓ પોતાના ઘરે આવશે તો તેમનો ધર્મ નાશ પામશે. માટે રાજપૂતોએ મોગલ સમ્રાટની દીકરીઓને પોતાના ઘરે લાવવા માટે ઇન્કાર કરી દીધો. જ્યારે બીજું એક કારણ એવું પણ જાણવા મળે છે કે, મુગલોને પોતાને બરાબર કોઈ ખાનદાન મળતું ન હતું.
જ્યારે બીજું એક કારણ એવું પણ સામે આવે છે કે, હિંદુ ધર્મમાં જમાઈનું સ્થાન ખુબ ઊંચું હોય છે. જો તેઓ પોતાની દીકરીના લગ્ન રાજપૂતોમાં કરે તો તેમની દીકરીના લગ્ન સમયે તેમને નમવું પડે. માટે તેઓ પોતાની દીકરીના લગ્ન કરતા ન હતા. મુગલ બાદશાહઓને પોતાને બરાબર હિન્દુસ્તાનમાં કોઈ સંબંધ મળતો ન હતો અને જો તેના ખાનદાન માટે ઈરાન જવું પડતું. ત્યારે ઈરાન ખુબ જ દુર લાગતું હતું.
જ્યારે ત્રીજું અને મહત્વનું કારણ એ છે કે, લગ્ન થઈ ગયા પછી આ શહેજાદીના પતિ અને તેમના સંતાન મુગલ સામ્રાજ્ય માટે ખતરો બની જવાનો ભય મુગલોને રહેતો. જેમ કે અકબરની બહેનના પતિએ મોગલ સામ્રાજ્યની ગાદી મેળવવા માટે અકબર પર હુમલો કર્યો હતો. પુત્રીનો પતિ શાહી ગાદી પર પોતાના કબ્જો ન મેળવી લે એ હેતુથી મોગલ સમ્રાટ પોતાની દીકરીને કુંવારી જ રાખતા હતા. તે શહેજાદીઓમાં હુમાયુની દીકરી ગુલબદન, અકબરની દીકરી શકરુંનિશા, આરામબાનો અને શાહજહાંની દીકરી જહાંઆરા, અને રોશન આરા, તેમજ ઓરંગઝેબ ની દીકરી મેહરુનીશા તેમજ મોગલ સમ્રાટની દીકરીઓને કુંવારી જ રહેવું પડ્યું હતું.
એવું પણ જાણવા મળે છે કે, આ પરંપરા અકબરના સમયકાળ દરમિયાન શરૂ થઈ હતી. જેનું પાલન અકબર પછી જહાંગીર, શાહજહાં, ઓરંગઝેબે પણ કર્યું હતું.
મુગલકાળ દરમિયાન આ એક એવો સવાલ હતો, જેમાં મોગલ સમ્રાટ પોતાની દીકરીઓના લગ્ન કરતા ન હતા અને તેની પાછળનું કારણ તેઓ એમ જણાવે છે કે, મોગલ પોતાની બરાબરીના લોકો સાથે સંબંધો ઇચ્છતા માંગતા હતા અને પોતાની સત્તા પર કોઈ પણ વ્યક્તિ પોતાનો અધિકાર ન જમાવે તે માટે પણ તેઓ પોતાની દીકરીઓને કુંવારી જ રાખતા હતા.