આજકાલના યુવાઓ ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. પહેલા ભણતરનું ટેન્શન પછી સારી નોકરી અને નોકરી લાગી જાય ત્યારબાદ લગ્નની. માનો યુવાઓના માતા પિતાઓને આ ઉમરમાં બીજું કોઈ કામ જ નથી રહ્યું. તેઓ માત્ર પોતાના સંતાનના લગ્નની વાતને લઈને ચિંતિત છે અને પંડિતો અને મેરેજ બ્યુરોના ધક્કા ખાઈ ખાઈને બેહાલ છે.
લગ્ન પછી પતિ-પત્નીનો સંબંધ જન્મો સુધી હોય છે. પરંતુ ઘણી વખત લોકોને પોતાનો ઇચ્છિત જીવનસાથી મળતો નથી. લગ્નમાં વિક્ષેપ અને વિલંબ પણ થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક વિશેષ ઉપાયોનો બતાવવામાં આવ્યા છે જે વહેલા લગ્ન કરવામાં મદદરૂપ થાય છે અને યોગ્ય પત્ની મેળવવામાં પણ અસરકારક સાબિત થાય છે.
શુક્લ પક્ષથી મંગળવારથી નવ દિવસ સુધી સુંદરકાંડના પાઠ કરવા જોઈએ. પહેલા દિવસે સુંદરકાંડનો એક પાઠ કરો અને બીજા દિવસે બે પાથ કરો અને તે જ ક્રમમાં નવમા દિવસે નવ પાથ કરો.શુક્રને પુરુષ લગ્ન માટેનું પરિબળ માનવામાં આવે છે. શુક્લપક્ષના શુક્રવારે પૂજા-અર્ચના સાથે આરાધના કરો અને પૂજા પછી તમારી ઇચ્છા તમારા મનમાં સંભળાવી દો.લાલ કાપડ નાંખીને ફ્લોર પર મા દુર્ગાની તસવીર મૂકો. તે પછી, તેમને લાલ ગુલાબ ચઢાવો અને ધૂપથી તેમની પૂજા કરો. ત્યારબાદઆ મંત્રનો જાપ દરરોજ 108 વખત લાલ ચંદનની માળાથી કરો.
યદિ કોઇ કારણવશ લગ્ન થઈ શકતા નહીં હોય તો તમે આ ઉપાયનો લાભ ઉઠાવી શકો છો. સૌથી પહેલી જરૂરી વાત એ છે કે તમારી જન્મકુંડળીમાં વિવાહયોગ હોવું જરૂરી છે. તમે સૌ સૌથી પહેલાં કોઈ જાણકાર પાસેથી ચોક્સાઈપૂર્વક તમારી જન્મ કુંડળીનું અધ્યયન કરાવી લો. જાણકાર પાસેથી આ વાત જાણો કે તમારી જન્મકુંડળીમાં વિવાહયોગ છે કે નહીં. જો વિવાહ યોગ છે તો લગ્ન કેમ નથી થઇ રહ્યા. જો તમારી જન્મપત્રિકા અનુસાર કોઈ ગ્રહની સમસ્યા જણાવી હોય, વિવાહ યોગ પણ છે અને વિવાહ નથી થઈ રહ્યા તો તમે આ ઉપાયો કરીને લાભ પ્રાપ્ત કરી શકો છો.
જેઓની લગ્ન માટેની ઉંમર થઈ ગઈ હોય અને લગ્ન ન થઈ રહ્યા હોય તે લોકોએ ગુરુવારના દિવસે નહાવાના પાણીમાં એક ચપટી હળદર નાંખીને નહાવું . કેસરનો ઉપયોગ પણ કરી શકો છો.આવા લોકોએ ગુરૂવારના દિવસે ગાયને ઘઉંના લોટમાં બનેલા પેંડા પર થોડું હળદર લગાવીને ગોળ તથા ચણાની પલાળેલી દાળ સાથે ગાયને ખવડાવવું જોઇએ.
ગુરુવારના દિવસે કેળાના વૃક્ષની આગળ ગુરુના ૧૦૮ નામનું ઉચ્ચારણ કરવું અને કેળાના વૃક્ષ આગળ શુદ્ધ ઘીથી પ્રગટાવેલો દિવો સાથે જળ સમર્પિત કરવું. અથવા તો ગુરૂવારની સાંજે પાંચ પ્રકારની મિઠાઇઓ , બે લીલી એલચી શુદ્ધ ઘીથી પ્રગટાવેલા દીપક સમક્ષ જળ સાથે સમર્પિત કરવુ. આવું ત્રણ ગુરુવાર સુધી કરવુ શુક્રવારની રાત્રે આઠ ખારેક પાણીમાં ઉકાળીને એ પાણી રાત્રે સૂતા દરમિયાન ઓશિકા પાસે રાખવું તેમજ શનિવારે સવારના સ્નાન બાદ આ પાણી કોઈ વહેતા જળમાં વહાવી દેવુ. આ ઉપાય પણ ચમત્કારી છે.
કન્યા જો કોઈ બહેનપણીના વિવાહ પ્રસંગમાં જાય અને જો તેની બહેનપણીને મહેંદી લાગી રહી હોય તો ત્યાં થોડી મહેંદી અવિવાહિત કન્યા પોતાના હાથમાં લગાવડાવી લે તો વિવાહ માટેના બધા જ માર્ગ ખુલી શકે એમ છે .જો કન્યાના ઘરના લોકો કન્યાના લગ્ની વાત કરશે કરવા જઈ રહ્યા હોય તો અવિવાહિત કન્યાએ લાલ કપડાં પહેરીને ખુલ્લા વાળ સાથે મિષ્ટાન ખવડાવીને ઘરના સદસ્યોને વિદા કરવા.
બૃહસ્પતિને બધા જ દેવતાઓનો ગુરુ માનવામાં આવે છે. તેની પૂજાથી લગ્નના માર્ગમાં આવતી બધી જ અડચણો આપોઆપ દૂર થઈ જાય છે . એમની પૂજા માટે ગુરૂવારના દિવસનું મહત્વ છે. ગુરુવારના દિવસે બૃહસ્પતિ દેવને પ્રસન્ન કરવા માટે પીળા રંગની વસ્તુઓ ચડાવવી જેમ કે હળદર, પીળું ફળ, પીળા રંગનું વસ્ત્ર, પીળા ફૂલ, કેળાનું ફળ, ચણાની દાળ વગેરે. શીઘ્ર લગ્નની ઈચ્છા રાખતા યુવકોએ ગુરુવારના દિવસે વ્રત રાખવું. આ વ્રત રાખનારે પીળું જ ખાવું જેમ કે પીળું ફળ, ચણાની દાળ, કેળા વગેરે. તેમજ આ વ્રત રાખનારે પીળા વસ્ત્રો જ પહેરવા.
ગુરુ ગ્રહની પૂજાની જેમ શિવ પાર્વતીની પૂજા કરવાથી પણ વિવાહની મનોકામના પૂર્ણ થાય છે. એની માટે પ્રતિદિન શિવલિંગ ઉપર કાચું દૂધ,બીલીપત્ર, અબીલ-ગુલાલ, કુમકુમ વગેરેથી વિધિપૂર્વક પૂજા કરવી.જો કોઈ યુવક કે યુવતીની કુંડળીમાં સૂર્યના લીધે લગ્નમાં અડચણો ઉભી થઇ રહી હોય તો તેઓ પ્રતિદિન બ્રહ્મમુહૂર્તમાં સૂર્યને જળ અર્પણ કરે અને મંત્રનો જાપ કરે. મંત્ર : ૐ સૂર્યાયઃ નમઃ
જો કુંડળીમાં મંગળને લીધે વિવાહ માટે અડચણો આવી રહી હોય તો ચાંદીનો ચોરસ ટુકડો હંમેશા પોતાની પાસે રાખો. વિવાહ શીઘ્ર થશે.જો કુંડળીમાં સૂર્ય નડતરરૂપ હોય ત્યારે આ ઉપાય કરવો. લગ્ન પ્રસ્તાવ માટે જઈ રહ્યા હોવ ત્યારે ગોળ ખાઇનેે પાણી પીને જવું. તેમજ છોકરો કે છોકરીની માતા માટે થોડું ગોળ ખાવા માટે છોડી આવવુ.
ત્રાંબાનો ચોરસ ટુકડો લઈને જમીનમાં ખાડો કરીને દાંટી દેવો. આનાથી સૂર્યની બાધા દૂર થઈ જશે. શીઘ્ર વિવાહ થશે. પ્રતિ શનિવાર શિવજીને કાળા તલ ચઢાવો. આનાથી શનિની બાધા સમાપ્ત થઈ જશે અને શીઘ્ર લગ્ન થશે. શનિવારે વહેતા પાણીમાં નારીયેળ વહાવો. આનાથી રાહુની બાધા દૂર થશે.
એક બાજુ શેકાયેલી ૮ મીઠી રોટલી ભૂરા કૂતરાને ખવડાવવી. શનિવારના દિવસે કાળા કપડામાં આખા અડદના દાણા, લોખંડ , કાળા તલ તેમજ સાબુ બાંધીને રાખો. કાળા ઘોડાની નાળને સીધા હાથની વચ્ચેની આંગળી(મિડલ ફિંગર ) માં પહેરો.પુરુષોએ પ્રતિદિન રંગબેરંગી કલરમાં મહિલાઓની તસવીર બનાવી તેમજ મહિલાઓએ લાલ રંગમાં પુરૂષોની તસવીર બનાવવી. ત્રણ મહિના સુધી દરરોજ એક એક તસવીર બનાવી.
જો કન્યાઓના લગ્ન માટે કોઇ રૂકાવટ આવી રહી હોય તો પૂજા માટેના પાંચ નાળિયેર લો. પાંચેય નાળિયેરને ભગવાન શિવની મૂર્તિ તથા તસવીરની સમક્ષ મૂકીને “ૐ શ્રી વર પ્રદાય શ્રી નામઃ ” મંત્રનો પાંચ માળા ફેરવીને જાપ કરવો. ત્યાર બાદ પાંચેય નાળિયેર મંદિરમાં ચઢાવી દેવા. આવું કરવાથી વિવાહ માટેની અડચણો ધીમે ધીમે દૂર થતી જશે.દર સોમવારે જો કન્યા સવારે નહાઇ ધોઇને શિવલિંગ પર “ૐ