નમસ્કાર મિતરૂ સ્વાગત છે તમારૂ અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે કઈ નવું જ સફાઈ કરતી વખતે સ્ત્રીનો દેખાવ એ ખૂબ સારી નિશાની છે. પૈસા સંબંધિત કામમાં સફળતાની સંભાવના છે આવા બધા સંકેતો દર્શાવે છે કે તમારું નસીબ ખુલવાનો છે અને તમારા જીવનમાં ખુશી આવે છે.
નસીબદાર છોકરીઓની આંખોમાં લાલાશ આવે છે. જ્યારે તમે આવી છોકરી જોશો, તો તમે સમજી શકશો કે સારા નસીબના દરવાજા ખુલવાના છે. જો કોઈ છોકરી પાણીથી ભરેલુ વલણ લઈ રહી હોય, તો લક્ષ્મી ઘરમાં પ્રવેશી છે. સંપત્તિ એ લાભનો સરવાળો છે અને દરેકનું નસીબ તેમના દર્શનથી ચમકતું હોય છે.
સોળ શણગારેલી સુહાગન સ્ત્રીનો દેખાવ મહાલક્ષ્મીના દર્શન સમાન છે. તમે જે કાર્યમાં જઈ રહ્યા છો તેમાં ક્યારેય નિષ્ફળ થશો નહીં. લાંબી વાળવાળી, વ્યાપક અને અદ્યતન આગળની મહિલાઓ ભાગ્યશાળી છે. પુરુષના જીવનમાં આવી સ્ત્રીનું આગમન નિયતિના દ્વાર ખોલે છે.
મિત્રો જાણો શુકન અપશુકન વિશે થોડી વાતો ઘરમાંથી જ્યારે કોઈ અગત્યના કામ માટે જવાનું હોય ત્યારે ઘરના વડિલો શુકન અપશુકનને ધ્યાનમાં રાખવાનું જરૂરથી કહેતા હોય છે. ઘરમાંથી બહાર નીકળતી વખતે પાછળથી કોઈ ટોકે, છીંક આવવી, બિલાડીનું દેખાવું કે પછી દૂધ ઢોળાવું. આવી ઘટનાઓને સામાન્ય રીતે અપશુકન તરીકે જોવામાં આવે છે. કેટલીક એવી ઘટનાઓ પણ હોય છે જે શુભ સંકેત ગણાય છે. જેમકે ઘરમાંથી બહાર નીકળતી વખતે ગાય સામે આવે, કુંવારીકા કન્યા સામે આવે વગેરે. આ સિવાય પણ કઈ કઈ ઘટનાઓ છે જે શુકન અપશુકન દર્શાવે છે તે જાણી લો આજે તમે પણ
જરૂરી કામ પર જતી સમયે જો કોઇ વ્યક્તિ તમને પાછળથી ટોકી દે તો જે કામ માટે તમે જઇ રહ્યા છો,તેમાં સામાન્ય રૂપે તમને અસફળતા હાથ લાગી શકે છે. જરૂરી કામ પર જતી સમયે જો કોઇ પારિવારિક સભ્ય તમને ચા માટે પૂછે તો તે કાર્યમાં પણ તમને અસફળતા મળી શકે છે.
કોઇપણ પારિવારિક સભ્ય જો મહત્વપૂર્ણ કાર્ય હેતુ ઘરથી બહાર નીકળી રહ્યો હોય અને તેના નીકળી ગયા પછી તરત જ જો ઘરમાં કચરો વાળવામાં આવે તો વ્યક્તિની સફળતા પર શંકા આવી શકે છે. મહત્વપૂર્ણ કામ પર જતી સમયે જો ઘરની બહાર કોઇ કૂતરૂ શરીર ખંજવાળતું જોવા મળે તો કાર્યમાં બાધા આવી શકે છે.મહત્વપૂર્ણ કામ પર જતી સમયે જો ઘરથી બહાર કૂતરૂ બેઠું હોય અને તે તમને જોઇને ચોંકી જાય તો નક્કી કોઇ અશુભ ઘટી શકે છે.
મહત્વપૂર્ણ કામ પર જતી સમયે જો ઘરની બહાર કીચડમાં ચીતરાયેલું અને કાન ફફટાવતું કૂતરૂ જોવા મળે તો સમજવું કે કોઇ મોટો સંકટ ઉત્પન્ન થઇ શકે છે.જો કોઇ પાળેલું કૂતરૂ તમારી ગાડીની અંદર સતત ભોક્યાં કરે તો આ કોઇ અનહોની ઘટના અથવા એક્સીડેન્ટનો સંકેત હોઇ શકે છે.જો પાળેલું કૂતરૂ પોતાના માલિકને યાત્રા જતી સમયે ચાટે કે લાડ કરે તો યાત્રા અશુભ થઇ શકે છે.
મહત્વપૂર્ણ કામ પર જતી સમયે બિલાડીનું રડવું અને લડવું અપશુકન માનવામાં આવે છે. બનતાં કાર્ય પણ બગડી શકે છે. જો કોઇ કાળી બિલાડી રસ્તો કાપે તો અપશુકન માનાવામાં આવે છે. વ્યક્તિના કામમાં બાધા આવી શકે છે. યાત્રા પર જતી સમયે બિલાડી એકબીજા સાથે ઝગડો કરતી જોવા મળે તથા ઘુર-ઘુર કરતો શબ્દ સાંભળવા મળે તો આ સંકેત કોઇ અપશુકનનો સંકેત જ છે.
યાત્રા દરમિયાન જો એકલો હાથી ડાબા પગથી ધરતી ખોદતો જોવા મળે તો યાત્રા પ્રાણ ઘાતક બની શકે છે.
બહાર જતી સમયે બિલાડી મુખમાં કોઇ ખાવાની વસ્તુ દબાવતી જોવા મળે તો આ પણ અપશુકનનો સંકેત જ માનવામાં આવે છે.ઘરે જતી સમયે બિલાડી ડાબી બાજુ જોવે તો શુભ અને જમણી બાજુ જોવે તો અશુભ ઘટના બને છે.સાંજે યાત્રા સમયે વાનર જોવા મળે તો યાત્રા સુખદ રહે છે.
કોઇ જગ્યાએ જતી સમયે ભેંસ જમણી બાજુ બેસેલી જોવા મળે તો આ સંકેત અશુભતાનું પ્રતીક માનવામાં આવે છે.કામ પર જતી સમયે નોળિયો જોવા મળે તો આ સંકેત અતિશુભ માનવામાં આવે છે.મહત્વપૂર્ણ કાર્ય પર જતી સમયે જો ગાય વાછરડાને દૂધ પીવડાવતી જોવા મળે તો આ સંકેત અતિશુભ સંકેત માનવામાં આવે છે
જો તમે કશું કરવા જતા હોય અને તમારા હાથમાંથી વસ્તુઓ પડવા લાગે તો તો તે અપશુકન માનવામાં આવે છે. ખાસ કરીને હાથથી જમવાનું પડી જાય કે ગેસ પર રાખેલું દૂધ ઉભરાય જાય તો સામાન્ય રીતે આપણે આ વસ્તુઓને નજરઅંદાજ કરી દેતાં હોઈએ છીએ. વાસ્તુ અને જ્યોતિષમાં આ વસ્તુઓનું વિશેષ મહત્વ હોય છે. તેને હાથમાંથી પડતી વસ્તુઓને શુકન અને અપશુકન સાથે જોડીને જોવામાં આવે છે.
જો તમારા હાથમાંથી કાચની વસ્તુ સરકી જાય અને તૂટે તો તે શુકન માનવામાં આવે છે. જો તમારા હાથમાંથી વાસણ છટકી જાય અને નીચે પડે તો તે અપશુકન માનવામાં આવે છે. જો તમારામાંથી સરકીને કોઈ મજબૂત વસ્તુ તૂટી જાય તો તે પણ અપશુકન માનવામાં આવે છે. દૂધનું ઉભરાવું ભારતમાં કેટલીક સંસ્કૃતિમાં અપશુકન તો કેટલીક સંસ્કૃતિમાં શુકન માનવામાં આવે છે.
ગુજરાતીઓ તેને અપશુકન માને છે. હાથથી દૂધ ઢોળાવું એ અપશુકન માનવામાં આવે છે. તે દિવસે કોઈ અપ્રિય ઘટના બને છે તેમ માનવામાં આવે છે. જો તમારા હાથમાંથી મીઠું સરકી જાય અને નીચે પડે તો તે પણ અપશુકન માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર કોઈ સફેદ વસ્તુઓ ઢોળાવાથી પરિવારમાં ક્લેશ અને ઉપાધિઓ આવે છે.
મીઠું માત્ર ભારતમાંજ ધાર્મિક મહત્વ ધરાવે છે તેવું નથી. વિદેશોમાં પણ ના અનેક ટૂચકાઓ અપનાવવામાં આવે છે. મીઠું નજરદોષ દૂર કરે છે. બલ્ગેરિયા, યુક્રેન અને રોમાનિયા જેવા દેશોમાં એને દુર્ભાગ્ય અને વિવાદ દૂર કરવા ઉપયોગમાં લેવામાં આવે છે. ભારતમાં કહેવાય છે કે જો હાથમાંથી મીઠું નીચે પડે તો તેનાથી શુક્ર અને ચંદ્રમા કમજોર થવાનો સંકેત આપે છે. જો તમારાથી સંચળ ઢોળાઈ જાય તો તમારા નજીકના કોઈ વ્યક્તિ સાથેના સંબંધો ખરાબ થાય છે.
જો હાથમાંથી ધાન્ય જેવા કે ઘઉં. મગ વિગેરે વિગેરે તો તેને અપશુકન માનવામાં આવે છે. અન્નપૂર્ણા દેવી રૂઠી હોવાનું માનવામાં આવે છે. જો હાથમાંથી ચોખા વેરાય જાય તો તેને શુકન માનવામાં આવે છે. તેનાથી લક્ષ્મી અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે તેમ માનવામાં આવે છે.જો તમારા હાથે તેલ ઢોળાય તો તેને ભારે અપશુકન માનવામાં આવે છે. તેનાથી દરિદ્રતા ભોગવવી પડે છે અને કરજ લેવું પડે છે તેવી સ્થિતિ જીવનમાં આવે છે, તેમ માનવામાં આવે છે.
પૂજા દરમિયાન દીવો સરખો કરવા જતાં તમારા હાથે ઓલવાઈ જાય તો તેને પણ ખંડિત ગણી અપશુકન માનવામાં આવે છે. તે કોઈ આપત્તિના સંકેત આપે છે. જો પૂજા કરતા તમારા હાથે કોઈ મૂર્તિ પડી જાય તો તે પણ અપશુકન માનવામાં આવે છે. આવા સમયે ઈશ્વરને પ્રાર્થના કરીને દોષ મૂક્તિ માટે વિનવણી કરવાથી દોષના ખરાબ ફળમાં ઘટાડો થાય છે.
હાથમાંથી કંકુ કે સિંદૂર નીચે ઢોળાઈ જાય તો તેને અપશુકન માનવામાં આવે છે. તેને કોઈ નુકસાન થવાના સૂચક તરીકે માનવામાં આવે છે.હાથથી પાણી ઢોળાઈ જાય તો તેનાથી તમને કોઈ બીમારી આવશે તેમ માનવામાં આવે છે.જો તમારા હાથમાંથી કુદરતી જ પૈસા નીચે પડી જાય અને તમે તેને જોઈ લો તે તે એક શુકન છે. એનો અર્થ એ છે કે તમને તેનાથી કોઈ સારું થવાનું છે. સાથે જ ધન પ્રાપ્તિનો યોગ બનાવે છે. જો કપડા બદલતી વખતે પણ આવું જાય તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે.