બોલિવૂડમાં એક તરફ જ્યાં પાર્ટીઓ દરમિયાન બધા કલાકારો એક સાથે હસતા બોલતા જોવા મળી આવે છે. વળી અંગત જીવનમાં ઘણા કલાકાર એકબીજાસાથે વાત કરવાનું પસંદ કરતા નથી. ઘણી અભિનેત્રીઓ પ્રોફેશનલ કારણોને લીધે એકબીજા સાથે વાત નથી કરતી. તેમાંની જ એક છે બોલીવુડની ટોપ અભિનેત્રીઓ દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફ. બંને અભિનેત્રીઓ પોતાની ફિલ્મી કારકિર્દીમાં ખૂબ જ સફળ છે. એક તરફ જ્યાં કેટરીના કૈફ બોલિવૂડની બાર્બી ડોલ કહેવામાં આવે છે, તો વળી દીપિકા પાદુકોણ પણ પોતાની એક્ટિંગની સતત ઘણા વર્ષો સુધી બોલિવુડની નંબર વન અભિનેત્રી બની રહેલ છે.
ચોરીછૂપીથી રોમાન્સ કરવાની મજા જ કંઈક અલગ હોય છે. જે વાત દુનિયાથી છુપાઈને કરવામાં છે તે જણાવીને કરવામાં નથી. બોલિવૂડમાં જ્યાં અમુક લોકો પોતાનો પ્રેમ ખુલ્લેઆમ વ્યક્ત કરતા હોય છે તો વળી અમુક લોકો પોતાના પ્રેમને દુનિયાની નજરોથી બચાવીને રાખવા માગતા હોય છે. પરંતુ કહેવામાં આવે છે કે પ્રેમ અને નફરત છુપાવવાથી છૂપતી નથી.
જો તમને પણ કોઈની સાથે પ્રેમ કે નફરત હોય તો તે કોઈને કોઈ રીતે દુનિયાની નજરોમાં આવી જ જાય છે. આવું જ કંઈક બન્યું હતું બોલિવૂડના સિતારાઓની સાથે. આ સિતારાઓએ તો દુનિયાની નજરોથી બચીને પ્રેમની બે ક્ષણ સાથે વિતાવવાની કોશિશ કરી હતી પરંતુ દુનિયાની નજરોમાં તેમનો સિક્રેટ રોમાન્સ સામે આવી ગયો હતો. આજની આ પોસ્ટમાં અમે તમને બોલીવુડ ઇન્ડસ્ટ્રીના પાંચ એવા કપલ સાથે મુલાકાત કરાવીશું જે ચોરીછૂપીથી રોમાન્સ કરતા પકડાઈ ગયા હતા.
રણબીર કપૂર અને કેટરીના કૈફ.આ લિસ્ટમાં સૌથી પહેલું નામ આવે છે અલગ થઈ ચુકેલ રણબીર કપૂર અને કેટરિના કૈફનું. રણબીર બોલિવૂડના ચોકલેટી હીરો કહેવામાં આવે છે. તે કેટરીના પહેલા અભિનેત્રી દીપિકા પાદુકોણને પણ ડેટ કરી ચૂક્યા છે. જો કે દીપિકાએ ગયા વર્ષે જ રણવીર સિંહ સાથે લગ્ન કરીને પોતાનું ઘર વસાવી લીધું છે. વળી હવે રણબીર અને કેટરીનાનું બ્રેકઅપ થઈ ચૂક્યું છે. જણાવી દઈએ કે થોડા સમય પહેલા રણબીર અને કેટરીના એકસાથે બીચ પર મસ્તી કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન અભિનેત્રીએ બિકિની પહેરી રાખી હતી. હાલના દિવસોમાં રણબીર અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે સંબંધને લઇને ચર્ચામાં બનેલ છે.
સલમાન ખાન અને રણબીર કપૂર સાથેના તેના રોમેન્ટિક સંબંધો હજી પણ ચર્ચામાં છે. કોઈનાથી છુપાયેલા નથી કે તેણે તેના તૂટેલા હૃદયના છૂટાછવાયા ટુકડાઓ બે વાર એકત્રિત કર્યા છે. કેટરિના કૈફે એક મુલાકાતમાં પોતાના હૃદયની વાત પ્રગટ કરી હતી. કેટરીનાએ જણાવ્યું કે ‘તે જાણવું મુશ્કેલ છે કે વાસ્તવમાં આવું શા માટે થયું. પરંતુ તેના પર મારો જુદો મત છે.દીપિકા પાદુકોણ રણવિર સિંહ સાથે લગ્ન કરી ચૂકેલ છે અને એક ખુશહાલ જીવન પસાર કરી રહી છે. પરંતુ એક સમય હતો જ્યારે તે રણબીર કપૂરની સાથે રિલેશનશિપમાં હતી.
બંનેનાં અફેરની ચર્ચા ખૂબ જ થતી હતી. ખબર તો એવા પણ હતા કે બંને ખૂબ જલ્દી લગ્ન કરવાના છે. જણાવી દઈએ કે રણવીર કપુરની ઇમેજ દિલફેંક આશિક વાળી છે. જ્યારે તેમની મુલાકાત કેટરિના કૈફ સાથે થઈ, તો તેમને એક જ નજરમાં કેટરીના કૈફ પસંદ આવી ગઈ. ધીરે ધીરે બંને એકબીજાની નજીક આવી ગયા.જ્યારે દીપિકા પાદુકોણને રણબીર અને કેટરીના વિશે જાણવા મળ્યું તો તેમણે રણબીર કપૂર સાથે બ્રેકઅપ કરી લીધું. દીપિકાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે રણબીર કપૂર એમને દગો આપતા હતા.
દીપિકા સાથે બ્રેકઅપ બાદ રણબીર કપૂર ખુલ્લેઆમ કેટરિનાને ડેટ કરવા લાગ્યા હતા. રણબીર-કેટરીના માટે એટલા સિરિયસ બની ગયા હતા કે તેમણે તેના માટે એક અલગથી ફ્લેટ પણ લીધો હતો. જેની ડિપોઝીટ પણ તેમણે જમા કરાવી હતી. પરંતુ રણબીર કપૂરનો આ સંબંધ પણ લાંબો સમય સુધી ટકી શક્યો નહિ અને તેમણે કેટરીના કૈફ સાથે બ્રેકઅપ કરી લીધું. કેટરીના કૈફ ત્યારબાદ એક લાંબા સમય સુધી એકલી રહી. જોકે હવે ખબર છે કે હવે તે વિકી કૌશલને ડેટ કરી રહી છે. જોકે હજુ સુધી તે બંનેએ આ વાતને ઓફિશિયલી સ્વીકારી નથી.
સની દેઓલ અને ડિમ્પલ કાપડિયા ૮૦ ના દશકમાં અભિનેતા સનીદેઓલ અને ડિમ્પલ કાપડિયા બંને પ્રેમમાં હતા. તે બંને તે દિવસોમાં પોતાની રિલેશનશિપને લઈને મીડિયાની હેડલાઈનમાં રહેતા હતા. બંને પહેલીવાર સાથે ૧૯૮૪ ની ફિલ્મ “મંઝીલ મંઝીલ” માં સાથે નજર આવ્યા હતા. જણાવી દઈએ કે સની દેઓલ દેશની બહાર ફિલ્મની શૂટિંગને લઈને પોતાનો જુનો પ્રેમ ડિમ્પલ કાપડિયાની સાથે ટાઈમ પસાર કરતા જોવા મળ્યા હતા. તેમની એક તસવીર ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ હતી જેમાં તે એકબીજાના હાથ પકડીને બેઠા હતા.
આ બંનેની જોડી સિલ્વર સ્ક્રીન પર ખૂબ જ હિટ રહી હતી. ૨૪ વર્ષ બાદ બંને સિતારાઓ એકબીજા સાથે કામ કરવા ઉત્સાહમાં છે. દિગ્દર્શક ટોની ડિસોઝાની આગામી ફિલ્મમાં સની દેઓલ અને ડિમ્પલ કાપડિયા મહત્ત્વની ભૂમિકામાં જોવા મળવાના છે. ફિલ્મમાં અભિનેતા અક્ષય કુમાર પણ ગેસ્ટ અપિયરન્સ કરવાનો છે. આ ફિલ્મથી ડિમ્પલ કાપડિયાનો ભત્રીજો કરણ કાપડિયા બોલિવૂડમાં ડેબ્યૂ કરવાનો છે. સની દેઓલ સાથે ડિમ્પલ કાપડિયાની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ જ પસંદ પડી છે. ડિમ્પલ અને સનીએ પાંચ ફિલ્મોમાં કામ કર્યું છે.
રણબીર કપૂર અને માહિરા ખાન રણબીર કપૂર પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન સાથે પણ રિલેશનશિપને લઈને ચર્ચામાં રહ્યા હતા. આ અફવાએ જોર ત્યારે પકડ્યું હતું જ્યારે રણબીર કપૂર માહિરા ખાનની સાથે ન્યુયોર્કની ગલીઓમાં સ્મોક કરતા જોવા મળ્યા હતા. આ બંનેની સ્મોકિંગ કરવાવાળી ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી. વાયરલ થયેલી આ ફોટોમાં માહિરા એ સફેદ રંગનો એક મિની ડ્રેસ પહેર્યો હતો. જ્યારે રણબીર કપૂર ગ્રે કલરના ટીશર્ટમાં જોવા મળ્યા હતા.
બોલિવુડ એક્ટર રણબીર કપૂર આ દિવસોમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નાં શૂટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને અયાન મુખર્જી ફિલ્મની કેટલીક સીક્વેંસ શૂટ કરવા માટે બુલગારિયા ગયા હતા. ફિલ્મનું કેટલુક શૂટિંગ કરીને તેઓ પરત ફર્યા છે, પરંતુ રણબીર ત્યાંથી લંડન ગયો હતો. ઉલ્લેખનીય છે કે રણબીરની ખાસ મિત્ર અને પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન પણ તે વખતે લંડનમાં હતી. માહિરા પોતાની ફિલ્મ ‘વરના’નાં પ્રમોશન માટે લંડન ગઇ હતી.
આ દરમિયાન માહિરા બીબીસી સાથે ચેટ શૉ કરવાની હતી.સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ત્યારબાદ રણબીર અને માહિરાએ લંડનમાં એકબીજા સાથે મુલાકાત કરી હતી. બંનેએ લંડનમાં ક્વોલિટી ટાઇમ પસાર કર્યો હતો. રણબીર માહિરાને મળવા ફૂલ લઇને પહોંચ્યો હતો. રણબીર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ની શૂટિંગ માટે ઇન્ડિયન માર્શલ આર્ટ્સનાં કેટલાક ફોર્મ્સ શીખી રહ્યો છે. તો આ ફિલ્મની ફાઇટિંગ સીક્વેંસ માટે તે કાલારીયપટ્ટૂ અને વરમા કલઇ પણ શીખી રહ્યો છે.આ પહેલા પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન બોલિવુડ અભિનેતા રણબીર કપૂર સાથે સિગરેટનાં કશ લગાવતી પણ જોવા મળી હતી. આ તસવીર સોશ્યલ મીડિયા પર ઘણી જ વાયરલ થઇ હતી. હવે એકવાર ફરી માહિરાનો સિગરેટ પીતો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. માહિરાને સિગરેટ પીતી જોઇને તેના પાકિસ્તાની ફેન્સે તેને ટ્રોલ કરી હતી.
શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપડા એક સમયે શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપડાનું અફેર પણ ચર્ચામાં રહી ચુક્યું છે. ફિલ્મ ડોનના શૂટિંગ દરમિયાન શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપડા એકબીજાની નજીક આવી ગયા હતા. તે સમયે એવી ખબરો સામે આવી હતી કે પ્રિયંકા અને શાહરૂખ સિક્રેટ રિલેશનશિપમાં છે અને શાહરુખ ખાન ખૂબ જ જલ્દી તેમની પત્ની ગૌરીને છૂટાછેડા આપી શકે છે.
તેવામાં બંનેની અમુક તસવીરો પણ સામે આવી હતી જે અફવાઓને સાચી સાબિત કરી રહી હતી. પરંતુ સમય રહેતાં શાહરુખ ખાન પોતાના પરિવારને ધ્યાનમાં રાખીને પ્રિયંકાથી દુર થઈ ગયા.જયારે શાહરૂખ ‘ડોન’ ફિલ્મનું શુટિંગ કરી રહ્યા હતા. આ ફિલ્મમાં તેની હિરોઈન પ્રિયંકા ચોપડા હતી. ફિલ્મ દરમિયાન પ્રિયંકા અને શાહરૂખની કેમેસ્ટ્રી ઘણી સારી હતી, અને સાથે કામ કરતા કરતા બંને વચ્ચે સંબંધ વધવા લાગ્યા.
ફિલ્મ ‘ડોન’ વખતે આ સમાચાર ઘણા ઉડ્યા હતા કે, પ્રિયંકા અને શાહરૂખ સિક્રેટ રીલેશનશીપમાં છે, અને તે પ્રિયંકા માટે ગૌરી સાથે ટૂંક સમયમાં છૂટાછેડા લેવાના છે. સમાચારો તો ત્યાં સુધી ઉડ્યા હતા કે, બંનેએ લગ્ન પણ કરી લીધા છે. આ અફવાઓથી શાહરૂખ-ગૌરીના જીવનમાં ઉથલ પાથલ મચી ગઈ હતી.શાહરૂખ અને પ્રિયંકાની રીલેશનશીપના સમાચારોએ ત્યારે વેગ પકડ્યો, જયારે શાહરૂખ બીજી હિરોઈનને બદલે પ્રિયંકાને પ્રાયોરીટી આપવા લાગ્યા. આમ તો ગૌરીએ તેને માત્ર પ્રોફેશનલ સંબંધ ગણાવ્યો. ઋત્વિક રોશન અને અર્જુન રામપાલની એક્સ વાઈફ સુઝેન અને મેહર ગૌરીની સારી દોસ્ત હતી.
સુઝેન અને મેહરે ગૌરીને પ્રિયંકાથી સતર્ક રહેવાની ચેતવણી આપી, પરંતુ ગૌરીએ તેની ઉપર ધ્યાન ન આપ્યું. ગૌરીને નવાઈ ત્યારે થઇ જયારે શાહરૂખ ખાન મન્નતની પ્રાઈવેટ પાર્ટીઓમાં પ્રિયંકાને આમંત્રિત કરવા લાગ્યા, જેમાં માત્ર ઘરના નજીકના સંબંધિઓ જ સામેલ કરવામાં આવતા હતા. અહિયાંથી ગૌરીનો વિશ્વાસ શાહરૂખ ઉપરથી પણ ડગમગી ગયો.એક વખત શાહરૂખ બર્લિનમાંથી ફિલ્મ ‘ડોન ૨’ નું શુટિંગ પૂરું કરીને આવ્યો તો તેણે એક પાર્ટી રાખી. પાર્ટીમાં તેણે પ્રિયંકાને પણ બોલાવી. તે દરમિયાન મેહર અને સુઝેને એક વખત ફરી ગૌરીને સાવચેત કરી, પરંતુ ગૌરીએ તેમને ચુપ કરી દીધા.
ગૌરી અને પ્રિયંકાએ પાર્ટીમાં સાથે સારો સમય પસાર કર્યો, ધીમે ધીમે પ્રિયંકાનું આવવા જવાનું વધી ગયું અને ગૌરીને સમજાઈ ગયું કે, આ બધું લાંબુ ચાલવાનું છે. તેવામાં શાહરૂખ દરેક જગ્યાએ પછી તે બ્રાંડ ઇન્ડોર્સમેંટ હોય, એવોર્ડ ફંક્શન હોય કે પછી કોઈ ફિલ્મ ફેસ્ટીવલ, દરેક જ્ગ્યાએ પ્રિયંકા સાથે દેખાવા લાગ્યા.
સલમાન ખાન અને ઐશ્વર્યા રાય હવે છેલ્લે નંબર આવે છે બોલીવૂડના સૌથી વિવાદિત અને મશહૂર કપલ રહી ચૂકેલા સલમાન ખાન અને ઐશ્વર્યા રાયનો. બંનેની ટ્રેજીક લવસ્ટોરીને તો પુરી દુનિયા જાણે છે. એશ્વર્યાને જોતા જ સલમાન તેમના પર દિલ હારી ચૂક્યા હતા અને સંજય લીલા ભણસાલીને કહીને ફિલ્મ “હમ દિલ દે ચૂકે સનમ” માં તેમણે એશ્વર્યાને રોલ અપાવ્યો હતો. આ ફિલ્મ દરમિયાન બંનેની વચ્ચે રોમાન્સ શરૂ થયો. જણાવી દઈએ કે એકવાર એશ્વર્યા અને સલમાન ખાન કારમાં જોવા મળ્યા હતા.
જ્યાં સલમાન તેમને કિસ કરી રહ્યા હતાં. આ દરમિયાન સલમાન તેમને ડ્રોપ કરી રહ્યા હતા.અમુક સમય બાદ બંનેની વચ્ચે ખૂબ જ ઝઘડા થવા લાગ્યા અને કહેવામાં આવે છે કે સલમાન ખાન એશ્વર્યા રાય પર હાથ પણ ઉપાડ્યો હતો. એટલું જ નહીં એક વખત તો સલમાન ખાન એશ્વર્યા રાયનાં ઘરની બહાર ઘણા કલાકો સુધી ઉભા રહ્યા હતા અને ઐશ્વર્યા સાથે મળવાની જીદ કરવા લાગ્યા હતા. પરંતુ એશ્વર્યાએ સલમાન ખાનને મળવાની મનાઈ કરી દીધી. તેમ છતાં પણ સલમાન ખાન માન્યા નહીં અને ઐશ્વર્યાને આત્મહત્યા કરવાની ધમકી આપવા લાગ્યા.
જે લોકોએ આ ઘટના જોઇ હતી તેમના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૦૧માં સલમાન ખાન એક દિવસ એશ્વર્યાના એપાર્ટમેન્ટની બહાર પહોંચ્યા અને ઐશ્વર્યા સાથે મળવાની જીદ કરવા લાગ્યા. તેમણે આત્મહત્યા કરવાની ધમકી પણ આપી. સવારે 3:00 વાગ્યા સુધી સલમાન ખાન એશ્વર્યા રાયનાં ઘરની બહાર ઊભા રહ્યા. ઘણા સમય સુધી આ ડ્રામો ચાલ્યો. ત્યારબાદ એશ્વર્યાએ તેમને પોતાના એપાર્ટમેન્ટ આવવા દીધા.
કહેવામાં આવે છે કે તે સમયે સલમાન ખાનના હાથમાંથી લોહી પણ વહી રહ્યું હતું અને સલમાન ખાન ઇચ્છતા હતા કે એશ્વર્યા તે સમયે તેમની સાથે લગ્ન કરવાનું વચન આપે. પરંતુ એશ્વર્યા સલમાન સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ નહીં.