કાલે જ્યારે વર્ષોથી અટકી રહેલ અયોઘ્યા વિવાદ માં ગઈ કાલે જ્યારે સુપ્રીમ કોર્ટ પોતાનો અંતિમ નિર્ણય આપી દીધો છે.ત્યારે બધાં ના મનમાં એક પ્રશ્ન ઉદ્ધભવે છે કે કોર્ટે કયાં આધારે આ નિર્ણય લીધો છે અને સૌથી પેહલ આ મુદ્દો કોણે ઉઠાવ્યો હતો.કોણે આ મુદ્દાને આટલો ઐતિહાસિક બનાવ્યો છે.તો આવો જાણી લઈએ એ વ્યક્તિ વિશે જેણે આ મુદ્દાને આખા દેશમાં ફેલાયો છે.સૌપ્રથમ ભારતીય પુરાતત્વ સાર્વેક્ષણ ના પૂર્વ ડાયરેક્ટર કે કે મુહમ્મદે મસ્જિદની નીચે જ મંદિરના અવશેષો મળ્યા હોવાનો દાવો કર્યો હતો.આ દાવાએ ગઈ કાલે અયોધ્યા કેસમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.આ દાવાએ સાબિત કારીદીઘું કે વર્ષો પહેલાં અહીં રામ મંદિર હતું.
લગભગ1977 માં પેહલી વખત અયોઘ્યા ના વિવાદિત જમીનનો પુરાતત્વિક સર્વેક્ષણ કરવામાં આવ્યો હતો.ત્યારે આ ટીમમાં કેકે મુહમ્મદ મુખ્ય નિરીક્ષક તરીકે ની અગત્ય ની ભૂમિકા ભજવતા હતાં.આ બાદ લગભગ 2003માં પણ ફરી એકવાર ઈલાહાબાદ હાઈકોર્ટના આદેશ પર ASI એ આ વિવાદીત જમીન પર ખોદકામ નું કાર્ય હાથ ધર્યું.
ASIની આ ટીમે અયોધ્યાની વિવાદીત જમીન પર વૈજ્ઞાનિક પરિક્ષણ કર્યું હતું.જેના આધારે વિવાદીત માળખા નીચેથી પ્રાચિન મંદિરના અવાસેશો મળ્યાં હતાં.અને આ વાતની પુષ્ટિ કેકે મુહમ્મદ એ કરી હતી.બાબરી મસ્જીદની નીચે મંદિરના પક્ષમાં અવશેષો હોવાના આ દાવાએ જ 2010 ઈલાહાબાદ હાઈકોર્ટના નિર્ણયમાં મહત્વની ભૂમિકા અદા કરી હતી.ત્યારબાદ આ કેશ વધુ ઉગ્ર સાબિત થયો હતો આ મામલો વધુ ને વધું ઉશ્કેરાયો હતો.
કેકે મુહમ્મદ એ કરેલ આ જાહેરાત થી સાબિત થયું હતું કે આજથી વર્ષો પહેલાં અહીં ભગવાન રામ નું ભવ્ય મંદિર અયોધ્યા રામ જન્મભૂમિ જમીન વિવાદનો ચૂકાદો સંભળાવતા કહ્યું કે બાબરના સમયમાં મીર બાકીએ મસ્જિદ બનાવી હતી.1949માં અહીં બે મૂર્તિઓ મુકવામાં આવી હતી.બાબરી મસ્જિદ હિન્દુ માળખા પર ઊભી કરવામાં આવી હતી.આ મસ્જિદ સમતળ સ્થાન પર બનાવાઈ ન હતી.ASIના ખોદકામમાં 12મી સદીમાં મંદિરના પુરાવા મળ્યા છે.આ પુરાવાને નજરઅંદાજ કરી શકાય નહીં. ખોદકામમાં ઈસ્લામિક સ્થાપત્યના પુરાવા મળ્યા નહતા જેથી કોર્ટ નો ફેસલો હિન્દૂ પક્ષ માં આવ્યો હતો.જોકે કોર્ટે બંને પક્ષો ને સમાન સમય મર્યાદા આપી હતી.