શિવસેના ને લઈને વધુ એક અપડેટ સામે આવી છે. મહારાષ્ટ્ર માં સરકાર ને લઈને એટલી બધી ચર્ચા થવા લાગી છે કે આજે ચૂંટણી પરિણામ ને આટલા બધા દિવસ થયા છતાં એ સ્પષ્ટ નથી થયું કે સરકાર કોની હશે.ત્યારે અમિત શાહે આ વાત પર નિવેદન આપ્યું છે.દેશના ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પરિણામો બાદ પહેલીવાર મૌન તોડ્યું હતું.
તેમણે મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણથી લઈને રાષ્ટ્રપતિ શાસન લાદવને લઈને સર્જાયેલા ઘટનાક્રમને લઈને વિસ્તારપૂર્વક કહ્યું હતું.શાહે શિવસેના સાથે બંધબારણે થયેલી વાતચીતને લઈને પણ સ્પષ્ટતા કરી હતી.જોકે ઘણા લોકો નું કહેવું છે કે શિવસેના અને અમિત શાહ ને કોઈ ખાનગી બેઠક થઈ નથી.પરંતુ અમિત શાહ એ આજે આવાત પર લીધે લ મૌન તોડ્યું છે.ત્યારે હવે આગળ શું જાણવા મળે છે વાત પર સૌનું ધ્યાન રેહશે.
શિવસેના ને લઈને અમિત શાહ નું આ નિવેદન ઘણું ચર્ચામાં આવી ગયું હતું.અમિત શાહ અત્યાર સુધી માં આ ચર્ચા માં ભાગ લીધો ના હતો. પરંતુ હવે તેમને મૌન તોડ્યું છે.અમિત શાહે કહ્યું હતું કે સરકાર બનાવવાની તક કોઈની પણ પાસેથી આંચકવામાં આવી નથી.શિવસેનાની નવી શરતો અમને મંજુર નહોતી માટે અમી સરકાર ના બનાવી શક્યા.અમિત શાહ નું કહેવું છે કે શિવસેના અને ભાજપ ને સારા જ સંબંધો હતા પરંતુ તેમની નવી સરત અમને મંજુર ના હતી.વધારે બેઠકો અમારી પાસે હોવાથી અમેજ મુખ્યમંત્રી પદ માટે દાવેદાર છીએ.
શિવસેના અને ભાજપ ના ગઠબંધન ના ચર્ચા હાલ દેશ માં જોરશોરથી ચાલી રહ્યા છે. જેનું કારણ છે કે પેહલાં બંને નું ગઠબંધન થયું અને પછી શરતો ને ચલતે શિવસેના એ ભાજપ સાથે ગઠબંધન તોડ્યું.અમિત શાહને શિવસેના સાથે શું વાતચીત થઈ હતી તેને લઈને લઈને પુછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, અમારા એવા સંસ્કાર નથી કે અમે બંધ બારણે થયેલી વાતચીત જાહેર કરી દઈએ.
અમે કોઈ જ વિશ્વાસઘાત નથી કર્યો.જ્યારે રાષ્ટ્રપતિ શાસનને લઈને શાહે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ શાસનના કારણે મહારાષ્ટ્રમાં સૌથી વધારે નુંકશાન બીજી કોઈ પાર્ટીને નહીં પણ ભાજપને જ થયું છે.તેમણે કહ્યું હતું કે રાજ્યમાં અમારી કેરટેકર સરકાર હતી તે પણ જતી રહી.શિવસેના એ સમજી ને પોતાનો નિર્ણય પાછો લાઇ લેવો જોઈએ હાલ પણ બન્ને વચ્ચે સંબંધો સારા છે જેથી જો હવે બન્ને ના હિત નો નિર્ણય લેવાય તો સરકાર રચી શકાય છે.