જીઓની આકર્ષક ઓફર ઓ વિશે કોણ નથી જાણતું. જીઓ અવનવી ઓફર ને લીધે દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની બની ગઈ છે. માત્ર થોડાક જ સમયમાં સૌથી વધુ ગ્રાહકો ધરાવતી જીઓ હવે વધુ એક નવી ઓફર લઈને આવી છે. રિલાયન્સ જિયો માર્કેટમાં આવતાં જ તમામ કંપનીઓ વચ્ચે ડેટા વોર શરૂ થઈ ગયું છે.
ગ્રાહકોને આ કારણે ખુબ જ ઓછી કિંમતે શાનદાર ડેટા પ્લાન્સ મળી રહ્યા છે. તો બીજી તરફ જિયો હવે લોકોનાં ઈન્ટરનેટ વપરાશને જોતાં નવા ડેટા વાઉચર્સ લોન્ચ કર્યા છે. જેમાં તમારી ઉમ્મીદ કરતાં પણ વધારે ડેટા મળી રહ્યો છે. જીઓએ લોકો ની સૌથી મોટી સમસ્યા રાત પડતાની સાધે ડેટા સ્પીડ ઘટી જવી તેનું પણ સમાધાન કાંડયું છે.
નવા પ્લાન ને લઈને હવે જીઓ વધુ એક વખત ચર્ચામાં આવી ગયુ છે. આકર્ષક ઓફર આપવાના મામલે જીઓ સૌથી આગળ છે. જિયો પાસે પાંચ એવાં પ્લાન છે કે જેનાથી ઓછી કિંમતમાં બમ્પર ડેટા મળી શકે છે. જિયોએ આ પ્લાનને 4જી ડેટા વાઉચર નામ આપ્યું છે.
તમને જણાવી દઈએ કે આ પેક્સમાં ફક્ત ડેટા જ મળશે. આ પ્લાન વડે તમે કોલિંગ નહીં કરી શકો. પેતું આ ડેટા સ્પીડ તમને હાઈ ડેટા સ્પીડ ના સ્વરૂપે મળશે.માટે તમે આનો ખાસ ઉપયોગ લાઇ શકો છો. તો આવો જાણી લઈએ આ નવા પ્લાન વિશે
(૧) સૌથી પહેલાં જીઓ નો સસ્તો પ્લાન છે રૂપિયા 11 વાળો પ્લાન.
આ પ્લાન સૌથી સારો છે. આ પ્લાન માં યુઝર્સને 400 એમબી ડેટા મળશે. પણ તેમાં અનલિમિટેડ કોલિંગ કે ફ્રી એસએમએસની સુવિધા આપવામાં આવી નથી. તો આ પ્લાનની વેલિડિટી તમારા સીમાના પ્રિપેડ પ્લાનની વેલિડિટી બરાબર હશે. ઉદાહરણ તરીકે જો તમારા 98 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 28 દિવસની છે તો, આ 4જી વાઉચરની સમયસીમા 28 દિવસ હશે. હવે તમે આ પ્લાન કરાવી શકો છો.આ પ્લાન ખુબજ ઉપયોગી સાબિત થઈ શકે છો.
(૨) 21 રૂપિયા અને 51 રૂપિયા વાળો પ્લાન.
અન્ય પ્લાન માં તમને કોલિંગ એસ એમ એસ અને અન્ય સેવાઓ મળે છે પરંતુ આ પ્લાન ખાસ ડેટ માટે હોવાથી તમને ફક્ત ડેટા જ મળશે. જિયોનો 21 રૂપિયાવાળો પ્લાન જિયોના યુઝર્સને આ પ્લાન હેઠળ 1 જીબી ડેટા મળશે. તો આ પેકની વેલિડિટી પણ હાલનાં પ્રિપેડ પ્લાન બરાબર હશે. આ પ્લાનમાં પણ તમને કોલિંગ કે SMSની સુવિધા મળશે નહીં.
જિયોનો 51 રૂપિયાવાળો પ્લાન આ પ્લાન હેઠળ યુઝર્સને 3 જીબી ડેટાની સુવિધા મળશે. તેમાં પણ વેલિડિટી હાલનાં પ્રિપેડ પ્લાનની વેલિડિટી બરાબર હશે. આ પ્લાનમાં પણ તમને કોલિંગ કે મેસેજની સર્વિસ નહીં મળે. ખાસ કરીને આ પ્લાન માત્ર ને માત્ર ડેટા યુસ માટે હોવાથી તમારે અહીં અન્ય કોઈ સેવા નહીં મળે પરંતુ ડેટા સ્પીડ હાઈ ડેટા સ્પીડ મળશે.
(૩) આ સિવાય 251 રૂપિયા અને 101 રૂપિયાનો પણ પ્લાન છે.
અન્ય પ્લાન ની સરખામણી માં આ પ્લાન ઘણો સારો છે. ત્યારે હવે આપ્લાન વિશે પણ જાણી લઈ એજિયોનો 101 રૂપિયાવાળો પ્લાન. આ પ્લાન હેઠળ જિયો તમને 6 જીબી સુધીનો ડેટા આપશે. આ પ્લાનની પણ વેલિડિટી પ્રિપેઈડ પ્લાન બરાબરની હશે.
તેમાં પણ કોલિંગ કે મેસેજની સુવિધા મળશે નહીં. જિયોનો 251 રૂપિયાવાળો પ્લાન. આ પ્લાનમાં યુઝર્સને કુલ 102 જીબી ડેટા મળશે. તો આ પ્લાનમાં વેલિડિટી 51 દિવસ આપવામાં આવી છે. પણ આ પ્લાનમાં તમને કોલિંગ કે મેસેજની સુવિધા મળશે નહીં. હવે જો તમે માત્ર ને માત્ર ડેટા યુઝ કરવા માંગો છો તો આ પ્લાન તમારા માટે ખુબજ સારો સાબિત થઈ શકે છે.