આપણે બધા જાણીએ છીએ કે કઠોળ ખાવાથી કેટલા ફાયદા થતા હોય છે. તેમાં પણ તેને ફણગાવીને ખાવાથી તેના વધારે લાભ મળે છે. તેને પલાળીને ખાવામાં આવે તો તેના જેટલા ફાયદા થાય છે તેના કરતા તેના બમણા ફાયદાઓ થાય છે. તેમાં પણ જો ખાસ કરીને ફણગાવેલા મગ ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા અને બીમારીઓ સામે લડવા માટે નિયમિત ફણગાવેલા મગનું સેવન કરવું જોઈએ. તે શરીરને શક્તિ આપે છે. તેમાં રહેલા એન્ટી-માઈક્રોબીયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ શરીરની ઇમ્યુનિટી પાવરને વધારે છે. અંકુરિત મગમાં ફાઈબરનું પ્રમાણ ખુબ મળી આવે છે. જે પાચન ક્રિયાને સારી કરીને કબજીયાતથી છુટકારો અપાવે છે.
મગ માં મેગ્નેશિયમ, કોપર, ફોલેટ, રાઈબોફલેવિન, વિટામીન-સી, ફાઇબર, પોટેશિયન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયરન, વિટામિન બી-૬, નિયાસિન, થાયમિન અને પ્રોટીન જેવા તત્વો હોય છે. તેનું સેવન કરવાથી તમને બ્લડ પ્રેશર અને કબજિયાત જેવી ગંભીર બીમારીઓ માંથી તમને છુટકારો મળે છે.
ફણગાવેલા મગ નું સેવન કરવાથી એસીડીટી ની સમસ્યા માં રાહત મળે છે. તે બોડી માટે એલ્કાલાઈન હોય છે. જે એસીડ લેવલ એ ઓછુ કરે છે. અને તમારી બોડી ના પીએચ લેવલ ને રેગ્યુલર રાખવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આંખ માટે પણ ફણગાવેલા મગ ખુબ ફાયદાકારક છે. તેમાં વિટામીન એ પણ મળે છે. જે આંખ ની રોશની વધારવામાં મદદ કરે છે. સાથે રતોધી જેવી આંખ ની બીમારી સામે પણ રક્ષણ આપે છે.
ફણગાવેલ મગ ખાવાથી શરીરમાં સુગરનું લેવલ વધતું નથી. સાથોસાથ તેમાં મળી આવતા સોલ્યુબલ ફાઈબર તમને વજન ઓછું કરવામાં પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. એટલા માટે તમારે તેનું સેવન જરૂરથી કરવું જોઈએ. ફણગાવેલા મગમાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જે સ્કીન કેન્સર જેવી ગંભીર બિમારીઓથી તમને દૂર રાખે છે. સાથોસાથ તેમાં આયરન ની ખુબ સારી માત્રા હોય છે, જેના કારણે તમારી સ્કિન હેલ્ધી રહે છે અને સાથોસાથ એનિમિયા થી પણ તમને દૂર રાખે છે.
ફણગાવેલા મગમાં પ્રોટીન વધુ પ્રમાણમાં હોવાથી આપણા શરીરના મસલ્સને મજબૂત બનાવે છે.જો વાળની સમસ્યાની ચિંતા થાય છે, તો દરરોજ નાસ્તામાં ફણગાવેલા મગનું સેવન કરો. આ કરવાથી વાળને યોગ્ય પોષણ મળશે. ફણગાવેલા મગ વાળને બરછટ થતા અટકાવે છે અને સાથે ત્વચાને જરૂરી પોષક તત્વો વધારવામાં મદદ કરે છે. ફણગાવેલા મગમાં વિટામિન સી હોય છે જે નબળાઈને દૂર કરે છે.
ફણગાવેલા મગ માં ફાઈબર સારી માત્રામાં હોય છે, પરિણામે ભૂખ ઓછી લાગે છે, પરિણામે પેટ ભર્યું ભર્યું લાગે છે. તેમા કેલરીની માત્ર પણ ઓછી હોય છે તેથી તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે ફણગાવેલા મગમાં વધારે ફાઈબર હોવાને કારણે તે ચહેરા પરનું તેલ અને પિમ્પલ્સ ઘટાડે છે .
ફણગાવેલા મગ ખાવાથી શરીરમાં બ્લડ શુગરનું લેવલ કંટ્રોલમાં રહે છે. જેનાથી ડાયાબિટીસનો ખતરો ટળે છે. ફણગાવેલા મગમાં પોલીફીનોલ્સ હોય છે. જે આપણા શરીરમાં કેન્સર સામે રક્ષણ કરે છે. ફણગાવેલા મગમાં એન્ટીઇન્ફ્લામેટરી ના ગુણો હોય છે. જે આર્થએટીસ ની અસરને ઓછી કરવામાં મદદ કરે છે. ફણગાવેલા મગ ખાવાથી ઇમ્યુનિટી સ્ટ્રોંગ બને છે. જેનાથી બીમારીઓ સામે રક્ષણ મળે છે.