બોલિવૂડને ભારતની સૌથી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં ની એક માનવામાં આવે છે. અહીંયા દિવસે ને દિવસે, ઘણા કલાકારો અભિનેતા બનવાના સપના સાથે પ્રવેશ કરે છે. તેમાંથી, બહુ ઓછા લોકો છે જેઓ તેમની શ્રેષ્ઠ અભિનય અને દેખાવથી લોકોનું હૃદય જીતવા માટે સક્ષમ છે. ત્યાં વાત જો બાળકલાકારોની કરીએ તો,એવા ઘણા બધાં ફિલ્મી કલાકારો છે કે જેમણે બાળપણમાં ફિલ્મોમાં અભિનય કરીને બધાને પોતાના દિવાના કરી દીધા છે. આ બધા ચાઇલ્ડ સ્ટાર્સે તેમની નિર્દોષતા દ્વારા પોતાને એક અલગ ઓળખ આપી દીધી હતી. પરંતુ મોટા થયા પછી ઘણા ચાઇલ્ડ સ્ટાર્સ બોલિવૂડમાં એન્ટ્રી કર્યા પછી સુપર ફ્લોપ સાબિત થયા.
આજે અમે તમને કેટલાક એવા શ્રેષ્ઠ બાળ કલાકારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેઓ બાળપણમાં ફિલ્મો પર રાજ કરતા હતા, પરંતુ આજે મોટા થયા પછી તેમને બોલિવૂડમાં ખાસ સ્થાન મળ્યું નથી. અમારા આજ ના આ ટૉપ 8ના લિસ્ટમાં ક્યાંક તમારા પસંદના ઍકટર્સ તો શામેલ નથી. ચાલો જાણીએ તેમના વિશે વિગતવાર
આફતાફ શિવદાસાની.
બાળ કલાકારમાં સૌથી ક્યૂટ છોકરાનો ટેગ મેળવનાર આફતાબ એ બાળપણમાં ઘણી સુપરહિટ બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. આ ફિલ્મોમાં “મિસ્ટર ઇન્ડિયા”, શેનશાહ,ચાલબાઝ, મસ્ત, કસુર, ક્યા યહી પ્યાર હૈ અને હંગામા વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ આજે આફતાબ બોલિવૂડના ફ્લોપ એક્ટર્સની યાદીમાં જાણવામાં આવે છે.
ઇમરાન ખાન.
સુપરસ્ટાર આમિર ખાનનો ભત્રીજો ઇમરાન ખાન વ્યક્તિત્વ અને દેખાવમાં કોઈથી પાછળ નથી. ઇમરાન ખાને કયામત સે કયામત તક, જો જીતા વહી સિકંદર વગેરે જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું, પરંતુ આજે તે બોલીવુડની સુપર ફ્લોપની યાદીમાં શામેલ થઈ ગયા છે.
ઉર્મિલા માર્તોંડકર.
ઉર્મિલાએ રંગીલા જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. ઉર્મિલાએ ફિલ્મ ‘માસૂમ’ ફિલ્મથી તેના બાળ કલાકાર તરીકે દર્શકોના દિલમાં એક અલગ છાપ છોડી દીધી હતી. પરંતુ આજે તે સમય જતાં ફ્લોપ થઈ ગઈ છે અને કોઈ પણ ડિરેક્ટર કે નિર્માતા તેને ફિલ્મમાં નથી લેવા માંગતા.
જુગલ હંસરાજ.
જુગલ હંસરાજ ભલે આજે બોલીવુડમાં પોતાનો ખાસ જાદુ ના ચલાવી શક્યાં, પરંતુ તમને જણાવી દઈએ કે આઠ વર્ષની ઉંમરથી જ તેમણે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. 1983 માં રિલીઝ થયેલી ફિલ્મ “માસૂમ” થી જુગલને એક નવી ઓળખાણ મળી હતી જેને બધાંની આંખોમાં તેમના માટે પ્રેમ છલકાયો હતો.
હંસિકા મોટવાની.
હંસિકા મોટવાણી 90 ના દાયકાની સુપર હિટ સીરિયલ “શાકા લકા બૂમ બૂમ” માં કરુણાની ભૂમિકા માટે જાણીતી હતી. આજે ભલે તે તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ની એક હસ્તી વ્યક્તિ બની ગઈ હોય, પરંતુ બોલિવૂડમાં તેનું નામ “તેરા સુરુર” પછી ફ્લોપ અભિનેતાઓની યાદીમાં શામેલ કરી લેવામાં આવ્યું હતું.
કૃણાલ ખેમુ.
કૃણાલ ખેમુને તમે બધાંએ “ગોલમાલ” ની સિરીઝમાં જોયા જ હશે. બાળ કલાકાર તરીકે તેમણે રાજા હિન્દુસ્તાની, હમ હૈ રહી પ્યાર કે, ભાઈ, જુડવા વગેરેમાં તેને શાનદાર અભિનય કર્યો હતો. પરંતુ આજે તે એક ફ્લોપ એક્ટર બનીને રહી ગયા છે.