ધાણા દાળ-શાક ના મસાલા ની અગત્યની વસ્તુ છે. રસોઈમાં તેનો રોજિંદો ઉપયોગ થાય છે. ધાણા દાળ-શાકમાં સુગંધ લાવે છે. ચોમાસામાં અને બી કરવા માટે શિયાળામાં તેનું વાવેતર થાય છે. ઊંડી કાળી જમીનમાં ધાણા સારા થાય છે. તેનો છોડ એકથી દોઢ ફૂટ ના થાય છે. પાન કપાયેલા દાતાદર હોય છે. તેને ફૂલ સફેદ હોય છે. તેના લીલા છોડને “કોથમીર” કહેવાય છે. આ રીતે વાવવાથી તાજી કોથમીર મળી શકે છે. દાળ-શાકમાં નાખવા માટે બધી ઋતુઓમાં એ પ્રમાણે કોથમીર ઉગાડી તૈયાર કરી શકાય છે.
કોથમીર રુચિ વધારનાર કિતની ગરમીનું શમન કરનાર પાંચ હોવાથી દાળ-શાકમાં તેને ઝીણી સુધારીને નાખવામાં આવે છે. દાળ શાક બનીને ચુલે થી ઉતર્યા પછી જ તેમાં કોથમીર નાખવી જોઈએ. અગાઉથી કોથમીર નાખવામાં આવે તો તેની સુગંધ ઉડી જાય છે.
ભોજનમાં કોથમીર નાખવાથી ભોજન સ્વાદિષ્ટ રુચિ પ્રદ અને સુગંધવાળું બને છે. સૂકા ધાણા નાંખવા કરતા લીલી કોથમીર નાખવાથી ભોજન વધારે સ્વાદિષ્ટ બને છે. કોથમીર ની ચટણી પણ ખુબ સ્વાદિષ્ટ હોય છે. ધાણાને કરમાવિને છૂટી પડેલી તેની દાળ મુખવાસ તરીકે વપરાય છે.તેને ધાણાદાળ કહેવાય છે. એ પાન મસાલા તરીકે પણ વપરાય છે.શેકેલી ધાણાની દાળ માં સિંધવ હળદર અને લીંબુનો રસ મેળવી રુચિ પ્રદ પાચક અને સ્વાદિષ્ટ મુખવાસ બને છે.
ધાણા અને જીરું સરખે ભાગે મેળવી ખાંડીને મસાલો બનાવવામાં આવે છે.આ ધાણાજીરૂ પિત્ત સમાવનાર રુચિ વધારનાર અને પાચક ગણાય છે એ દાળ-શાકમાં ખૂબ વપરાય છે. ધાણા માં અનેક ગુણોને લીધે તે માંગલિક ગણાય છે. કોઈપણ શુભ કાર્યના શુકન રૂપે ગોળધાણા વહેંચવાનો રિવાજ છે. દેવ મંદિરોમાં પ્રસાદરૂપે વહેચવા માં આવતી પંજરી માં પણ ધાણા વપરાય છે.
ભારતમાં લાંબા સમયથી ભોજનમાં અને ઔષધીય રૂપે ધાણાનો ઉપયોગ થાય છે આ રીતે આપણા પૂર્વજોએ ધાણા ની ઉપયોગીતા સ્વીકારેલી છે આપણે પણ ગરમ અને પિત્તને સમ આવનારી આ શુલભ ઔષધીનો હંમેશા ઉપયોગ કરવા જેવો છે. તેમણે ખાસ કરીને પિત્ત પ્રકૃતિવાળા એ તો ધાણા અને જીરાનો બહુ છૂટથી ઉપયોગ કરવા જેવો છે.
ધાણા તૂરા, વીર્ય માટે અહિતકારી, મૂત્ર ઉત્પન્ન કરનાર, કડવા, તીખા, ઉષ્ણવીર્ય, અગ્નિને પ્રદીપ્ત કરનાર, પાચન કરનાર, જ્વરને મટાડનાર , રુચિ ઉત્પન્ન કરનાર, ઝાડાને રોકનાર, પાક માં મધુર અને ત્રણેય દોષને મટાડનાર છે. પિત્તના રોગો તથા શરીરની ખોટી ગરમીમાં ધાણાનો ઉપયોગ કરવા જેવો છે.
ચરક મુનિ ઘણાને તરફ ભાવનાર અને શરદી મટાડનાર ગણે છે સુશ્રુત મુનિ તેને સર્વ જ્વર મટાડનાર, દિપક, દાહ શામક, અરુચિ નાશક અને ઉલટી બંધ કરાવનાર ગણે છે. બીજા ઘણા આચાર્યો ધાણા ને જ્વર અપચો અને અતિસાર નો નાશ કરનાર માને છે.
ધાણા અને કોથમીર થી થતાં ફાયદા અને તેને ઔષધી રૂપે વાપરવાની રીત
અર્ધા તોલા ધાણાને ઉકાળી તેમાં દૂધ અને ખાંડ નાખી ચા બનાવીને દરરોજ સવારે પીવાથી પાચનક્રિયા સુધરે છે. ધાણા જીરું મરી ફુદીનો સિંધવ અને દ્રાક્ષ અને લીંબુના રસમાં પીસીને બનાવેલી ચટણી ભોજન સાથે લેવાથી અરૂચિ મટે છે.
ધાણા એલચી અને મરીનું ચૂર્ણ ઘી અને સાકર સાથે લેવાથી અરૂચિ મટે છે. ધાણા પાણીમાં પલાળી રાખી મસળી ગાળી તે પાણીમાં મધ અને ખાંડ નાખી વારંવાર પીવાથી તરસ શાંત થાય છે. તાવમાં વારંવાર તરસ લાગે છે ત્યારે ધાણા સાકર અને દ્રાક્ષ પાણીમાં પલાળી મસળી ગાળી તે પાણી તાવના રોગી ને પાવાથી તરસનું શમન થાય છે.
ધાણા અને દ્રાક્ષનું him પિત્તના તાવ માં ઘણો ફાયદો કરે છે. દાણા અને વરિયાળી નો ઉકાળો આપવાથી શરીરની અંદર રહેલો આમ બળી જાય છે. દાહ,તરસ , મૂત્ર ની બળતરા તથા બેચેની દૂર થાય છે. તેમજ પરસેવો વળી આમ જન્ય તાવ મટે છે.
ધાણા અને સાકર પીવાથી પેટમાં થતી બળતરા શાંત થાય છે ધાણા અને જીરૂ એક એક તો લઈ અધકચરું ખાંડી 20 થી 30 તોલા પાણીમાં રાત્રે પલાળી રાખી સવારે મસળી ગાળી તેમાં સાકર નાખી 4 થી 6 દિવસ સુધી તેને પીવાથી કોઠાની દાહ બળતરા શાંત થાય છે હાથ-પગમાં બળતરા થતી હોય તો તે પણ દૂર થાય છે.
મેલેરિયા તાવ માં રોગીને વારંવાર ઉલટીઓ થાય ત્યારે અધકચરા ખાંડેલા ધાણા અને દ્રાક્ષ, પાણીમાં પલાળી મસળી સ્વચ્છ કપડાં વડે ગાળી થોડી થોડી વારે રોગીને ચમચી- ચમચી આપવાથી ઊલટી શાંત થાય છે. ધાણાનું ચૂર્ણ પા તોલો અને સાકર એક તોલો ચોખાના ઓસામણમાં મેળવીને પિવડાવવાથી સગર્ભા સ્ત્રીઓને ઊલટી બંધ થાય છે.
ધાણા અને સાકરને ચોખાના ઓસામણમાં પીવડાવવાથી બાળકોને ઉધરસ અને તેનો શ્વાસ મટે છે. ધાણા અને જીરૂ રાત્રે પલાળી રાખી સવારે મસળી, ગાળી તેમાં સાકર નાખી ચાર-પાંચ દિવસ પીવાથી શીતળા પછી શરીરમાં જામી ગયેલી ગરમી નીકળી જાય છે.
ધાણાને પાણીમાં પલાળી મસળી તેમાં થોડી સાકર નાખીને પીવાથી ગરમીમાં લાગેલી લુ મટે છે. કોથમીરને સુંધી રસ કાઢી સ્વચ્છ કપડાંથી ગાળી તેના રસના બે ટીપા બંને આંખમાં સવાર-સાંજ નાખવાથી દુખતી આંખો માં ફાયદો થાય છે આંખના ખીલ, ફ્લૂ, છારી વગેરે પણ મટે છે. તેમજ ચશ્માના નંબર ઊતરે છે આંખના વિકારોમાં કોથમીર બહુ ઉપયોગી છે.
વૈજ્ઞાનિક મત પ્રમાણે ધાણા સુગંધી ઉત્તેજક ઉદર વાત હર અને દીપન-પાચન છે. કંથક્ષત, અપચો અને શરદી પર એ વપરાય છે. એલોપથી માં ધાણા માંથી કાઢેલું તેલ વપરાય છે. એ તેલ વાત હર હોવાથી આફ્રો અને ઉદરશૂળ ના શમાનાર્થે વપરાય છે. ગરમી થી એ તેલ ઉડી જાય છે.