વધારે પડતો ચરબીવાળો ખોરાક અને બેઠાડુ જીવન ડાયાબિટીસને નિમંત્રણ આપે છે. તો ચાલો આપણે આજે જાણીએ ડાયાબિટીસને દૂર કરવાના વિવિધ ઘરેલુ ઉપચારો. ડાયાબીટીસમાં વારંવાર પેશાબ કરવાની તકલીફ હોય છે. એ દૂર કરવા દરરોજ સવાર-સાંજ 1-1 નાની ચમચી હળદરનો પાઉડર સાદા પાણી સાથે લેવાથી આરામ મળે છે.
દરરોજ 70-80 ગ્રામ સારા પાકા જાંબુ લઇ ચાર ગણા ઉકળતા પાણીમાં નાખીને 15 મિનિટ સુધી રાખીને ગાળી, તેના ત્રણ ભાગ કરી દિવસમાં ત્રણ વાર થોડા દિવસ સુધી પીવાથી પેશાબમાં જતી સાકરનું પ્રમાણ ઘટે છે, લીવર કાર્યક્ષમ બને છે અને ડાયાબિટીસમાં ઉત્તમ ફાયદો થાય છે.
જાંબુ સૂકવી, બારીક ખાંડી, ચૂર્ણ કરી દરરોજ 20- 20 ગ્રામ 15 દિવસ સુધી સતત લેવાથી ડાયાબિટીસમાં ઘણો ફાયદો થાય છે. જાંબુના ઠળિયાના ગર્ભનું 1-1 ગ્રામ ચૂર્ણ મધમાં અથવા પાણી સાથે દિવસમાં બે વાર 10-15 દિવસ સુધી સતત લેવાથી ડાયાબિટીસ મટે છે.
હળદરના ગાંઠિયાને પીસી ઘીમાં શેકી, સાકર મેળવી થોડા દિવસ સુધી દરરોજ ખાવાથી મધુપ્રમેહ અને બીજા પ્રમેહમાં ફાયદો થાય છે. વડની છાલ નું બારીક ચૂર્ણ 1 ચમચી રાત્રે પાણીમાં પલાળીને સવારે તેને ગાળીને પી જવું. તેનાથી પેશાબ અને લોહીની ખાંડ ઓછી થાય છે.
લીમડાના પાનનો રસ નિયમિત પીવાથી ડાયાબિટીસ મટે છે. ૫૦ ગ્રામ લીલી હળદર, કાળી તુલસીના પાન ૧૦, બીલીપત્રનાં પાન ૩૦ વાટી, ૧ ગલાસ પાણીમાં રાત્રે પલાળી, સવારે ખૂબ મસળી કપડાથી ગાળી, સવારે નરણે કોઠે પીવું. આ પાણી પીધા પછી એક કલાક સુધી કંઈ પણ ખાવું-પીવું નહિ. ૨૧ દિવસ સુધી આ પ્રમાણે કરવાથી ચોક્કસ ડાયાબિટીસ મટે છે.
મીઠો લીમડો લોહીમાં ખાંડના પ્રમાણને નિયંત્રિત રાખવામાં મદદરૂપ થાય છે. આથી ડાયાબિટીસના દર્દીઓને એના સેવનથી લાભ થાય છે. શ્વાસોચ્છવાસ થી લોહીની સાકર ફેફસાં દ્વારા બહાર નીકળી જાય છે.
હળદરના ગાંઠિયાને પીસી, ઘીમાં શેકી, સાકર મેળવી, રોજ ખાવાથી ડાયાબીટીસમાં ખૂબ ફાયદો થાય છે. લસણને પીસીને તેનું પાણી પીવાથી ડાયાબિટીસ મટે છે. ડાયાબિટીસ વાળા લોકોએ ઘઉં, મકાઈ, બાજરી, ચોખા, ભાત, કઠોળ, જેવા કે મગ, મઠ, તુવેર, વાલ, અડદ, મગફળી, દૂધ, દહીં, છાસ, બટાકા, શક્કરિયા જેવા કંદમૂળ, કેળા, કેરી, ચીકુ, દ્રાક્ષ જેવા મીઠા ફળ, તેલ તથા ચરબીવાળા ખોરાક ન લેવા જોઈએ.
આમળાં અને વરિયાળીનો સમભાગે પાઉડર દરરોજ સવાર-સાંજ 1-1 મોટો ચમચો પાણી સાથે ફાકવાથી ડાયાબિટીસ મટે છે. આંબાનાં સૂકાં પાનનો એક એક ચમચી પાઉડર સવાર-સાંજ પાણી સાથે લેવાથી ડાયાબિટીસમાં સારો લાભ થાય છે. કોળાનો રસ ડાયાબિટીસમાં લાભ કરે છે.
કુમળાં કારેલાનાં કટડા કરી, છાંયે સૂકવી, બારીક ખાંડી 10-10 ગ્રામ સવાર સાંજ ચાર મહિના સુધી લેવાથી પેશાબમાં જતી સાકર બંધ થય જાય છે. રોજ રાત્રે 15 થી 20 ગ્રામ મેથી પાણીમાં પલાળી રાખી, સવારે ખૂબ મસળી, ગાળી એકાદ માસ સુધી પીવાથી ડાયાબીટીસના રોગીની લોહીમાં જતી સાકર ઓછી થાય છે.
હરડે, બહેડા, આમળા, લીમડાની અંતરછાલ, મામેજવો અને જાંબુના ઠળિયા સરખે ભાગે લઈ, ચૂર્ણ કરી સવાર-સાંજ લેવાથી ડાયાબિટીસ મટે છે. ડાયાબીટીસમાં જવની રોટલી હિતાવહ છે. એનાથી લોહીમાં સાકરનું પ્રમાણ વધતું નથી. આહારમાં કાચુ સિંગતેલ વાપરવું જોઈએ.