તમારા ઘરમાં કોઈ વાસ્તુદોષ હોઈ તો તમારા ઘરમાં દાખલ થાય છે બીમારી, આવી બીમારીઓ જલ્દીથી જતી નથી તમે ગમે તેટલી સારવાર કરાવો પરંતુ આ બીમારી ત્યાંથી જવાનું નામ નથી લેતી આવા સમયે વાસ્તુદોષના આ ઉપાય કરો તો મળશે બીમારીથી છુટકારો.
ઘરમાંથી માંદગી જતી નથી?
બીમારી મહેમાન જેવી છે ગમે ત્યારે આવી ચડે છે. પરંતુ વારંવાર બીમારી ઘેરી વળતી હોય તો કોઈને પણ ના ગમે. ક્યારેક માંદગી લાંબી ચાલે તો દવાની સાથે ઘરગથ્થુ ઉપાયો અને મંત્રો-જાપનો સહારો પણ લઈએ છીએ. બીમારીની પાછળ કોઈક વાર વાસ્તુદોષ જવાબદાર હોઈ શકે છે. જો તમારા ઘરમાં પણ વાસ્તુદોષ હોય તો તાત્કાલિક દૂર કરો અથવા તેના પ્રભાવને દૂર કરવા માટે ઉપાય કરો. વાસ્તુદોષ દૂર કરવા માટે અહીં જણાવેલા કેટલાક ઉપાયો કરી શકો છો.
મુખ્યદ્વાર સામે ન હોવી જોઈએ આ વસ્તુ
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની સામે થાંભલો કે ઝાડ હોય તો બાળકોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે. જો થાંભલા કે ઝાડને દૂર કરી શકાય તેમ ના હોય તો મુખ્ય દરવાજા પર રોજ સ્વસ્તિક દોરો અને પૂજા કરો.
આવા છોડ ના રાખો
જો તમારા ઘરમાં કાંટાળા કે સૂકાયેલા છોડ હોય તો તાત્કાલિકહટાવી લો. આવા છોડની અસર વડીલોના સ્વાસ્થ્ય પર થાય છે. ઘરની અગ્નિકોણમાં રોજ લાલ રંગની મીણબત્તી સળગાવશો તો ઘરના લોકોનું સ્વાસ્થ્ય સારું રહેશે. દક્ષિણ અને પૂર્વના મધ્યનું કોણીય સ્થાન અગ્નિકોણ તરીકે ઓળખાય છે.
મુખ્યદ્વારને સાફ રાખો
જો ઘરના મુખ્ય દરવાજાની સામે ગંદુ પાણી, કીચડ કે કચરો એકઠો થાય અથવા તો ગેટની સામે ખાડો હોય તો ઘરમાં બીમારીઓ વધે છે. માટે તાત્કાલિક ખાડો પૂરાવી લેવો જોઈએ, ગંદકી સાફ કરાવી લેવી જોઈએ.
આ દિશામાં ન હોવું જોઈએ રસોડું
વાસ્તુ વિજ્ઞાન અનુસાર, જે ઘરમાં રસોડું અગ્નિકોણમાં ના હોય ત્યાં વડીલો બીમાર રહે છે. અગ્નિકોણનું સ્થાન અગ્નિ દેવતાનું પ્રમુખ સ્થાન છે એટલે રસોડું કે અગ્નિ સંબંધી (ઈલેક્ટ્રોનિક ઉપકરણો) વસ્તુઓ રાખવા માટે આ સ્થાન વિશેષ છે.
ઘરની વચ્ચે ના રાખો વસ્તુઓ
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરની વચ્ચોવચ કોઈ ભારે વસ્તુ કે ફર્નિચર ન રાખવું. કોઈ સામાન મૂક્યો હોય તો તે પણ હટાવી લેવો. વાસ્તુશાસ્ત્રમાં આ જગ્યાને બ્રહ્મસ્થાન માનવામાં આવે છે. એટલે તેને હંમેશા ખાલી રાખવું જોઈએ. સાથે જ ધ્યાન રાખો કે જે દિશામાં વોશિંગ મશીન કે શૌચાલય હોય ત્યાં માથુ રાખીને ના ઊંઘવું જોઈએ.
અહીં ના રાખો મંદિર
ક્યારેય પણ પૂજાઘર મુખ્યદ્વારની સામે ના હોવું જોઈએ. આ સ્થાને હશે તો ઘરમાં દેવી-દેવતાઓનો વાસ થતો નથી. ઘરમાં સકારાત્મક ઊર્જાની કમી રહે છે. સાથે જ ઘરમાં ભગવાનની તસવીરો રાખતા હો તો મુખ દક્ષિણ દિશામાં રહે તે રીતે રાખવું. જેથી ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે.