ડ્રાય ફ્રૂટને એટલે સુકામેવા તરીકે તેને આપણે ઓળખીએ છીએ. સુકામેવા ખાવાથી શરીરને ઘણા બધા લાભ થતા હોય છે પરંતુ તમને એ વાત ની ખબર નહીં હોય કે ક્યાં સમયે ડ્રાય ફ્રુટ ખાવું જોઈએ. ઘણા લોકો સુકામેવાને સવારે ખાવાની સલાહ આપે છે. શિયાળાની ઋતુમાં સૌ કોઈ પોતાના શરીરને તંદુરસ્ત બનાવવા ઈચ્છે છે ત્યારે સુકામેવા સવારે નિશ્ચિત સમયે અને નિશ્ચિત રીતે ખાવામાં આવે તો તે વધુ અસરકારક બની શકે છે.
1. બદામ તમારા સ્વાસ્થ્ય ઉપર ખૂબ જ અસરકારક સાબિત થાય છે. બદામને રાત્રે પલાળીને સવારે ખાવામાં આવે તો તે ખુબ જ ગુણકારી સાબિત થાય છે. તમારા સસ્વાસ્થ્ય ને નીરોગી રાખવા માટે આ ખુબ જ ઉપયોગી છે.
2. કાજુ ઘણા લોકોને પસંદ છે તો કાજુ હમેશા સાંજે જ ખાવા જોઈએ. દિવસના થાક અને માનસિક તાણને દૂર કરવામાં તે અસરકારક છે. કાજુ રાત્રે ન ખાવા જોઈએ કારણ કે તે તમારી ઊંઘ બગાડી શકે છે અને પચવામાં પણ ભારે છે.
3. અખરોટ હમેંશા રાત્રિના સમયે કહવા જોઈએ. અખરોટમાં ફાયબર વધુ માત્રામાં હોવાથી પાચન ક્ષમતા વધારે છે જેના કારણે તેને રાત્રે ખાવું શરીર માટે યોગ્ય છે.
4. ડ્રાય ફ્રુટ એ એન્ટીઓક્સીડેન્ટ નો ખજાનો છે. તેની અંદર પોલીફેનોલ પણ રહેલું છે જે હૃદયરોગ, કેંસર, ઓસ્ટિયોપોરોસિસ, ડાયાબિટીસ તેમજ મગજની બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે.
5. એક સર્વે અનુસાર ડ્રાય ફ્રુટ ખાવા વાળા લોકોનું સ્વાસ્થય ખૂબ સારું હોય છે. ડ્રાય ફ્રુટ માનવ શરીર માટે એક પ્રાકૃતિક ઉર્જાનો સ્ત્રોત છે.