આજે વજન ઉતારવું એ એક અઘરો વિષય છે તો વાત કરીશુ જે ઉપાય તમે ભોજન કરતા પેહલા કરશો તો તમારું વજન ખુબજ જલ્દીથી ઉતરી જશે તો ચાલો જોઈએ આવા ઉપાય.
વજનને નિયંત્રિત કરશે સૂપ.
ઘણા લોકોની ફરિયાદ હોય છે કે કશુંક ખાતા જ તેમનું વજન વધી જાય છે. આવા સમયે પરેશાન થઈને તમે મનપસંદ વાનગી ખાવામાં ખચકાટ અનુભવો છો. ઘણા લોકો તો હેલ્થ માટે સારો નથી તેવો ચટપટો ખોરાક લેવાનું જ સંપૂર્ણપણે છોડી દે છે. આવા સમયે અહીંયા બતાવામાં આવેલી વિધિથી બનાવેલા સૂપ તમારું વજન ઓછું અને નિયંત્રિત કરી શકે છે.
સૂપનું મહત્વ.
સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખોરાક લેતા પહેલા સૂપ પીવું ખૂબ સારું માનવામાં આવે છે. વજન ઘટાડવા માટે ખોરાક લેવાના ઠીક પહેલા સૂપ પીવાની સલાહ આપવામાં આવે છે. જેથી તમે જરૂર કરતા વધારે ખોરાક ન ખાવ. આવી રીતે મોટાપણું ઓછું કરવામાં સૂપ બહુ મદદગાર સાબિત થાય છે.
મોટાપણું દૂર કરશે સૂપ.
અહીંયા જે સૂપની વિધિ અમે તમને બતાવવી રહ્યા છીએ તે તમારું વજન ઓછું કરવામાં વધારે હેલ્પફુલ છે કારણ કે તેના ઉપયોગ કરવામાં આવેલી વસ્તુઓ વજન ઘટાડવામાં ઉપયોગી માનવામાં આવી છે. પોષક તત્વોથી ભરપૂર હોવાના કારણે તેનાથી તમારા ચહેરા પર ચમક પણ બની રહેશે.
સૂપ બનાવવાની રીત.
3 ટમેટાં, 3 ગાજર, 1 કોબિજ અને 6 લીલી ડુંગળીને લઈને તેના નાના ટૂકડા કાપી લો. આ પછી કોથમીરની 3 ઝૂડીને લઈને તેને પણ સમારી લો.આ ઉપરાંત અડધી વાટકી કઠોળ પણ લઈ લો. આ બધી વસ્તુઓને 250 એમ.એલ પાણીમાં લઈને ઉભરો ન આવે ત્યાં સુધી ઉકાળો. હવે તેમાં એક ચપટી કાળા મરીનો પાઉડર અને સ્વાદ અનુસાર મીઠું પણ નાખો. ધીમી આંચ પર થોડી વાર તેને ઉકળવા દો. જ્યારે બધી જ શાકભાજી સારી રીતે ચઢી જાય ત્યારે ગેસ બંધ કરી દો. પાણીની માત્રા જરૂરત અનુસાર વધારી કે ઘટાડી શકાય છે.
કેવી રીતે કરશો ઉપયોગ.
આ સૂપને શાકભાજી સહિત જમવાના 10 મિનિટ પહેલા પીવો, અથવા તો રાત્રિના સમયે સૂપ સિવાય બીજું કશું જ ના લેશો. જો તમે વજન ઘટાડવાના ઈરાદાથી આ સૂપ પી રહ્યા હોય તો ધ્યાન રાખો કે સૂપની સાથે કે તેની પહેલા બ્રેડ, કોલ્ડ ડ્રિંક, બિયર વગેરે જેવી વસ્તુઓ ન લેશો.
સાવધાની.
જો તમે દારૂનું સેવન કરતા હોય તો આ સૂપથી તમને વજન ઘટાડવામાં મદદ નહીં કરે. આ માટે તેને પીવાના 24 કલાક પહેલાથી જ દારૂનું સેવન બંધ કરી દો. એક અઠવાડિયામાં જ તમને તમારા વજનમાં ઘણો બધો ફર્ક જણાશે.