ગુજરાત પર આ વખતે મેઘરાજા ની મહેરબાની વધારે પડતી જ જોવા મળી છે. સિઝન માટે મેઘરાજા વરસ્યા પરંતુ બિન મોસમ માં પણ આ વખતે મેઘરાજા નું આગમન થયું.પછી તે નવરાત્રી હોય કે દિવાળી.વરસાદની સીઝન પૂર્ણ થઈ ગઈ છે.પરંતુ હવામાનમાં હજુ પણ સ્થિરતા આવી નથી.શિયાળાની શરૂઆત થઈ જવી જોઇએ તેવા સમયે રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ દરમિયાન બોટાદનાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો.ભારે પવન સાથે વરસાદે ફરી દેખા દીધી ત્યારે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.કમોસમી વરસાદનાં કારણે ખેતીને ભારે નુકસાન થશે તેવી ભીતિ છે અને તેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે.અગાવ આવું માવઠું થવાથી કેટલા હજાર ખેડૂતો ના પાકને નુકસાન થઈ ચૂક્યું. સરકાર એ પેહલાં આ માવઠા પર ધ્યાન આપ્યું ન હતું.ત્યારે ખેડૂતો ના આંદોલન બાદ સરકાર નું ધ્યાન કેન્દ્રિત થયું હતું.
ગઈ કાલે અને અગાવ હવામાન વિભાગે જાહેર કર્યું હતું કે ગુજરાત ના વરસાદ સ્ક્રીય વિસ્તાર માં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. અને આ આગાહી સાચી ઠરી હતી.બોટાદનાં અનકે વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો છે.તો હવામાન વિભાગ દ્વારા પણ બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.પવન સાથે વરસાદ પડતા પાકને નુકસાન થવાની શક્યા છે.
બોટાદ ઉપરાંત બનાસકાંઠાનાં સુઇગામમાં પણ વાતાવરણમાં પલટો થયો.સુઈગામ તાલુકામાં પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે.કમોસમી વરસાદનાં કારણે ખેડૂતોનાં જીવ તાળવે ચોંટ્યા છે. સુઈગામ ઉપરાંત થરાદ અને દિયોદરમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. ત્યારે હવે ઘણાં લોકો નું તો અનુમાન છે કે આ વખતે ગુજરાત માં હિમ વર્ષો પણ જોવા મળી શકે છે હવામાન વિભાગે અગાવથી જ જાહેર કર્યું હતું.કે વરસાદ સક્રિય વિસ્તારો માં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે.તો ખેડૂતો અને અન્ય વ્યક્તિ ઓએ આ વાત ને ધ્યાનમાં રાખવું. તેને હલકા માં ના લેવું જોઈએ.
ગુજરાત માટે આ વખતે વરસાદ કહેર બની ને વરશયો છે. પેહલાં તો સારો વરસાદ ખેડૂતો માટે સારા સમાચાર હતાં. પરંતુ આગળ જતાં આજ વરસાદ એ ખેડૂતો ને રડવા પર મુજબૂર કર્યા ત્યારે એક બાજુ સરકારે પણ તેમની સ્થિતિ ને અન દેખી કરી.હવામાન વિભાગે 13 અને 14 નવેમ્બરનાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
જેમાં 13 તારીખ એટલે કે ગઈકાલે બોટાદ, સૂઈગામ ઉપરાંત રાજકોટ, બાબરા અને ગોંડલમાં પણ વરાસદ પડ્યો છે.કમોસમી વરસાદનાં કારણે ખેતીનાં પાકને નુકસાન થવાની શક્યતા છે આ ભીતિની વચ્ચે રાજ્ય સરકારે ખેડૂતોને રાહત આપી છે.નીતિન પટેલે ખેડૂતો માટે 700 કરોડની સહાયની જાહેરાત કરી છે.પરંતુ હાર્દિક પટેલ સહિત ના આંદોલન કરો નું કહેવું છે કે હવે સરકારે લીલો દુકાળ જાહેર કરી તમામ ખેડૂતો નું 100% નુકસાન થયું છે તે માટે બધાએ ને નુકશાન જેટલું વળતર ચૂકવવું જોઈએ.