નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે ગુજરાતી સિનેમાની સામાન્ય રીતે ઢોલીવુડ કે ગોલીવુડ તરીકે ઓળખાય છે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં પણ હવે ઘણો બદલાવ આવી ગયો છે
આજે લોકો હિન્દી ટીવી સિરિયલની સાથે ગુજરાતી ધારાવાહિક જોવાનું પણ વધુ પસંદ કરવા લાગ્યાં છે, ત્યારે હવે ગુજરાતી સિરિયલ પણ અનેક વિષય પર બની રહી છે.હિતેનકુમારે ગુજરાતી ફિલ્મોમાં આજ સુધી યોગદાન આપી રહ્યા છે, ત્યારે હવે ધારાવાહિકમાં જોવા મળશે. ત્યારે સૌ કોઈ તેમના ચાહકો આ નવી ધારાવાહિકની રાહ જોઈ રહ્યા છે.
આજે પણ લોકો હિતેનકુમારની ફિલ્મો જોવાનું પસંદ કરે છે. હિતેન કુમાર અને રમા માણેકની જોડીને દર્શકોએ ખૂબ બિરદાવી, હિતેનએ રામ નામ ના પાત્રથી બહુ લોકપ્રિયતા મેળવી.ગુજરાતી ફિલ્મોની વાત આવે એટલે અમુક કલાકારોના નામ લીધા વગર ન રહી શકાય. આવા જ એક કલાકાર એટલે હિતેન કુમાર. ગુજરાતી ફિલ્મોમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને નરેશ કનોડિયા બાદ જોઈ કોઈએ સૌથી વધુ ચર્ચા જગાવી હોય તો તે છે હિતેન કુમાર.મુંબઈમાં રહેતા હિતેન કુમારના બિલ્ડિંગને સીલ કરાયું છે
તેમની સોસાયટીમાં એક સભ્યનો કોરોના પોઝિટિવ આવતા સોસોયટી સીલ કરાઈ છે. આ અંગેની જાણકારી હિતેન કુમારે ખુબ ફેસબૂક પર આપી હતી.ગુજરાતી ફિલ્મોમાં હિતેન કુમારે એક પછી એક હિટ ફિલ્મોની હારમાળા સર્જી હતી. જેમાં ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’, ‘મહિયર માં મનડું નથી લાગતું’, ‘પાલવડે બાંધી પ્રિત’, ‘ઉંચી મેડી ના ઊંચા મોલ’ વગેરે સુપર-ડુપર ફિલ્મો સામેલ છે.
હિતેન કુમારે અત્યાર સુધી 70થી વધુ નાટકો તેમજ 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તો આજે અમે તમને તેના ઘરની એક્સક્લુઝિવ તસવીરો દેખાડીશું અને તેના જીવનની રસપ્રદ વાતો જણાવીશું ગણદેવી નજીક તોરણ ગામ છે વતન.ગુજરાતી ફિલ્મોમાં અભિનયનો જાદુ ચલાવનાર હિતેન કુમારનું મૂળ વતન સુરત પાસે ગણદેવી નજીક આવેલું તોરણ ગામ છે.
હાલ પત્ની સાથે મુંબઈમાં રહે છે.ગુજરાતીમાં અનેક હિટ ફિલ્મો આપી 8થી વધુ વખત રાજ્ય સરકારનો એવોર્ડ મેળવનાર હિતેન કુમારને કુલ 50થી વધુ એવોર્ડ મળ્યા છે ડબલ ગ્રેજ્યુએટ છે હિતેન કુમાર.
મુંબઈના મલાડમાં દાલમિયા કોલેજમાં ડબલ ગ્રેજ્યુએટ કરનાર હિતેન કુમારના પિતા ઈશ્વરલાલ જગજીવનદાસ મહેતા જોબ કરતા હતા. તેમના પરિવારમાં અભિનયનું કોઈ ને કશું જ લાગતું વળગતું નહોતું. જોકે હિતેન કુમારને બચપણથી જ અભિનયનો ખૂબ જ શોખ જાગ્યો હતો.ખસ ખસનું શાક ખૂબ ભાવે.
સુપરસ્ટાર હિતેન કુમારના ફુડના શોખની વાત કરીએ તો તેમને ખસ ખસનું શાક, જુવારનો રોટલો, ભાત અને છાશ ખૂબ પસંદ છે. તેમને ફરવા માટેની ફેવરિટ જગ્યા માથેરાન છે.શંકર ભગવાનમાં છે અપાર શ્રદ્ધા.હિતેન કુમારે 30 નવેમ્બર, 1989માં સોનલ મહેતા સાથે લગ્ન કર્યા હતા. સોનલ મહેતા ડિઝાઇનર અને એસ્ટ્રોલોજર છે. હિતેન કુમારને શંકર ભગવાનમાં અપાર શ્રદ્ધા છે. તેઓ જ્યોતિષમાં માને છે, પણ અંધશ્રદ્ધાથી દૂર કરે છે.
હિતેન કુમારના ફેવરિટ સ્ટાર્સ કોણ છે.હિતેન કુમારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ પોતે અમિતાભ બચ્ચન, નાના પાટેકર, સંજીવ કુમાર, કાજલ, વિદ્યાબાલન અનેવહીદા રહેમાનના ચાહક છે.તો હું જાનવરોનો ડૉક્ટર બન્યો હોત.હિતેન કુમારને પશુ-પ્રાણીઓ પ્રત્યે અનહદ પ્રેમ છે. એક વખત એક ઈન્ટરવ્યૂમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તે અભિનેતા ન બન્યા હોત તો શું બન્યા હોત? તેના જવાબમાં હિતેન કુમારે જણાવ્યું હતું કે હું જાનવરોનો ડૉક્ટર બન્યો હોત.
કેમ કે મને પશુઓ પત્યે ખુબ જ લાગણી છે.નવરાશની પળોમાં છે વાંચનનો શોખ.હિતેન કુમારને નવરું બેસવું જરા પણ પસંદ નથી. તેમના પરિવારજનો હિતેન કુમારને વર્કોહોલિક ગણે છે. નવરાશની પળોમાં વાંચન કરે અથવા ફિલ્મો જુવે પણ સાવ ફ્રી બેસી રહેવું ગમતું નથી.અર્બન ગુજરાતી ફિલ્મોનો છે વિરોધ.હિતેન કુમાર હાલ બની રહેલી અર્બન ગુજરાતી ફિલ્મો પ્રત્યે અવાર નવાર પોતાનો અણગમો વ્યક્ત કરી ચૂક્યા છે.તેમનું કહેવું છે કે ‘અર્બન ગુજરાતી ફિલ્મ’ એ સંપૂર્ણપણે હાસ્યાસ્પદ શબ્દ છે.
વિશ્વમાં ક્યાંય ફિલ્મો, નાટક કે સાહિત્ય માટે રૂરલ કે અર્બન હોતું નથી. અમુક ફિલ્મોને બાદ કરતાં બીજી ફિલ્મો પીટાઈ ગઈ છે. આનો દોર લાંબો ચાલવાનો નથી.અભિલાષા’ સીરિયલથી ટીવીમાં ડેબ્યુ.નાટકો અને ફિલ્મો બાદ હવે હિતેન કુમારે નાના પડદે ચમક્યા છે.
તેઓએ ગુજરાતી ટીવી સીરિયલ ‘અભિલાષા’માં ડેબ્યૂ કર્યું છે.હિતેન કુમારે તેની કારકીર્દીમાં અનેક પ્રકારના રોલ કર્યા છે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ સ્ટાર હિતેન કુમારની દેશ રે જોયા દાદા પરદેશ જોયા આજની તારીખે સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મોમાંની એક છે. તેમના સ્ટારડમે ન માત્ર ગ્રામીણ ઓડિયન્સના દિલ જીત્યા છે.
પરંતુ અર્બન ગુજરાતી સિનેમામાં પણ તેમના ઘણા ચાહકો છે.સિલ્વર સ્ક્રીન પર લાંબો સમય દર્શકોનું મનોરંજન કર્યા બાદ હિતેન કુમાર હવે નાના પરદે ગુજરાતી શો અભિલાષા સાથે ડેબ્યુ કરવા જઈ રહ્યા છે.ગુજરાતી ફિલ્મો હવે રાષ્ટ્રીય સ્તરે બધાનું ધ્યાન ખેંચી રહી છે ત્યારે હિતેન કુમાર ગુજરાતી ટેલિવિઝન તરફ વળી રહ્યા છે.તેમના આ નિર્ણય વિષે તેઓ જણાવે છે, “લોકો સુધી પહોંચવા માટે ટીવી એક મજબૂત માધ્યમ છે.
પરંતુ ગુજરાતી ટીવી હજુ સુધી ખાસ એક્સપ્લોર થયું નથી. આપણે ગુજરાતી ફિલ્મો વિષે વાત કરીએ છીએ પરંતુ ટીવી વધુમાં વધુ લોકો સુધી પહોંચે છે.” ઈન્ડિયન ટેલિવિઝન પર જે શો દેખાડાય છે તે આધુનિક માનસિકતા કરતા સાવ વિપરીત હોય છે.હિતેનને લાગે છે કે ગુજરાતી ટીવી શો આપણી સંસ્કૃતિ સાથે વધુ જોડાયેલા હોવા જોઈએ અને તેની વાર્તા એવી હોવી જોઈએ કે આખા રાજ્યના લોકો તેની સાથે પોતાની જાતને જોડી શકે. હિતેન જણાવે છે, “આપણી મોટા ભાગની ગુજરાતી ફિલ્મ કે શો બોલિવુડ ફિલ્મો કે હિંદી શોની નકલ કરવાની કોશિશ કરે છે
પરંતુ આપણા શો એવા હોવા જોઈએ જે ગુજરાતની સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે. ગુજરાતના ગામડામાં બેઠેલો વ્યક્તિ ત્યારે જ શો સાથે પોતાની જાતને જોડી શકશે જ્યારે સીરિયલના પાત્રો તેના જેવા હોય.નાગિન કે સાસ-બહુની વાર્તા કરતા તેમના જીવનની વાત કરે એવા શો બને તો લોકોને વધુ રસ પડે.” ઉલ્લેખનીય છે કે હિતેન કુમારે અત્યારે ફિલ્મોમાંથી બ્રેક લીધો છે. છૂટી છવાઈ ફિલ્મોમાં તેમની ઝલક જોવા મળે છે.
તે જણાવે છે કે હવે તે કારકિર્દીના એ મુકામ પર પહોંચી ગયા છે જેમાં તે વિવિધ માધ્યમ પર પ્રયોગો કરવા માંગે છે. તેઓ કહે છે, “મેં ઘણા લાંબા સમય સુધી ફિલ્મો કરી અને હવે મેં નક્કી કર્યું કે મારે વધુ એક્સપ્લોર કરવું છે.આથી મેં એક વર્ષ થિયેટર કર્યું, મારા નાટક માટે વિવિધ જગ્યાઓએ ટ્રાવેલ કર્યું. હવે હું જીવનનું એક વર્ષ ટીવીને આપવા માંગું છું. મને લાગે છે કે ટીવીમાં એક્ટર્સને ઘણો સારો સ્કોપ છે. તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો ઘણા સારા શો બની શકે તેમ છે.