ઇ.સ 1921માં નોબલ પુરસ્કારથી સન્માનિત વિશ્વના વૈજ્ઞાનિક પરમાણુ અને સાપેક્ષતાના સિદ્ધાંતના શોધક, આઈન્સ્ટાઈને પોતાના જીવનના અંતિમ સમયમાં હતા ત્યારે એક અમેરિકન પત્રકારે તેમને પૂછ્યું, ‘સર તમે આ સદીના મહાન વૈજ્ઞાનિક છો, તમારી છેલ્લી ઇચ્છા શું છે. જો તમે પુન: જન્મ લેશો, તો પછીના જીવનમાં તમે શું બનવાનું પસંદ કરશો.’
આઈન્સ્ટાઈન થોડીક વાર વિચાર કર્યા પછી બોલ્યા કે”કઈ પણ બનીશ પણ વૈજ્ઞાનિક નહી બનું ” પત્રકારએ આ સદીના સફળ મહાન વૈજ્ઞાનિકના મોઢેથી આવા વાક્યો સાભંળી આશ્ચર્ય થયું, પત્રકારે ફરી પુછયું ,’સર ! તમે આવી વિચિત્ર વાત કરો છો. આટલા મોટા મોટા આવિષ્કાર કર્યા પછી તમે વૈજ્ઞાનિક બનવા કેમ નથી માંગતા,આવું કેમ.
આઈન્સ્ટાઈન થોડું હસ્યા પછી ગંભીર થઇને બોલ્યા, ‘મે જાણે કેટલા વૈજ્ઞાનિક તત્વોઅને સત્યની શોધમાં જ પોતાનું આખું જીવન વ્યતીત કરી નાખ્યું, પણ હવે મને અનુભવ થાય છે કે જીવન ના આ પડાવમાં ખાલી જ જઈ રહ્યો છુ, મે આ વાક્ય પર વિચાર જ નથી કર્યો, જો આ બધા વૈજ્ઞાનિક તત્વો અને શક્તિઓની શોધ કરનારા હતા. એ આવિષ્કારકને ના શોધી શક્યો જેને આ બધા આવિષ્કારની શોધ કરી’
તેમને આગળ કહ્યું ,હું મરી જાવ તારે આઈન્સ્ટાઈન તો નહી રહે પણ મારા માંથી તે તત્વ શોધવાનું રહી ગયું ,જેને મને આઈન્સ્ટાઈન બનાવ્યો મારા અંતિમ જીવનમાં મને આ વાતનું દુઃખ છે અને રહેશે કે વૈજ્ઞાનિક હોવા છતાં પણ હું શું શોધવામાં રહી ગયો, પણ પોતાની ખોજ કરી ના શક્યો, તે અજાણ્યા વિચાર, સત્ય અને આત્મ તત્વ પર શોધ બાજુ મારૂ ધ્યાન કેમ ના ગયું. જો પુન: જન્મ થાય અને મારો પુન:જન્મ થાય તો ભગવાન થી મારી એક જ પ્રાર્થના છે કે આગલા જન્મમાં હું આત્મદશી બનુ અને જીવનમાં તથા પરમ શક્તિના તથ્યોથી આત્મ સાક્ષાત કરવામાં સફળતા પ્રાપ્ત કરુ.