જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, તમારા જન્મનો દિવસ અને સમય તમારા વિશે ઘણું કહે છે.તે જ્યારે તમારી કુંડળીના ગ્રહો અને નક્ષત્રોની વ્યાખ્યા સમજાવે છે, ત્યારે તમારા વ્યક્તિત્વની પણ પરિભાષા કરે છે. જો કે, તમારા વિષય વિશેની માહિતી મેળવવા સિવાય, તેના દ્વારા તમે તમારું નસીબ પણ ચમકાવી શકો છો.
અંકશાસ્ત્ર અનુસાર કરો આ ઉપાય.
હા, જ્યોતિષવિદ્યા માને છે કે જે દિવસે કોઈ વ્યક્તિનો જન્મ થાય છે, જો તે તારીખને ધ્યાનમાં રાખીને દરરોજ કેટલાક શાસ્ત્રીય પગલાં લેવામાં આવે તો ભવિષ્યના દરેક સંકટને દૂર કરી શકાય છે.
અંકશાસ્ત્ર અનુસાર કરો આ ઉપાયો.
આની સાથે આ ઉપાયોથી સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા લાવનારા હોઈ છે. જો તમે તમારું નસીબ સુધારવા માંગતા હો, ત્યારે તે તમારા માટે ઉપયોગી થઈ શકે છે,તે શરતે કે તેને દરરોજ કરવામાં આવે.
અંકશાસ્ત્ર અનુસાર કરો આ ઉપાય.
તો ચાલો એક એક કરીને જન્મ તારીખ અનુસાર તમને આગળની સ્લાઇડ્સમાં જણાવીએ, કે કયો ઉપાય તમારું નસીબ ચમકાવી શકે છે. આ ઉપાય દરરોજ કરવાથી શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત થાય છે. આ જાતક જેમનો જન્મ 1, 10, 19 અથવા 28 ના રોજ થયો છે , તેમનું મૂલ્ય 1 હોય છે. 1 અંકના જાતક મજબૂત વ્યક્તિત્વ વાળા હોઈ છે. આ લોકો કોઈ પણ વિસ્તારમાં હોઈ છે તે પોતાને સાબિત કરીને જ રહે છે. તેઓએ દર રવિવારે કંઇક ગળ્યું જરૂર ખાવું જોઈએ.
અંક 1.
આ સિવાય રૂબી રત્ન પહેરવું તમારા માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. તમે દરરોજ ‘ૐ સૂર્યાય નમઃ’ મંત્રનો જાપ કરીને દરરોજ ભગવાન સૂર્યને જળ અર્પણ કરો.
અંક 2.
2, 11, 20 અને 29 તારીખના રોજ જન્મેલા જાતકનો અંક 2 છે. સુખ અને સંપત્તિ મેળવવા માટે તેઓએ દર સોમવારે વ્રત કરવું જોઈએ. સફેદ અથવા હળવા રંગના કપડાં તમારા માટે શુભ છે. દરરોજ કેળાના ઝાડને જળ જરૂર અર્પણ કરો.
જોઈએ.
અંક ૩.
જો તમારો જન્મ, 3,12, 21 અથવા 30 તારીખે થયો છે તો અંક 3 તમને પ્રતિનિધિત્વ કરે છે.ધન સંપત્તિની ઈચ્છા રાખો છો,તો પછી દર ગુરુવારે પીળા રંગનાં કપડાં જરૂર પહેરો. ભગવાન વિષ્ણુ અથવા તેમના અવતારોની ઉપાસના કરો, તેમને પ્રસન્ન કરવા માટે તમામ પ્રયત્નો કરો. તેઓ તમારી દરેક ઇચ્છા પૂરી કરી શકે છે.
અંક 4.
4, 13, 22 અથવા 31 તારીખે જન્મેલા લોકો 4 નંબર હેઠળ આવે છે. ઇચ્છિત ફળ મેળવવા માટે તમારે દરરોજ ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ. જો દરરોજ શક્ય ન હોય તો બુધવારના દિવસે ગણેશજીની પૂજા કરો અને ગણેશ મંદિરે પણ.
અંક 5.
5, 14 અથવા 23 તારીખે જન્મ લેનારા જાતકનો અંક 5 હોય છે. જો તમારી પાસે પણ અંક 5 છે, તો પછી દર બુધવારે ગાયને લીલી ઘાસ ખવડાવો. દરરોજ ગણેશ સ્ત્રોતનો જાપ કરો અને શક્ય હોય તો તમે પન્ના રત્ન ધારણ કરી શકો છો. આ તમારું ભાગ્યશાળી રત્ન છે.
અંક 6.
6,15 અથવા 24 તારીખે જન્મે લેનારા જાતકોનો અંક 6 પ્રતિનિધિત્વ કરે છે. તેઓએ દર શુક્રવારે કંઇક મીઠું ખાવું જોઈએ, તે શુભ છે. ‘ફિરોઝા’ રત્ન તમારા માટે ભાગ્યશાળી છે, પરંતુ તેને કોઈ જ્યોતિષની સલાહથી જ ધારણ કરો.
અંક 7.
જો તમારો જન્મ 7, 16 અથવા 25 તારીખે થયો છો, તો તમારો અંક 7 છે. તમારે કાળા કૂતરાઓને દરરોજ રોટલી ખવડાવવી જોઈએ. આ સિવાય શિવ મંદિરમાં જાવ અને શિવ મંદિરમાં જઈને શિવજીને જળ અર્પણ કરો.આ બે ઉપાય દરરોજ કરવાથી તમારા બધા સંકટ દૂર થઈ શકે છે.
અંક 8.
8, 17 અથવા 26 ના રોજ જન્મે લાનારા જાતકનો અંક 8 છે. જો આ તમારો અંક છે, તો તમારે દર શનિવારે પીપળાના ઝાડને જળ અર્પણ કરવું જોઈએ અને શનિદેવની સામે દીવો પ્રગટાવવો જોઈએ. કોઈ જ્યોતિષની સલાહથી તમે નીલમ રત્ન પણ પહેરી શકો છો.
અંક 9.
9, 18 અથવા 27 તારીખે જન્મેલા જાતકનો અંક 9 છે, તેઓએ તેમની ઇચ્છા પૂરી કરવા માટે હનુમાનજીના શરણમાં જવું જોઈએ. દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરવાથી તમારા જીવનના સંકટ દૂર થઈ શકે છે.
અંક 9.
દરરોજ નહીં, તો ઓછામાં ઓછા દર મંગળવારે હનુમાનજીના મંદિરે જરૂર જાવ અને હનુમાનજીની પૂજા કરો. જો તમે માંસાહારી ખોરાક ખાતા હોવ તો ઓછામાં ઓછું મંગળવારે તેને ટાળો.
કામ આવશે આ ઉપાય.
ઉપર જણાવેલા આ બધાં ઉપાય જો તેમના અંક પ્રમાણે કરે તો જીવનનાં દરેક સંકટને દૂર કરી શકાય છે. આ ઉપાય ગ્રહ દોષોને દૂર કરે છે અને જીવનમાં ખુશીઓ લાવા માટેનું કામ કરે છે.