આજે અયોધ્યા રામ મંદિર મુદ્દે મહત્વ નિર્ણય આવી ચુક્યો છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે જે જમીન મુદ્દે આટલો વિવાદ થઈ રહ્યા છે તે જમીન કેવી દેખાઈ છે. ગ્રાફિક મેપની મદદથી આપણે આ જમીન મુદ્દે જાણીએ લઈએ અને એ પણ જાણીએ લઈએ કે આ જમીન માટે કઈ રીતે બંને પક્ષો આટલાં બધાં વર્ષો સુધી લડી રહ્યા હતાં. આ તમામ બાબત આપણે ગ્રાફિક મેપ ના આધારે જાણી લઈએ.
અયોધ્યામાં બાબરી મસ્જિદ મુદ્દે 1993માં લગભગ 2.77 એકર ની વિવાદિત જમીન તથા તે ઉપરાંત 67 એકર જમીનનું સંપાદન સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. પહેલાં ની વાત કરીએ આ 67 એકર જમીનમાંથી રામ જન્મભૂમિ ટ્રસ્ટ ના ખાતે 43 એકર જમીન આવી હતી જે આગળ જતાં વિવાદ માં સર્જાય હતી.
લગભગ 1992માં બાબરી વિવાદ પહેલા આશરે 2.77 એકર જમીન ઉપર મુજબ દેખાતી હતી. જેમાં અસ્થાયી રીતે રામલલા હાજર હતા નું દર્શવાયું છે. વધું માં અહીં સીતા રસોઈ સાથે સિંહ દ્વાર તથા હનુમાન દ્વાર અને રામ ચબૂતરો પણ હતા જે સાબિત થઈ ગયું છે.
પેહલાં કોર્ટ ના નિર્ણય ની વાત કરીએ તો અલાહાબાદ હાઇકોર્ટના નિર્ણય બાદ જમીનની વહેંચણી ઉપર મુજબ થઈ હતી. જેમાં રામ ચબૂતરો સીતા રસોઈ ભંડાર સાથેજ નિર્માહી અખાડાને સોંપવામાં આવ્યાં હતાં. જમીનની બાકીનો હિસ્સો સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડને સોંપવામાં આવ્યો હતો જે હવે તમામ હીસ્સો હિંદૂ ઓ ના પક્ષમાં આવી ગયો છે. તમે ગૂગલ મેપ પરથી પણ આ વિવાદી જમીન જોઈ શકો છે. ગૂગલ મેપમાં તમે સરકાર તરફથી સંપાદિત કરવામાં આવેલી જમીનને ગૂગલ મેપ પરથી જોઈ શકો છો. આ મેપ માં 2.77 એકર જમીન પણ નજરે પડી રહી છે. હોવી અયોઘ્યા માં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે.