સમાગમ દરમિયાન સ્ત્રી ઇચ્છતી હોય છે કે તેનો પાર્ટનર એવું જ કરે, જેવું તે ઇચ્છે છે પણ સ્ત્રી ખરેખર શું ઇચ્છતી હોય છે, તે પુરુષો માટે કોયડારૂપ હોય છે. સમાગમ અંગે વિચારવું એ કાંઈ એકલા પુરુષોનો જ ઇજારો નથી. દુનિયાની મોટાભાગની સ્ત્રીઓ પુરુષોની જેમ જ સમાગમ અંગે વિચારતી હોય છે. એટલું તો ઠીક વિચારતાં-વિચારતાં સ્ત્રીઓ એવી કાલ્પનિક દુનિયામાં ખોવાઈ જાય છે.
સ્ત્રીઓ સેક્સની સાથે રોમાંસ પણ ઇચ્છે છે. તેને કારણે સમાગમ માટેની તેની આશાઓ કે ઇચ્છાઓ પુરુષો વિચારે છે તેના કરતાં અલગ હોય છે. પુરુષો આ બધી વાતો જાણી-સમજી શકતો નથી એટલે તેનો પાર્ટનર કયા પ્રકારનો પ્રેમ કે સેક્સ ઇચ્છે તે તેના માટે યક્ષપ્રશ્ન બની રહેતો હોય છે.
દરેક સ્ત્રીના સમાગમ અંગેના વિચારો અને ઇચ્છાઓ જુદી-જુદી હોય છે. બધી વાતો સ્ત્રીઓ પર એકસરખી રીતે લાગુ પાડી શકાતી નથી. તેથી દરેક પુરુષે પોતાની પાર્ટનરની ઇચ્છાઓને એનકેન પ્રકારેણ પણ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ.
જો તમે તમારી પાર્ટનરની સમાગમ અંગની કેટલીક ઇચ્છાઓને જાણી લો તો સમાગમનો ભરપૂર આનંદ માણી શકશો. સુખદ સમાગમ માટે જાણી લો કે સ્ત્રીઓ બેડ પર શું ઇચ્છે છે. દરેક વખતે કંઈક નવું જેમ એક જ પ્રકારની વાનગી સવાર-સાંજ ખાઈને કંટાળેલી વ્યક્તિ કોઈ નવી વાનગી શોધે છે. તે જ રીતે દરેક મહિલા પોતાના જીવનમાં પણ કંઈક નવું શોધે છે. જો રતિક્રિડા (સમાગમ) વખતે તમે તમારી પાર્ટનરને નવી-નવી રીતો અને આસનો અજમાવીને તેન ખુશ કરવાનો પ્રયત્ન કરશો તો તે તમારી વધારે નજીક આવશે. આ સિવાય સમાગમ પહેલાં વિવિધ પ્રકારની ગિફ્ટ, અનોખા અંદાજમાં પ્રેમની ઇચ્છા પ્રકટ કરવાથી તે દરેક વખતે તમારી વધારેને વધારે નજીક આવશે.
મોટાભાગની મહિલાઓને સમાગમ દરમિયાન પોતાના પાર્ટનર પર હાવી થવું અને થોડે ઘણે અંશે વાઈલ્ડ બનવું પસંદ હોય છે. સમાગમ દરમિયાન જો તે પુરુષની ઉપર આવી જાય છે ત્યારે કેટલીક વાર હિંસક પ્રવૃત્તિઓ પણ દર્શાવે છે. જેમકે પુરુષને પોતાના હાથ અને શરીર વડે એકદમ જકડી લેવો, પાર્ટનરને છાતી, ગળું, ગાલ, હાથ વગેરે જગ્યાઓ પર બચકું ભરવું, પોતાના પાર્ટનરના લિંગને પકડવું કે તેના પર મસાજ કરવી વગેરે. જો તમારી પાર્ટનર આવું કરતી હોય તો તેને રોકશો નહીં, કારણ કે તે તેમના પ્રેમનો જ એક ભાગ છે. આ બાબત એટલી પણ હિંસક નથી કે તે તમને નુકસાન પહોંચાડે. માટે પાર્ટનરની આવી પ્રવૃત્તિથી ડરશો નહીં, પરંતુ સાથ આપજો.
વિવિધ ક્રિયાઓ કે આસનો
સમાગમ દરમિયાન સ્ત્રી ઇચ્છતી હોય છે કે તેનો પાર્ટનર એવું જ કરે, જેવું તે ઇચ્છે છે. જેમ કે સમાગમ માટેની શરૂઆત પાર્ટનર તેના પગ, ગળા, પીઠ પર ચુંબન દ્વારા કરે. ફોર-પ્લેને વધારે સમય આપે વગેરે. માત્ર પુરુષો જ નહીં, પરંતુ સ્ત્રીઓ પણ પોજીશન બદલી-બદલીને સમાગમ કરવાનું પસંદ કરે છે. તેનાથી ચરમસીમા સુધી પહોંચવામાં સરળતા રહે છે. તેથી તમારી પાર્ટનરને ખુશ કરવા પોઝિશન બદલી-બદલીને એટલે કે વિવિધ આસનોનો ઉપયોગ કરીને સમાગમ કરો. વાત્સાયન ઋષિએ પોતાના પુસ્તક કામસૂત્રમાં સમભોગ માટેના ૮૪ આસનો વર્ણવ્યા છે.
પગનો અંગૂઠો શરીરનો ઘણો સંવેદનશીલ ભાગ છે અને સમાગમ દરમિયાન તેને ક્યારેય ન ભૂલવો જોઈએ. જીભની મદદથી તમે પાર્ટનરના પગનો અંગૂઠો પણ ચૂમી શકો છો.
સ્ત્રી-પુરુષ બંનેના શરીરનો સૌથી ઉપેક્ષિત અને કામોત્તેજક સ્પોટ નાભિ છે. નાભિનો ભાગ ખૂબ જ સંવેદનશીલ હોય છે. તમે તમારી જીભનો ઉપયોગ નાભિ પર ધીમે-ધીમે અને સતત કરો, ત્યારબાદ નાભિથી પેટના બાકીના ભાગોને પણ જીભનો આ જ રીતે સ્પર્શ આપો. પછી બહુ જલદી જ તમને તમારા પાર્ટનર અને સમાગમમાં બહુ મોટો ફર્ક જોવા મળશે.
પુરુષોને પોતાની છાતી પર ખૂબ જ ગર્વ હોય છે અને એ જ ગર્વનો અનુભવ તમે કરાવશો તો તે પોતાને વધારે આત્મવિશ્વાસી અને વખાણને લાયક સમજશે. પાર્ટનરને આ અનુભવ કરાવવા તમારે શું કરવાનું છે, એ કદાચ હવે કહેવાની જરૂર નથી. તમારી જીભથી પાર્ટનરની છાતી પર ફેલાઈ રહેલી આ ઉત્તેજનાઓની જાદૂઈ અસર સમાગમમાં ચોક્કસ જોવા મળશે.
પાર્ટનરને જીભથી એક્સાઈટ કરવા દરમિયાન હોઠનો ઉપયોગ કરવો પણ જરૂરી છે. આવું કરતા પહેલાં તમે થોડો સમય પાર્ટનર સાથે સામાન્ય રીતે જ પસાર કરો અને પછી ધીરેધીરે પાર્ટનરને પંપાળવાનું શરૂ કરો. પછી તેને આ ‘ડબલ એટેક’થી સરપ્રાઈઝ કરો.
ખભા અને કાનની આસાપાસની જગ્યા વધુ સેન્સિટવ હોય છે. જ્યારે તમે તમારી જીભનો સ્પર્શ આ જગ્યા પર આપશો તો તમે વિચારી પણ નહીં શકો કે તેની પ્રતિક્રિયા તમને કેટલી ઝડપી મળી શકે છે
ફોર-પ્લે
ફોર-પ્લે જેને ફોર સેક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. એક સંશોધન પ્રમાણે પુરુષો કરતાં મહિલાઓને ફોર-પ્લે એટલે કે સમાગમ પહેલાંની ક્રિયાઓ વધારે પસંદ હોય છે. તેનાથી સ્ત્રીઓમાં ઉત્તેજના વધે છે. તેથી ફોર-પ્લે કરતી વખતે એવું ન વિચારશો કે તમે તમારી પાર્ટનરને માત્ર ઉત્તેજિત કરવા માટે જ આ ક્રિયાઓ કરી રહ્યાં છો, પરંતુ તેને ગમે છે એટલા માટે કરી રહ્યાં છો. તેથી વધારેમાં વધારે ફોર-પ્લે કરો. શક્ય હોય તો સંભોગ ત્યાં સુધી ન કરશો, જ્યાં સુધી તમારી પાર્ટનર તમને ન કહે.
બળજબરી નહીં
સ્ત્રીઓને બળજબરી જરાય પસંદ હોતી નથી, ખાસ કરીને સમાગમની બાબતમાં તો નહીં જ! તેની પાછળ મનોવૈજ્ઞાનિક કારણો જવાબદાર છે. પોતાનો પાર્ટનર બળજબરી કરે તો તેને એવું લાગે છે કે તે પોતાની લાલસા પૂરી કરવા માટે તેમનો ઉપયોગ કરી રહ્યો છે. ઘણીવાર તે વિચારે છે કે તેમનો પાર્ટનર તેમની નજીક ત્યારે જ આવે છે, જ્યારે તેને સમાગમ કરવાની ઇચ્છા હોય છે.