કેટલાક લોકોને મુસાફરી દરમિયાન માથાનો દુખાવો, ઉલટી અથવા પેટમાં દુખાવો જેવી તકલીફો થતી હોય છે. જેના કારણે, તેમની મુસાફરી હંમેશા બગડે છે. સાથે-સાથે અન્ય લોકોના આનંદમાં પણ ખલેલ પહોંચે છે. મુસાફરી દરમિયાન વારંવાર ઉલ્ટી થવાના કારણે અતિશય થાક અને સુસ્તી થવા લાગે છે. મુસાફરી દરમિયાન અનેક લોકોને ઉલટી આવે છે. કેટલાક લોકોને વાહનોના ધુમાડાથી, તો કેટલાક લોકોને બંધ ગાડીમાં આવી સમસ્યા થવા લાગે છે.
કેટલાક લોકો બોટમાં બેસે તો આવી સમસ્યા ઊભી થાય છે. ઊલટી એક સામાન્ય બાબત છે, પરંતુ જ્યારે પણ આપણે મુસાફરી કરવા નીકળીએ છીએ, તો આ કારણથી આપણી બધી એનર્જી પૂરી થઈ જાય છે. પરંતુ કેટલાક ઘરેલું ઉપાયોથી તમે આ સમસ્યાનો સામનો કરી શકો છો.
જો તમે બસ અથવા કાર દ્વારા લાંબી મુસાફરી કરવા જઇ રહ્યા છો અને તમને ઉલટી થવાની સમસ્યા છે, તો તુલસીના પાન તમારી સાથે રાખવાનું ભૂલશો નહીં. જ્યારે પણ તમને મુસાફરી દરમિયાન ઉલટી થવાની લાગણી થાય ત્યારે તુલસીના પાનને તમારા મોંમાં નાખો.જો તમને તુલસીના પાન ન ગમે તો તમે તુલસીના પાનનો રસ પણ કાઢી શકો છો અને તેને તમારી પાસે રાખી શકો છો. આ મુસાફરી દરમિયાન આવતી ઊલટી અને ઊબકાની સમસ્યાઓથી બચાવી શકે છે.
આદુમાં ઘણા પ્રકારના ઔષધીય ગુણધર્મો હોય છે, જેના કારણે શરદી અને તાવ એક ચપટીમાં દૂર થાય છે. તે જ સમયે, આદુ મુસાફરી દરમિયાન ઉલટીની સમસ્યાથી પણ બચાવે છે. હકીકતમાં, આદુમાં એન્ટિમિમેટિક તત્વો હોય છે, જો બસ અથવા કારમાં મુસાફરી કરતી વખતે ઊબકા અને ઊલટી થવાની સમસ્યા હોય, તો આદુની ગોળીઓનું સેવન ફાયદાકારક થઈ શકે છે. જો શક્ય હોય તો, મુસાફરી દરમિયાન કાચું આદુ સાથે રાખો અને જો ગભરાહટ થાય તો તરત જ આદુનો ટુકડો ચૂસી લો.
ડુંગળીનો રસ ઉલટીમાં પણ રાહત આપે છે, એક ચમચી ડુંગળીનો રસ પીવાથી અને એક ચમચી આદુનો રસ ઉમેરવાથી રાહત મળે છે. ઘર છોડતાં પહેલાં લગભગ એક કલાક પહેલાં આ જ્યુસ પીવો. યાત્રા દરમિયાન કોઈ મુશ્કેલી નહીં આવે. તમે જ્યારે પણ બહાર ફરવા નીકળો ત્યારે ખાલી પેટ ન રહો, આવું હંમેશા યુવતીઓ સાથે થાય છે. આવામાં મુસાફરી દરમિયાન પેટમાં ગેસ બને છે, જેને કારણે જીવ ઉંચોનીચો થયા કરે છે. અને થોડા સમય બાદ ઉલટી થાય છે.
એક બોટલ ની અંદર લીંબુ અને ફુદીનાનો રસ ઉમેરી તેની અંદર સિંધવ મીઠું ઉમેરી અને તેને સાથે રાખો અને જ્યારે પણ ઊલટીની સમસ્યા થાય ત્યારે તેનો સેવન કરવાથી સમસ્યા દૂર થઈ જાય છે. આમ પણ પેટ ની દરેક સમસ્યા માં લીંબુ અને ફુદીનાનું પાણી ખુબ ફાયદાકારક હોય છે. તાજી ઠંડી હવા પણ ઊલટી અથવા ઉબકમાં થોડી રાહત આપી શકે છે. જે લોકોને મુસાફરી દરમિયાન ઊલટીની સમસ્યા હોય છે, તેઓ કારનું એસી બંધ કરીને બારીથી તાજી હવા લેવી જોઈએ.
રૂમાલ પર ફુદીનાના તેલના થોડા ટીપા છંટકાવ કરવાથી અને મુસાફરી દરમિયાન તે સૂંઘવાથી ઊલટી થતી નથી. ફુદીનાના પાનને હૂંફાળું પાણીમાં નાખીને અને 1 ચમચી મધ નાખી આ મિશ્રણ બહાર જતા પહેલા પી લેવું. આ તમને ઘણો આરામ આને મદદ આપશે. દાડમનો પાઉડર અથવા આદુ ખાવાથી પણ મુસાફરીમાં થતી ગભરાટ દૂર થાય છે. જ્યારે પણ તમે મુસાફરી માટે નીકળો ત્યારે એક લીંબુ તમારી સાથે રાખવું. આ કરવાથી ઉલટી થશે નહીં.