જો શરીરની થોડી પણ કાળજી રાખવાનું ભૂલી જઈએ તો તરત શરદી કે તાવ આવી જાય છે અથવા ગળામાં ઇન્ફેકશન લાગી જતા હોય છે. જો આ શરૂઆતના રોગોને મટાડવામાં પૂરતું ધ્યાન આપવામાં નો આવે તો એ વધી જઇને આપણને વધારે બીમાર કરી શકે છે.
શરદી, કફ, તાવ અને ઉધરસ જેવી બીમારીઓની દવા લેવા તમારે કોઈ ડૉક્ટર પાસે જવાની જરૂર નથી હોતી. આજે અમે તમને એવા ઘરગથ્થું ઉપચારો જણાવી રહ્યા છીએ તેનાથી રાહત મેળવી શકો છો. ગળાનો સોજો અથવા ગળાનો દુ:ખાવો દૂર કરવા માટે અજમાની 2 ચમચી-ભરી અજમાને અડધા લિટર પાણીમાં પંદર-વીસ મિનિટ ઉકાળીને ગાળી લો અને તેમાં થોડું એવી મીઠું ભેળવી દો.
આ પાણીથી સવારે અને રાત્રે સુતા પહેલા કોગળા કરો, તરત જ લાભ થશે. ગળામાં સોજો આવી ગયો છે અને કફ નીકળે છે, તો રાત્રે સુતા પહેલા અડધી ચમચી અજમાને ખૂબ ચાવીને ઉપરથી ગરમ પાણી પી લો. તેનાથી કફ બનવાનું બંધ થઇ જાય છે.
કફ માટે ગળો અને મધનું સેવન ફાયદાકારક છે. ઘણા વ્યક્તીને શરદી અને ઉધરસ આવતી હોય છે. આ સમસ્યા માટે કફ જવાબદાર છે. દરરોજ બે ચમચી ગળોનો રસ પીવાથી કફ સંપૂર્ણ નાશ પામે છે. ગળો શરીરને અને લોહીને શુદ્ધ કરવાનો ગુણ ધરાવે છે જેના લીધે ફેફસા, શ્વાસનળી અને નાક સાફ રહે છે અને કફ હોય તો તે મળ દ્વારા બહાર નીકળી જાય છે. મધ સાથે ગળોનું સેવન કરવાથી કફ મટે છે.
શરદી, કફ, ઉધરસ પર એક ચમચી જેઠીમધ નો પાઉડર, અડધી ચમચી તજ નો પાઉડર, ૩-૪ લવિંગ પાણીમાં ઉકાળી લો. પછી ગાળી તેમા એક ચમચી મધ મિક્સ કરીને પીવો. એક કપ પાણીમાં ૩-૪ લવિંગ,એક એલચી નો દાણો નાખી ઉકાળી અને ગાળી, ચા ની જેમ પીવો. ફુદીનાના ૧૨-૧૫ પાન ને એક કપ પાણીમાં ઉકાળી ગાળી ચાની જેમ સવાર સાંજ પીવો.
શરદી અને કફ માટે ફૂદીનાની ચટણી ખૂબ ફાયદાકારક છે. રોટલી કે ભાખરી સાથે ખાઈ શકો છો. ફૂદીનો, ખારેક ,લીંબુ, મરી, જીરું, અને ગોળ વિગેરે ને મિક્સ કરી છૂંદી ને તેની ચટણી બનાવી શકાય. ફૂદીના ના પાન, કેરી, મીઠું, લસણ વગેરે નાખી ને છૂંદી ને પણ ચટણી બનાવી શકાય.
શરીરમાં કફનું પ્રમાણ વધી ગયું હોય અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તેઓ આવી સ્થિતિમાં કફને બહાર લાવવા માટે 2 કપ પાણીમાં 10 ગ્રામ જેઠીમધનુ ચૂર્ણ નાખીને ઉકાળતા જેમાંથી અડધું બળી જાય ત્યારે તેને ઉતારીને ગાળીને ઠંડું થયા બાદ તેમાં 3 વાટેલી રાઈ નાખીને પીવાથી ઉલટી થઇ જાય છે. આ પ્રયોગ કરવાથી પેટમાં જામેલો કફ નીકળી જાય છે.
જો તમને શરદી, ઉધરસ, કફ હોય તો એક ચમચી અજમો, ૧/૨ સિંધાલૂણ મીઠું, ૩-૪ લવિંગ ને એક કપ પાણીમાં ઉકાળી ગાળી લો હવે તેમાં એક ચમચી મધ કરીને પીવો. એક કપ ગરમ પાણીમાં એક ચમચી બેકિંગ સોડા અને એક ચમચી મીઠું મિક્સ કરી સવાર – સાંજ તેનાથી કોગળા કરો.