હાર્દિક પટેલ નું આંદોલન પહેલાંજ દિવસે રંગ લાવી ગયું હોય તેમ લાગી રહ્યું છે.આંદોલન ના પહેલાંજ દિવસે સરકારે ખેડૂત સહાય પેકેજ ની રકમ જાહેર કરી દીધી છે.ખેડૂતોના પ્રશ્નોથી ઘેરાયેલી રાજ્ય સરકારે અંતે કમોસમી વરસાદથી પાક નુકસાની પામેલા ખેડૂતો માટે 700 કરોડના સહાય પેકેજની જાહેરાત કરી છે.આ રાહતની રકમ ખેડૂતોને આરટીજીએસ અથવા તો કલેકટર મારફતે અપાશે.
રાજ્ય સરકાર તરફથી ડે.સીએમે કરેલી આ જાહેરાતમાં તેઓએ કહ્યું કે કુલ 4 લાખ જેટલા ખેડૂતોને કમોસમી વરસાદથી 33 ટકા કરતા વધુ નુકસાન થયું છે તેઓને આ 700 કરોડના સહાય પેકેજમાંથી વળતરની ચૂકવણી કરાશે.ત્યારે હવે સવાલ એ છે કે ખેડુતો ને વ્યક્તિ દીઠ કેટલા રૂપિયા મળશે.સરકારે પેકેજ જાહેર કર્યું છે પરંતુ તેમાં પણ ઘણી જગ્યા એ ભ્રષ્ટાચાર આ રકમ ને ખાઈ જશે.
ત્યારે એ પ્રશ્ન સૌથી વધુ કારગર છે કે ખેડૂતો ની કેટલી રકમ મળશે.શુ જેટલા પાક નું નુકશાન થયું છે તેટલું વળતર તેમને મળશે ખરું આ પ્રશ્ન વધારે ઉગ્ર બની રહ્યો છે.આજે સાંજે નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી જાહેર કરેલા રાહત પેકેજથી ગુજરાતના ખેડૂતોને સૌથી વધારે લાભ થશે. રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત ખરાબ છે.
રાજ્યમાં 87 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર છે.આ વર્ષે પાકની વાવણીથી લણણીના સમયમાં પડેલા વરસાદને પગલે ખેડૂતોને ભારે નુક્સાન પહોંચ્યું છે.નીતિન પટેલે જે ખેડૂતોએ પાકનો વીમો લીધો નથી તે ખેડૂતોને આ સહાય પેકેજનો લાભ મળશે હોવાનું જણાવ્યું છે.જોકે સૂત્રો મુજબ આ ખેડૂતો ને પણ લાભ થવો જોઈએ પાક વીમા વડા અને વિમાવગર ના ખેડૂતોને પણ યોગ્ય વળતર મળવું જોઈએ.
જો ખેડૂતોને તેમનું યોગ્ય વળતર જાહેર થયા બાદ પણ નહીં મળે તો તેના માટે જવાબદાર સરકાર જ હશે.ખેડૂતો ને તેમના પાક નું નુકશાન મુજબનું વળતર તો મડવુંજ જોઈએ.જે ખેડૂતોને 33 ટકાથી વધુ નુક્સાન થયું છે.જેમને એસડીઆરએફ યોજનાનો લાભ મળશે તેવો ખુલાસો કર્યો છે.જે ખેડૂતોએ પાકનો વીમો લીધો નથી તે ખેડૂતોને પણ મળશે લાભ ગુજરાતના તાતને ટેકો આપવાનો સરકારનો નિર્ણય.
બે લાખથી વધુ ખેડૂતોને આર્થિક સહાયનો લાભ મળશે.33 ટકા નુકસાની હોય તે કિસ્સામાં કેન્દ્રીય ધોરણે સહાય કરાશે.કમોસમી વરસાદથી નુકસાની પામેલા ખેડૂતો માટે રાજ્ય સરકારનું રાહત પેકેજ.અંદાજે ૪ લાખ ખેડૂતોને ૭૦૦ કરોડના સહાય પેકેજનો મળશે લાભ.જોકે વક જોતા આવાત સારી કહેવાય કે આખરે ઉંટ પહાડ નીચે આવ્યું જો સરકારે પેહલાથીજ ખેડૂતો ને તેમનું વળતર ચૂકવી દીધું હોટ તો આ નોબત આવત નહીં.