ઘણાં લોકોને પેશાબમાં બળતરાની સમસ્યા થતી હોય છે . જેમાં પેશાબ માર્ગે સંક્રમણ, કિડની સ્ટોન અને ડિહાઈડ્રેશન મુખ્ય કારણો છે. ઘણીવાર ગરમ તાસીરવાળી વસ્તુઓ વધુ પ્રમાણમાં ખાવાથી પણ આ સમસ્યા થાય છે. પેશાબમાં બળતરામાં થવી એ સામાન્ય વાત છે. આ બીમારી મહિલા અને પુરુષ બંનેને થાય તેવી છે. આં સમસ્યાના ઘણા કારણો હોય છે જેમકે મૂત્ર પથ સંક્રમણ, કિડની સ્ટોન્સ કે ડિહાઇડ્રેશન.
શરીરમાં પાણીની કમીને કારણે પેશાબનો રંગ પીળો થઈ જાય છે. અને બળતરા થવા લાગે છે. જેથી આખા દિવસમાં ભરપૂર પાણી પીવાની આદત રાખો. સાથે નારિયેળ પાણીનું સેવન પણ ડિહાઈડ્રેશન અને પેશાબની બળતરાને ઠીક કરવામાં મદદ કરે છે. નારિયેળ પાણીમાં ગોળ અને ધાણાં પાઉડર મિક્સ કરીને પણ પીવાથી ફાયદો થાય છે. ખુબ પાણી પીવું, જેથી શરીરમાં પાણીની કમી ન રહે અને તમારો પેશાબ પણ સાફ રહે. આખા દિવસમાં 7 થી 8 ગ્લાસ પાણી પીવું. જો પેશાબ કર્યા બાદ વધારે સમય સુધી બળતરા રહે તો મૂત્ર પથ સંક્રમણ હોય શકે છે.
કાકડીમાં અઢળક ગુણો રહેલાં છે. તે શીતળ અને પાચક હોવાને કારણે તેનું સેવન કરવાથી પેશાબમાં બળતરાની સમસ્યામાં આરામ મળે છે. અને પેશાબ પણ છૂટથી થાય છે. કાકડીના ક્ષારીય તત્વ મૂત્રાશયના પ્રોપર ફંક્શનમાં મદદ કરે છે. વિટામિન સીથી ભરપૂર ફળો એટલે કે સિટ્રિક ફ્રૂટ પેશાબમાં સંક્રમણ પેદા કરતાં બેક્ટેરિયાને ખતમ કરી દે છે. સાથે પેશાબમાં બળતરાને પણ દૂર કરે છે.
તેના માટે એલચી અને આમળાનો ચૂર્ણ સમાન ભાગમાં લઈને પાણીમાં મિક્સ કરીને પીવાથી ફાયદો થાય છે. નિયમિત દાડમ ખાવાથી અથવા તેનું જ્યૂસ પીવાથી પેશાબમાં બળતરાની સમસ્યામાં આરામ મળે છે. આ સિવાય ફાલસા પણ આ તકલીફમાં લાભકારી છે. સવાર-સાંજ અડધી ચમચી હળદર ફાંકવાથી પણ આરામ મળે છે.
પેશાબની જગ્યાએ કોઈપણ પ્રકારનું ઈન્ફેક્શન ન થાય તે માટે તે જગ્યાને સ્વસ્છ રાખવી જરૂરી છે. સાથે જ નિયમિત એ જગ્યાને સાફ કરતાં રહેવું અને અંડર ગારમેન્ટ્સ ઉનાળામાં દિવસમાં બેવાર બદલી લેવા. પેશાબ અટકી અટકીને થવો, વધુ થવો અને બળતરા સાથે થવો, વગેરેમાં તલ ખાવાથી ફાયદો થાય છે. કેળનું ચાર-પાંચ તોલા પાણી ગરમ કરેલા ઘીમાં નાંખીને પીવાથી બંધાયેલો પેશાબ તરત જ છુટી જાય છે.
રાત્રે ઘઉંને પાણીમાં પલાળી રાખી સવારે વાટી તેમાં સાકર નાંખીને હલાવો અને હલવો બનાવી ખાવાથી પેશાબ છુટથી થાય છે. આમળાના ચુર્ણમાં ઘી અને ગોળ મેળવી રોજ લેવાથી પેશાબની બધી તકલીફ મટે છે. 100 ગ્રામ દૂધમાં ખાવાનો સોડા 1 ગ્રામ નાંખી દિવસમાં બે વાર પીવાથી પેશાબની છુટ થશે અને પેશાબમાં લોહી પડતું હોય તો તે પણ મટે છે.
પાતળી છાશમાં બે આનીભાર સુરોખાર નાખી પીવાથી પેશાબની બળતરા મટે છે.વરીયાળી શરબત બનાવી તેમાં જરાક સુરોખાર નાંખી પીવાથી પેશાબની બળતરા મટે છે. પેશાબની બળતરા તથા અટકાયત થતી હોય તો ગરમ કરેલાં દૂધમાં સાકર અને ચોખ્ખું ઘી નાખી પીવાથી રાહત થાય છે અને તકલીફ મટે છે.
આમળાના રસમાં મધ અને હળદર નાંખીને પીવાથી પેશાબ માર્ગે અને પેશાબની બળતરા દૂર થાય છે. એલચી અને સુંઠ સરખે ભાગે લઈ દહીંના નીતર્યા પાણીમાં સિંઘવ મેળવીને પીવાથી પેશાબ તરત છુટે છે. જવ ઉકાળીને પાણી પીવાથી પેશાબ સાફ આવે છે અને પેશાબની બળતરા મટે છે. શેરડીનો રસ પીવાથી પેશાબ છુટથી થાય છે બળતરા મટે છે.
કપડાને ભીનું કરીને નાભી પર થોડા સમય રાખવાથી પેશાબ અને પેશાબની જગ્યાએ થતી બળતરા તરત દુર થશે છે. એલચીના ચુર્ણને આમળાના ચુર્ણ સાથે કે આમળાના રસમાં લેવાથી પેશાબની બળતરા દૂર થાય છે. વરિયાળીનું શરબત બનાવી તેમાં ચપટી સૂરોખાર (એક જાતનો ક્ષાર) નાખી પીવાથી પેશાબની બળતરા જેવી તકલીફો દૂર થાય છે. વરીયાળીનું શરબત બનાવી તેમાં જરાક સુરોખાર નાંખી પીવાથી પેશાબની બળતરા મટે છે.
એક કેળું ખાઈને આંબળાના રસમાં ખાંડ નાખીને પીવાથી લાભ થાય છે. એકલા કેળા ખાવાથી પણ ફાયદો થાય છે.એક ભાગ દૂધ અને એક ભાગ ઠંડા પાણીને મેળવી લેવું, આની માત્રા 300 એમએલ હોવી જોઈએ. આમાં એક ચમચી ચૂરણ નાખીને નાખી પી લેવું. આને દિવસમાં ત્રણે સમયે લેવાથી પેશાબ ની બળતરા દૂર થાય છે.
એક પાણીના ગ્લાસમાં એક ચમચી ધાણાનો પાવડર મેળવીને આખી રાત સુધી પલાળવા દેવો. સવારે તેને ચારણી દ્વારા ચાળીને તેમાં ગોળ કે ખાંડ નાખીને પીવાથી પેશાબ ની સમસ્યા દુર થાય છે.