સ્ટાર પ્લસ પર એક સિરિયલ આવતી હતી ‘દિયા ઓર બાતી હમ’. આ શો ખૂબ પ્રખ્યાત હતો. આ શોમાં દિપિકા સિંહ મુખ્ય અભિનેત્રી હતી. દીપિકાએ થોડા સમય માટે ટેલિવિઝનની દુનિયાથી લાંબો વિરામ લીધો હતો. તેનું કારણ તેનો પ્રિય પુત્ર છે. ખરેખર દીપિકા મે 2017 માં માતા બની હતી. તેણે એક સુંદર પુત્રને જન્મ આપ્યો. આવી સ્થિતિમાં તે તેના ઉછેર ઉપર ધ્યાન આપી રહી હતી. તમારી માહિતી માટે જણાવી દઈએ કે દીપિકાએ વર્ષ 2014 માં રોહિત રાજ ગોયલ સાથે લગ્ન કર્યા હતા. રોહિત શૉ ‘દિયા ઓર બાતી હમ’ ડાયરેક્ટ કર્યા કરતા હતા.
હાલમાં જ દીપિકાએ તેના પુત્ર સાથે કેટલીક તસવીરો શેર કરી છે. આ ફોટામાં માતા અને પુત્રની જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે. દીપિકાએ પોતાના પુત્રનું નામ સોહમ રાખ્યું છે. આ ફોટામાં તેણે સોહમને ખોળામાં લીધેલો છે. સોશિયલ મીડિયા પર લોકોને આ તસવીરો ખૂબ પસંદ આવી રહી છે. આ તસવીરો જોયા પછી નક્કી તમારું હૃદય પણ ઓગળી જશે.
જણાવી દઈએ કે ગર્ભાવસ્થા સમયે દીપિકાનું વજન પણ વધી ગયું હતું. એક એ કારણ પણ હતું કે તે આટલા લાંબા સમયથી મનોરંજનની દુનિયાથી દૂર હતી. જો કે હવે ટૂંક સમયમાં દીપિકા ફરી એકવાર નાના પડદે ફરીવાર ધમાકેદાર વાપસી કરવા જઇ રહી છે. આ વખતે તે અલૌકિક શો ‘કવચ’ ની બીજી સીઝનમાં જોવા મળશે. તેમાં તેની મુખ્ય ભૂમિકા હશે.
જણાવી દઈએ કે ગર્ભાવસ્થા પછી દીપિકાએ પોતાને ફીટ કરવા માટે ઘણી મહેનત કરી છે. તેમણે જીમનો આશરો લીધો અને કડક ડાઈટ પણ અપનાવ્યો. હવે આવી સ્થિતિમાં, અમે તમને દીપિકાની ગર્ભાવસ્થા પછી કેટલીક નવી તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ. આ ફોટામાં દીપિકા ખૂબ જ ફીટ અને સેક્સી નજર આવી રહી છે.
દીપિકાના આ નવા લુકને જોઇને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. આ તસવીરો જોઈને ક્યાંયથી એ નથી લાગી રહ્યું કે દીપિકા ગર્ભવતી થઈ ગયેલી છે.તેમનું ફિગર પહેલા જેવુ જ લાગે છે. દીપિકાના આ જબરદસ્ત પરિવર્તનને જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થયા છે. કેટલીક મહિલાઓ તેમના આદર્શ તરીકે દીપિકા પાસેથી પ્રેરણા લઈ રહી છે. તે પણ ઈચ્છે છે કે માતા બન્યા પછી તે ફરીથી ફિટ થઈ જાય.
તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા તે ‘કિચન ચેમ્પિયન’ નામના રસોઈ શૉ માં જોવા મળી હતી. દીપિકાના આ નવા લુકને જોઈને લાગે છે કે તેણે ફરીથી નાના પડદા પર કબજો મેળવવા માટે ખૂબ મહેનત કરી છે. જ્યારે તે ‘દિયા ઓર બાતી હમ’માં આવતી હતી, ત્યારે ટેલિવિઝન પર બાકી બધી પુત્રવધૂઓને પાછળ છોડી દેતી હતી. હવે જોવા જેવી વાત એ છે કે આવનારા સમયમાં તે ફરીથી પોતાનું વર્ચસ્વ જાળવી શકશે કે નહીં.
દીપિકાના નવા શો ‘કવચ 2’ વિશે વાત કરવામાં આવે તો તેમનું નામ સંધ્યા હશે. દીપિકા સાથે નમિક પોલ અને વિન રાણા પણ આ શૉ માં જોવા મળશે. આ એક અલૌકિક થ્રિલર શૉ હશે, જેના પ્રોમો રિલીઝ થઈ ચૂક્યા છે. આ શૉ ના પહેલા સિઝનમાં મોના સિંહ અને વિવેક દહિયા હતાં.