એક બાજુ આજે રામ મંદીર નો ઐતિહાસિક નિર્ણય આવી ગયો છે. ત્યારે આ બાજુ મહારાષ્ટ્ર માં હજી પણ મુખ્યમંત્રી કોણ બનશે કોની સરકાર બેસશે તે નક્કી થયું નથી. એક બાજુ વર્ષોથી ચાલતો રામ મંદિર નો વિવાદ અને એક બાજુ મહારાષ્ટ્ર માં સરકાર નો વિવાદ ત્યારે શિવસેના એ એક નિવેદન આપ્યું છે અને તે મુજબ હવે શિવસેના ને મુખ્યમંત્રી બનવા ભાજપ ની જરૂર નથી.દેવેન્દ્ર ફડણવીસના રાજીનામા બાદ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ પ્રેસ કોન્ફોરન્સ કરી હતી અને આ કોનફરન્સમાં ભાજપા પર નિશાનો સાધ્યો હતો. જેમાં તેઓએ સ્પષ્ટતા થી કહી દીધું હતું કે સરકાર બનાવવા અમારે ભાજપની કોઈ પણ રીતે જરૂર નથી.
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ તેના સંબોધનમાં સ્પષ્ટ કહ્યું કે અમારે શિવસેનાના મુખ્યમંત્રી બનાવવા માટે ભાજપ ના ફડણવીસ અને અધ્યક્ષ અમિત શાહના કોઈ પણ જાત ના આશીર્વાદની જરૂર નથી.અમને એ વાત નું દુઃખ છે કે શિવસેના પર તદ્દન ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે.શિવસેના જુઠ્ઠું બોલનારાઓની પાર્ટી નથી. વધું માં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે દેવન્દ્ર ફડણવીસ પાસેથી અમે આવા નિવેદનની અપેક્ષા ક્યારે ન રાખી હતી.લાગે છે કે ભારત ભૂલી ગઈ કે દુષ્યંત ચૌટાલએ તેમના માટે શું કહ્યું હતું.શિવસેના જુઠ્ઠું બોલનારની પાર્ટી નથી મેં ક્યારેય વડાપ્રધાન મોદી પર આરોપ લગાવ્યો નથી.ભાજપ હમેશાં જુઠ્ઠું જ બોલે છે.હું તથા મારી પાર્ટી ના લોકો ક્યારેય જુઠ્ઠું બોલ્યા નથી.કારણ કે હું બીજેપીવાળો નથીશિવસેના પ્રમુખ નું કહેવું કે હું જુઠ્ઠું બોલનારાઓ સાથે વાત કરતો નથી.મેં ક્યારેય દુષ્યંત ચૌટાલા જેવી ભાષાનો પ્રયોગ કર્યો નથી.આરીત ની વાત કરી નથી જે રીતે ચોંટાલાએ વાત કરી છે.
ઉદ્ધવ ઠાકરેએ એ પણ કહ્યું છે કે લોકો જાણે જ છે. કોણ જુઠ્ઠું બોલી રહ્યું છે અને કોણ સાચું બોલી રહ્યું છે.મુખ્યમંત્રીના પદો માટે 50-50 પર સહમતિ બની હતી.અને હવે આ વાત પર મારે કોઈ પણ રીતે સ્પષ્ટતા આપવાની જરૂરિયાત નથી.શિવસેનાના સીએમ થવાના સપનાને પુરા કરવા માટે મારે કોઈની મદદની પણ જરૂર નથી.અમારું કામ બીજેપી જેવું નથી.ખરાબ કામ કરવું એ ભાજપ નું મુખ્ય સૂત્ર છે.ઉદ્ધવ ઠાકરે એ વધુ માં કહ્યું કે અમિત શાહએ કહ્યું હતું કે જેની વધુ સીટ તેના સીએમ.મેં કહ્યું કે હું નહિ માનુ. દેવેન્દ્ર ફડણવીસે અમિત શાહનો હવાલો આપીને 2.5 વર્ષના સીએમની વાત થવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો, લોકોને ખબર છે કોણ જુઠ્ઠું બોલી રહ્યું છે.ઉદ્ધવ નું કહેવું છે કે જો ભાજપ જ તે ના વાયદા પરથી ફરી જાય તો પચે તેણે બીજા કોઈ ને સલાહ આપવાની જરૂર નથી.