તક્ષશિલા ટ્યુશન ક્લાસિસ માં ભયનક આગ લાગવાથી 19 વિદ્યાર્થીઓ એ જીવ ગુમાવ્યો. સુરત શહેરમાં સરથાણા જકાતનાકા વિસ્તારમાં તક્ષશિલા ટ્યુશન ક્લાસિસ માં ભયનક આગ લાગવાથી 19 વિદ્યાર્થીઓ એ જીવ ગુમાવ્યો. આગમાંથી બચવા માટે વિદ્યાર્થીઓ એ ત્રીજે માળ થી છલાંગ લવાગી હતી. જેમાં ચાર નુ મોત નિપજ્યું છે.
જ્યારે બીજા ઇજાગ્રસ્ત ને પ્રાઇવેટ હોસ્પિટલ મા ખસેડવામાં આવ્યા છે. આ ઘટના માં બાળકો ના મોત માટે ફાયર વિભાગ પણ એટલુ જ જવાબદાર છે. ભયાનક આગ લાગવાની જાણ થયા પછી પણ ફાયર બ્રિગેડ અડધો કલાક થી વધુ મોડું પહોંચ્યું હતું.
ફાયર બ્રિગેડ પહોંચ્યા પછી પણ વિદ્યાર્થીઓ નો જીવ બચાવી શકાયો નહિ, ફાયર બ્રિગેડ પાસે પૂરતા સાધનો ન હતા. આગની દુર્ઘટના ના લઈને પલિકા ના કમિશનર એમ. થૈન્નારસન અને મેયર જગદીશ પટેલ વિરુધ્ધ આ દુર્ઘટના પગલાં લેવાશે કે નહી? આગ બેકાબૂ ભયંકર થતા મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યો. જેથી આજુ બાજુ ના અન્ય ફાયર સ્ટેશન પરથી ટેન્કર સહિત ગાડીઓ બોલાવી લેવામાં આવી હતી. ફાયર સેફ્ટી ની કોઈ સુવિધા ન હતી. ફાયર ઓફિસર એ જણાવ્યુ કે, ક્લાસિસ માં તેમજ બિલ્ડિંગ માં કોઈપણ ફાયર સેફ્ટી ની સુવિધા ન હતી.
આગ પર કાબુ મેળવવા માટે પાણી નો મારો ચલાવવા માં આવ્યો હતો. ડીપી અને શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગવાના અનુમાન છે. તક્ષશિલા આર્કેડ ની બાજુ માં ડિપી માં આગ લાગી હતી. જેના કારણે તક્ષશિલા આર્કેડ ની એસી માં બ્લાસ્ટ થયો હોવાનુ સ્થાનિકો દ્વારા જણાવ્યુ હતું.
આરોગ્ય મંત્રી કુમાર કનાની દુર્ઘટના ની જાણ થતાં, ઘટના સ્થળે પહોંચ્યા. તેમને કહ્યું કે, દુર્ઘટના ની તપાસ થશે, જવાબદારો સામે પગલાં લેવામાં આવશે. હાલ ઇજાગ્રસ્ત ને સારી સારવાર મળી રહે તે હેઠળ કામ કરવામાં આવી રહયું છે. મૃત્યુ પામનારા મૃતકો , દિપક સુરેશભાઈ, સુનિલ ભુપતભાઈ, સાગર, કિરણ પીપળીયા, ખુશાલી કોરડીયા.
મુખ્યમંત્રી વિજય રૂપાણી એ આ આગ દુર્ઘટના માં મૃત્યુ પામેલ દરેક વિદ્યાર્થી ના પરિવાર ને 4 લાખ ની સહાય મુખ્યમંત્રી રાહત નિધિ માંથી આપવાની જાહેરાત કરી છે.