આમ તો સામાન્ય જન્માનસમાં પોલીસની છબી સારી નથી, પરંતુ પોલીસમાં એક બીજી તરફ જોવા વાળાઓને કેટલાય અધિકારીઓ ખુબજ સારા મળ્યા છે એવા જ એક પોલીસની વાત આજે કરીશુ.
એકલા રહેતાં 77 વર્ષીય દાદીમાનાં જન્મદિવસ પર મુંબઈ પોલીસે તેમના ઘરે જઈ સરપ્રાઈઝ આપી દાદીને એકલું ન લાગે તે માટે પોલીસે તેમનો જન્મદિવસ ઉજવ્યો.
મહારાષ્ટ્રમાં મુંબઈ પોલીસ તેમના સારા કામને લીધે અનેક વખત ચર્ચામાં આવતી રહેતી હોય છે. 13 જુલાઈએ મુંબઈ પોલીસે કરેલ ટ્વીટના ચારેબાજુથી સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. મુંબઈમાં ખાર પોલીસ એક 77 વર્ષનાં દાદીનો જન્મદિવસ પહોંચવા માટે અચાનક તેમના ઘરે પહોંચી ગઈ હતી.
77 વર્ષીય કુમુદ જોશી છેલ્લા ઘણા સમયથી મુંબઈના ખાર વિસ્તારમાં એકલા રહે છે. ખાર પોલીસના અધિકારીઓએ તેમના ઘરે જઈને જન્મદિવસ ઊજવવાનું નક્કી કર્યું. પોલીસને અચાનક ઘરે આવીને જોઈને કુમુદબેન ગભરાઈ ગયા હતા, પણ જ્યારે તેમને ખબર પડી કે પોલીસ તેમના ઘરે તેમનો જન્મદિવસ ઊજવવા આવી છે તો તેમનો તો ખુશીનો પાર ન રહ્યો.
મુંબઈ પોલીસે ખાર પોલીસના અધિકારીઓ કુમુદ જોશી સાથેના બર્થડે સેલિબ્રેશનના ફોટા ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યા છે. તેમણે લખ્યું છે કે, અમે તેમનો જન્મદિવસ સ્પેશિયલ બનાવવા પૂરતા અનેક પ્રયત્નો કર્યા. તમે પણ તેમને શુભેચ્છા આપી શકો છો.
આ કામ કરીને મુંબઈની ખાર પોલીસે કુમુદ જોશીને બતાવી દીધું કે, તેઓ ક્યારેય જીવનમાં એકલાપણું અનુભવે નહીં. મુંબઈ પોલીસ તેમની મદદે ખડેપગે ઊભી છે.