ગુજરાત માં છેલ્લા ત્રણ એક મહિનાથી સરકાર ટ્રાફિક નિયમ ને લઈને ખુબજ કડક બની ગઈ હતી.જોકે લોકો એ પેહલાં આનો વિરુદ્ધ કોઈ પણ રીતે કર્યો નાં હતો પરંતુ દિવસે ને દિવસે નિયમો માં આવતા વધુ પડતાં બદલાવે લોકોને નાખુશ કરી નાખ્યા અને ત્યારબાદ ઠેર ઠેર લોકો આનો વિરોધ કરતાં હતાં. ત્યારે હવે ટ્રાફિક નિયમ માં વધુ એક વખત બદલાવ આવ્યો છે અને હવે આ બદલાવ માં ખાસ નંબર પ્લેટ ને ટાર્ગેટ કરાયો છે.આજે ખાસ ઘરની બહાર નીકળતા પહેલા સાવધાની રાખજો નહીં તો ટ્રાફિક પોલીસ તમારું ખિસ્સું ખાલી કરી શકે છે.
આજથી ફેન્સી કે અનધિકૃત નંબર પ્લેટ સાથે વાહન હંકારતા લોકો સામે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરશે.જેથી જે લોકોની નંબર પ્લેટ ફેન્સી કે અનધિકૃત નંબર હોય તો બદલાવી નાંખજો.નહીં તો તમે મોટી મુશ્કેલીમાં મૂકાઇ શકો છો.
નંબર પ્લેટ હવે માત્ર સરકાર દ્વારા એટલેકે આરટીઓ માંથી મળતી જ હોવી જોઈએ અન્ય પ્રકાર ની નંબર પ્લેટ માન્ય ઘણાં શે નહીં.ત્યારે હવે તમારે આ વાત નું ખાસ ધ્યાન રાખીને ચાલવું જોઈએ.અહીં માહિતી એવી પણ મળે છે કે ખાસ કરીને આ વાત અમદાવાદ વાશીઓને હેરાન કરી શકે છે ગુજરાત નું સૌથી મોટું શહેર છે.
માટે અમદાવાદ વાશીઓ ખાસ ધ્યાન રાખે.નાનાયબ પોલીસ કમિશ્નર પશ્ચિમ અમદાવાદની યાદીમાં જણાવ્યા પ્રમાણે આજથી સવારના સાડા આઠ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી ટ્રાફિક પોલીસ ખાસ ઝૂંબેશ ચલાવશે.આ દરમિયાન જો કોઈ નિયમ ભંગ કરતા પકડાશે તો તેની સામે નવા મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે દંડ વસૂલ કરવામાં આવશે.નાનાં માં નાનાં નિયમ થી લઈને મોટા નિયમ સુધી ના તમામ નિયમ ને ધ્યાન માં રાખવા માં આવશે.જેથી કરીને તમારે પણ ખાસ ચેતીને રહેવું જોઈએ.
વાત કરીએ આ નવા નંબર પ્લેટ વિશેની તો આ માં દંડ પેઠે તમારે હાલમાં એમ.વી.એક્ટના નવા સુધારા કલમ-192 મુજબ નો દંડ ભોગવવો પડશે જેમાં ટુ-વ્હીલર દંડ રૂપિયા- 300/-, થ્રી-વ્હીલર દંડ રૂપિયા- 400/-, ફોર-વ્હીલર દંડ રૂપિયા-500/- તથા અન્યના દંડ રૂપિયા-1000/- ની જોગવાઇ કરેલી છે.ત્યારે હવે આવાત ની ખાસ કાળજી લઈ નેજ બહાર નીકળવું જોઈએ નહીં તો તગડો દંડ ચૂકવવો પડશે.