સીમા ઉપર ઉભા રહેલા એક જવાન કે જેને બોવ ખાસ સમય નથી મળતો, પણ જ્યારે સમય મળે ત્યારે તે ફ્રી થઈને પોતાના આગળ અભ્યાસનું વાંચતો અને આજે એને દેશની સૌથી અઘરી કહેવાતી પરીક્ષા પાસ કરીને અધિકારી બન્યો.
કહેવાય છે કે જ્યારે ક્યારેક કંઈક પામવાનું ઝુનૂન પેદા થાય છે ત્યારે મુશ્કેલીઓ પણ આપણને નહિંવત લાગે છે. આ મુશ્કેલીઓ વચ્ચે બધા લોકો નીકળીને પોતાનો ધ્યેય નક્કી કરતા હોય છે. એવો જ એક વ્યક્તિ છે જેનુ નામ છે હરપ્રીત સિંહ.
હરપ્રીત બોર્ડર સિક્યોરીટી ફોર્સના આ જવાને સિમા પર આપણા દેશ અને દેશવાસીઓની સુરક્ષા કરતા સંઘ અને લોક સેવા આયોગની તૈયારી કરી. પોતાની ડ્યૂટી નિભાવતા સમયે પણ ભણવામાં ધ્યાન આપીને પાંચમાં પ્રયાસમાં યુપીએસસીની અઘરી મનાતી પરિક્ષા પાસ કરી. એટલું જ નહી, તેમણે દેશના ટોપ 20 માં જગ્યા મેળવી લીધી છે.
વર્ષ 2016 માં જ્યારે મને બીએસએફમાં આસિસ્ટંટ કમાન્ડરના પદ પર નોકરીમાં જોડાયો હતો. મને ભારત બાંગ્લાદેશ બોર્ડર પર રાખવામાં આવ્યો હતો. મને આ નોકરી ખુબ જ પસંદ હતી, પરંતુ હું વધારે મહેનત કરવા માંગતો હતો. મારો લક્ષ્ય IAS ઓફિસર બનવાનો હતો. સીમા પર ડ્યૂટી બાદ હું સમય નીકાળીને મારા લક્ષ્યની તૈયારી કરવા માટે લાગી જતો હતો.
દિવસ-રાતના વ્યસ્ત શિડ્યૂલમાં પણ હું ભણવા માટે સમય કાઢી લેતો હતો. દિવસ-રાત હું વાંચતો હતો. મને નોકરીમાંથી થોડો પણ સમય મળતો હું નોટ્સ બનાવવા બેસી જતો હતો. સતત પ્રયાસ કરતો રહેતો હતો. મારો લક્ષ્ય મારા દિમાગમાં સ્પષ્ટ કરી લીધો હતો. એટલા માટે હું મારા લક્ષ્ય પર સટિક રહ્યો.
વર્ષ 2007 માં જ્યારે BSF ની નોકરી કરી રહ્યો હતો. તે સમયે હું પ્રથમ વાર બાર UPSC ની પરિક્ષામાં બેઠો હતો. તે સમયે મેં 454 રેન્ક મેળવ્યા હતા અને ઈન્ડિયન ટ્રેડ સર્વિસમાં મારુ સિલેક્શન થઈ ગયું હતુ. તે બાદ મેં BSF ની નોકરી છોડી દીધી અને ITS ની નોકરી જોઈન કરી લીધી. તે બાદ પણ હું તૈયારીઓ કરતો રહેતો અને પરિક્ષા દેતો રહેતો. રેન્ક ન સુધર્યા, પરંતુ વર્ષ 2008 માં તે દિવસ આવી જ ગયો કે જેની હું રાહ જોઈ રહ્યો હતો. જી હાં, આ સમયે મેં દેશભરમાં 19 મી રેન્ક મેળવી હતી.
જો હરપ્રીતના પરિવારની વાત કરવામાં આવે તો તેના પિતા બિઝનેસમેન છે, જ્યારે તેની માં એક ટીચર છે. તો પોતાની સફળતા વિશે વાત કરતા હરપ્રીત જણાવે છે કે, મને લાગે છે કે આપણે આપણા સપનાને પાછળ ન છોડવા જોઈએ, તે ગમે તેટલું મુશ્કેલ કેમ ન હોય સતત મહેનત કરતા રહો.
હરપ્રીતની ટ્રેનિંગ મસૂરીના લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં થઈ. તેમણે ગ્રીન ગ્રોવ પબ્લિક સ્કૂલમાંથી ભણ્યા બાદ ઈલેક્ટ્રોનિક્સમાં BE ડિગ્રી લઈ લીધી છે.









