લીલી શાકભાજીમાં હાજર ન્યૂટ્રિઅન્ટ્સ અને ફાઈબર સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે, તેથી જ ડોકટરો દરરોજ લીલા શાકભાજીનું સેવન કરવાનું કહેતા હોય છે. માથાનો દુખાવો અને કાનના દુખાવાને દૂર કરવા ઉપરાંત ડાયાબિટીઝ અને ગોનોરિયા જેવા ગંભીર રોગોની સારવારમાં પણ ઉપયોગી થાય છે. ટીંડોરા પણ આવી જ એક લીલી શાકભાજી છે જે ઘણા ઔષધીય ગુણથી ભરેલા છે.
ટીંડોરામાં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ તત્વ ના લીધે તે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. સામાન્ય દેખાતા આ ટીંડોરા ની અંદર ઘણા બધા વિટામિન, મિનરલ્સ, ફાઇબર રહેલા છે જે શરીર ને ઘણા રોગો થી બચાવવા માટે સક્ષમ છે. તેની અંદર બીટા કેરોટીન હોય છે જે હાર્ટ ના રોગો માટે ખુબ જ મહત્વ નું છે.
ડાયાબિટીસ દરમિયાન, નિષ્ણાતો કેટલીક શાકભાજી અને ફળોનો સેવન કરવાની ના પાડતાં હોય છે. આ સ્થિતિમાં, ડાયાબિટીઝના દર્દીઓ માટે ટીંડોરાનો ઉપયોગ ફાયદાકારક છે. ટીંડોરામાં એન્ટિ-હાયપોગ્લાયકેમિક અસર છે, જે રક્તમાં શર્કરાના સ્તરને સંતુલિત રાખી ડાયાબિટીસની સમસ્યાને નિયંત્રિત રાખે છે.
ટીંડોરા ની અંદર ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. ફાયબર શરીરમાં પાચન ની ક્રિયા ને બરાબર રાખવા માટે કાર્યરત છે. તેના લીધે પાચનતંત્ર સુધારવા માં ખુબ જ મદદ મળે છે. ફાયબર પાચન ના દર ને ધીમો કરવા માટે ખુબ જ મદદ રૂપ થાય છે. ટીંડોરા સરળતા થી બવાસીર અને પાચનતંત્ર જેવી બીમારીનો ઈલાજ માટે ઉપયોગી છે. આ સિવાય શરીરની રોગ પ્રતિકારક શક્તિ ને પણ તે વધારવા માટે કાર્યરત છે
ટીંડોરાનો ઉપયોગ ચેપને રોકી શકે છે. કારણ કે મોટાભાગની બિમારીઓ ફેલાવાનું મુખ્ય કારણ ચેપ છે. ટીંડોરામાં રહેલા એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-માઇક્રોબાયલ ગુણધર્મો આ માટે ફાયદાકારક હોઈ શકે છે. જ્યારે પણ માથાનો દુખાવો થાય છે ત્યારે ટીંડોરાના મૂળ પીસીને કપાળ પર લગાવો. તે માથાનો દુખાવો દૂર કરવામાં મદદ કરે છે.
ટીંડોરા નું સેવન કરવાથી આપનું મેટાબોલિઝમ તેજ બને છે અને આપણાં શરીર ના ફેટ સેલ્સ ને રોકે છે. ટીંડોરા નું સેવન કરવાથી ઉર્જા નું ઉત્પાદન કરે છે. આર્યુવેદ માં પણ કહ્યું છે કે ડાયાબીટીસ ના ઈલાજ માટે ટીંડોરા નો ઉપયોગ કરવો જોઈએ. તેનું સલાડ પણ સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે અને હેલ્થ માટે પણ સારું છે.
ટીંડોરામાં ફાઈબર ઘણાં પ્રમાણમાં જોવા મળે છે. જેના કારણે આંતરડા સારી રીતે સાફ થાય છે. જે લોકોને કબજિયાતની સમસ્યા ખૂબ હોય છે, તેઓએ આ શાકભાજીનું સપ્તાહમાં ઓછામાં ઓછું બે વખત સેવન કરવું જોઈએ. ટીંડોરામાં રહેલું પોટેશિયમ શરીરમાં રક્ત ના પ્રવાહ ને બરાબર કરી દે છે. બ્લડ પ્રેશર ના દર્દીએ ખાસ ટીંડોરા નું સેવન કરવું જોઈએ. કારણ કે લડ પ્રેશર વધતું કે ઘટતું નથી. બ્લડ પ્રેશર નું વધવું જ બધી બીમારીઓ નું મુખ્ય કારણ છે.