વિરાટ કોહલી જેટલા સ્ટાઇલિશ છે.તેટલી જ સ્ટાઈલિશ તેમની લાઇફસ્ટાઇલ હતી. બધાં જાણે છે કે વિરાટને મોંઘી ગાડીઓનો શોખ છે, પણ શું તમે જાણો છો કે વિરાટ અને અનુષ્કાના ગુરુગ્રામમાં આવેલું હાઉસ શાહરૂખ ખાનના બંગલા ‘મન્નત’ને પણ પાછળ છોડી દે છે.
વિરાટનું આ ઘર કોઈ મહેલથી ઓછું નથી. આજે આ પોસ્ટમાં, અમે ગુરુગ્રામમાં અનુષ્કા અને વિરાટના ઘરની કેટલીક અંદરની તસવીરો લઈને આવ્યા છીએ.
માહિતી માટે જણાવી દઈએ કે છેલ્લા વર્ષમાં વિરાટ ગુરુગ્રામ સ્થિત પોતાના મોટા મકાનમાં શિફ્ટ થયો છે. પહેલા તે દિલ્હીના પશ્ચિમ વિહારના મીરા બાગ વિસ્તારમાં રહેતો હતો.
નવા મકાનમાં શિફ્ટ થવાની ખુશીમાં, વિરાટે એક મોટી પાર્ટી રાખી હતી, જેમાં તેણે તેના નજીકના લોકોને બોલાવ્યા હતા.
સમાચાર મુજબ આ ભવ્ય મકાન 80 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે.
ગુરુગ્રામના ડીએલએફ સિટી ફેઝ -1 ના બ્લોક સી માં વિરાટનો મોટો બંગલો આવેલો છે.
500 ફુટમાં બનેલું આ ઘર બહારથી મહેલ જેવું લાગે જ છે પણ અંદરથી પણ મહેલ જેવું લાગે છે.
એક જાણીતી કંપનીએ આ ઘરનું ઇન્ટિરિયર કર્યું છે.
વિરાટના આ ઘરમાં સ્વિમિંગ પૂલ અને જીમ પણ આવેલું છે.
મોટા લિવિંગ રૂમમાં એક મોટું એલઇડી ટીવી આવેલું છે, જ્યાં તમે બેસીને મેચ અથવા મૂવી જોઈ શકો છો.
તમને જણાવી દઈએ કે, વિરાટના ઘરની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે.
એન્જિનિયરે આ ઘરને ખૂબ જ સુંદર અને આધુનિક રીતે બનાવ્યું છે.