કોરોના સામે લડત આપવા માટે 1 મેથી 18 વર્ષથી મોટી ઉંમરના તમામ માટે વેક્સિનેશન શરૂ થઇ રહ્યું છે. આ સમય દરમિયાન એક એવી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે કે પિરિયડનાં 5 દિવસ પહેલા અને પછી મહિલાઓએ કોરોના વેક્સિન ન લેવી જોઇએ.
આ સ્થિતિમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ જોરશોરથી વાયરલ થઇ રહી છે. જે મુજબ મહિલાઓએ પિરિયડના પાંચ દિવસ પહેલા અને પિરિયડના પાંચ દિવસ બાદ કોવિડ વેક્સિન ન લેવી જોઇએ. આ સમય દરમિયાન મહિલાની ઇમ્યુનિટી લો હોવાથી આ સમય દરમિયાન વેક્સિન ન લેવાની સલાહ અપાઇ છે.
પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો ગર્વમેન્ટ ઇન્ડિયાની વેબસાઇટ પર આ મુદે ખુલસો કરતા આ દાવાના તદન ખોટો સાબિત ઠેરવ્યો છે. મહિલાઓ પિરિયડ દરમિયાન કે પછી પણ વેક્સિન લઇ શકે છે. તેનાથી કોઇ સાઇડ ઇફેક્ટ નથી થતી. વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે અને 18 વર્ષથી મોટી વયની દરેક વ્યક્તિ લઇ શકે છે. તો વાયરલ થયેલ આ માહિતી ખોટી હોવાનું સાબિત થઇ છે.
પીરિયડ્સ દરમિયાન રસીકરણ સંપૂર્ણપણે સલામત છે. તેને ફીટ કરવામાં મહિલાઓને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. ન્યુ યોર્ક ટાઇમ્સમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં હજી સુધી કોઈ ડેટા મળ્યો નથી જે કોરોના રસી અને સમયગાળાના ફેરફારો વચ્ચેની કોઈ કડી સૂચવે છે.