આજકાલ બધા લોકોના વાળ સફેદ થવા લાગે છે, જ્યારે કોઈ પ્રસંગ હોય તો લોકો કાળા વાળ કરવા પાર્લર માં જતાં હોય અથવા લોકો મહેંદી, ડાય, અને વાળ નો રંગ ઉપયોગ કરતાં હોય છે. પરંતુ તેની અસર ફક્ત થોડા સમય માટે જ રહે છે.
જે મહેંદી સાથે ભળી જાય અને રંગ લાંબા સમય સુધી ટકી રહેશે. ઉપાય 1 : આ ઉપાય કરવા માટે એક વાસણ લો. એમાં પાણી લઈને તેમાં મહેંદી ને સારી રીતે મિક્સ કરી લો. મિશ્રણને ગેસ પર થોડું ગરમ કરી લો. થોડા સમય પછી તેમાં બદામનું તેલ મિક્સ કરી લેવું.
વાળ માટે બદામનું તેલ ખૂબ જ સારું હોય છે. જ્યારે આ મિશ્રણ સરખી રીતે મિક્સ થાય પછી ગેસ બંધ કરી દેવો અને એ ઠંડુ થવા દેવું. મહેંદી વાળમાં લગાવો એ પહેલા વાળને સરસ રીતે ધોઈ લેવા અને એ પછી જ આ પેસ્ટ લગાવવી. આ ઉપાય ચાર અઠવાડિયા સુધી કરવાનો રહશે. આ ઉપાય અઠવાડિયામા એક જ વાર કરવો. તેનાથી તમે ટૂંક સમયમાં સારું રીઝલ્ટ મેળવી શકો છો.
ઉપાય 2 : મહેંદીનો ઉપયોગ પરંપરાગત રીતે વાળને કુદરતી રીતે કાળા કરવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ વાત ધ્યાનમાં રાખો કે ફક્ત દેશી મહેંદી નો જ ઉપયોગ કરવો જોઈએ. સફેદ વાળથી છુટકારો મેળવવા માટે મહેંદી અને કોફીનો ઉપયોગ કરવા માટે, તમારે થોડી કોફીને 2-3 કપ પાણીમાં ઉકાળવી જોઈએ. આ મિશ્રણને ઠંડુ થવા દો અને પછી પેસ્ટ બનાવવા માટે તેમાં મહેંદી પાવડર ઉમેરો.
તેને થોડા કલાકો પલળવા માટે બાજુ પર રાખો. હવે પેસ્ટમાં 1 ચમચી આમળા / બદામ / નાળિયેર / સરસવનું તેલ વગેરે 1 ચમચી નાખી અને તેને વાળ પર બરાબર રીતે લગાવો. સૌ પ્રથમ, વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો, જેથી બધી ધૂળ અને ગંદકી દૂર થઈ જાય. વાળને ધોઈ ને કોરા કરી પછી આ પેક લગાવવો ધ્યાનમાં રાખો કે જો વાળ ધોતા નથી, તો મહેંદીનો રંગ બરાબર નહીં જાય.
ઉપાય 3 : ગેસ પર લોખંડના વાસણ માં પાણી ગરમ કરી તેમાં આંબળાનો પાવડર નાખી થોડીવાર ઉકાળવું. પછી તેને ઠંડુ કરીને તેમાં બે ચમચી મહેંદી નાખવાની છે, હર્બલ મહેંદી નો ઉપયોગ કરવો. તો સૌથી પહેલા બે ચમચી મહેંદી નાખીશું. ત્યારબાદ ભૃંગરાજ પાવડર, શિકાકાઈ પાઉડર ,અને ગુલમહોર પાઉડર નાખી પછી તેને મિક્સ કરી દેવું ત્યારબાદ તેને એક દિવસ પલાળવા મૂકવું
આ મહેંદી માં આંબળા પાવડર નાખવાથી તે વાળને પોષણ આપે છે અને વાળ ને લાંબા કરે છે. ભૃંગરાજ પાવડર થી વાળ સિલ્કી બને અને ખરતા વાળ અટકે છે. શિકાકાઈ પાવડર થી પણ વાળ ને ઘણા ફાયદા થાય છે. ગુલમહોરનો પાવડર વાળને ખુબ જ મજબુત બનાવે છે, અને વાળમાં શાઇનિંગ લાવે છે.
ઉપાય 4 : આ માટે 1 ગ્લાસ પાણીમાં મેથીના દાણા અને કોફી પાવડર નાખીને તેને 2-3 મિનિટ સુધી ઉકાળો. ત્યારબાદ તેમાં લવિંગ પાવડર મિક્સ કરી 3 મિનિટ સુધી ગરમ કરો. મેથીના દાણા વાળને કુદરતી રીતે વધુ મજબૂત અને ઘાટા બનાવે છે. તે જ સમયે લવિંગ પાવડર વાળને મૂળ કરતાં વધુ મજબૂત બનાવે છે.
આ માટે બાઉલ માં મહેંદી અને અન્ય તમામ ઘટકો મિક્સ કરો. યાદ રાખો, આ ઉપયોગ માટે ફક્ત લોખંડ બાઉલ અથવા એલ્યુમીનીયમ જોઈએ, કારણ કે મહેંદી સારી રીતે ઓક્સિડાઇઝ કરે છે. હવે તેમાં તૈયાર કરેલું પાણી મિક્સ કરો અને તેને આખી રાત અથવા 2-3- કલાક માટે રહેવા દો.