આપણા ભારતમાં એવા અનેક મંદિરો છે જે વર્ષો જુના છે. અને તેમની વિવિધ પ્રસિદ્ધતા પણ છે. અને ભારતમાં ધર્મ અને સંસ્કૃતિ ને વિષેશ મહત્વ આપવામાં આવે છે.ભારત માં તમને ઘણા વિશેષ મંદિરો જોવા મળશે. મધ્યપ્રદેશ માં રતલામ શહેર ના માનક માં આવું જ એક અનોખું મંદિર છે.
ખાસ કરીને ભારત ના તમામ મંદિરો માં, ભક્તો ને પ્રસાદ તરીકે મીઠાઇ અથવા ભોજન મળે છે, પરંતુ આ મંદિર માં ભક્તો ને પ્રસાદ તરીકે સોના ચાંદી ના સિક્કા, સોના ના દાગીના આપવામાં આવે છે. મધ્યપ્રદેશ માં રતલામ શહેર આ પ્રસિદ્ધ મંદિર આવેલું છે.
આ માતા મહાલક્ષ્મી નું મંદિર છે.મહાલક્ષ્મી ના દર્શન કરવા આવતા તમામ ભક્તો ને સોના-ચાંદી ના સિક્કા પ્રસાદ તરીકે અર્પણ કરવામાં આવે છે. અને આ પ્રથા વર્ષો થી પ્રસિદ્ધ છે. મહાલક્ષ્મી ના આ મંદિર માં હંમેશા ભક્તો ની ભીડ રહે છે.
ભક્તો પોતાની ઈચ્છા પૂર્ણ થતા માતા ને કરોડો રૂપિયા ના આભૂષણો અને પૈસા અર્પણ કરે છે.અને અહીં ભક્તો ખૂબ જ દૂર દૂર થી માતા ના દર્શન કરવા માટે આવે છે. અને ભક્તો ની દરેક મનોકામના પુરી કરે છે. આ મંદિર ખુબજ વર્ષો જૂનું છે.
અને અહીં લોકો માતા ના દર્શન કરવા માટે દૂર દૂર થી આવે છે. આ મંદિર માં દિવાળી ના વિશેષ પ્રસંગે ધનતેરસ ના દિવસ થી પાંચ દિવસ સુધી દીપોત્સવ નું આયોજન કરવામાં આવે છે. હવે તમે વિચારતા જ હશો કે, આ પ્રસંગે તમે આખા મંદિર ને ફૂલોથી શણગારશો તો ચાલો તમને જણાવી દઈએ કે,ભક્તો જે માતા ને આભૂષણો અને પૈસા ચઢાવે છે તેનાથી મંદિર ને સજાવવામાં આવે છે. અને આ મંદિર સોના ના આભૂસનો થી સંનગારવામાં આવે છે.
આ ઉપરાંત અહીં અનેક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે. દીપોત્સવ દરમિયાન મંદિર માં કુબેર નો દરબાર યોજાય છે. આ ઉત્સવ માં, ભક્તો ને પ્રસાદ ના રૂપ માં આભૂષણો અને પૈસા મળે છે. અને દરેક ભક્ત ને સોના ચાંદી ના સિકા આપવામાં આવે છે. દિવાળી ના દિવસે આ મંદિરના દરવાજા 24 કલાક ખુલ્લા રહે છે.
આ મંદિર માં મહિલા ભક્તો ધનતેરસ ના પ્રસંગે કુબેર ની પાટલી આપે છે. આ ઉત્સવ ના દિવસે મંદિર માં આવતા ભક્તો ક્યારેય ખાલી હાથે જતા નથી. માતા લક્ષ્મી તેમની મનોકામના જરૂર પૂર્ણ કરે છે. અને ભક્તો તેમના પર પૂર્ણ વિશ્વાસ રાખે છે. અને તેમના દર્શન કરવા માટે આવે છે.
આ મંદિરમાં દાયકાઓ થી આભૂષણો અને રૂપિયા ચઢાવવામાં આવે છે. આ મંદિર માં પહેલા અહીં ના રાજા ઓ રાજ્ય ની સમૃદ્ધિ માટે ધન અને આભૂષણો ચઢાવતા હતા. હવે, મંદિર માં ભક્તો માતા ના ચરણો માં આભૂષણો અને પૈસા ચઢાવે છે. એવું માનવામાં આવે છે કે, ઘરેણાં અને રૂપિયા ચઢવા થી ઘર માં હંમેશા માતા લક્ષ્મી ની કૃપા રહે છે. તેમજ ઘર માં ક્યારેય ધન ની ખોટ આવતી નથી, માતા જી દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે.