સવાલ.હું એક યુવતી છું અત્યાર સુધી હું સુખી લગ્નજીવનના સપનાઓ જોતી હતી. પરંતુ હમણા મને ખબર પડી હતી કે મારી માસીના પતિએ તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે મારી ખાસ બહેનપણીને તેના પ્રેમીએ દગો આપ્યો છે મારી બહેનના પણ વેવિશાળ પણ તૂટી ગયા છે આ જાણ્યા પછી મારો પુરુષ જાત ઉપર વિશ્વાસ તૂટી ગયો છે અને લગ્ન કરતા પણ ડર લાગે છે તો હું શું કરૂ- એક યુવતી.
જવાબ.બધાના જીવનમાં આવો એક તબક્કો આવે જ છે જ્યારે ચારે બાજુથી નિરાશા પ્રાપ્ત થાય છે આ કારણે ચિંતા થવાનું સ્વાભાવિક હોય છે પરંતુ આવા ત્રણ ચાર બનાવોને કારણે સંપૂર્ણ પુરુષ જાત પ્રત્યે તિરસ્કાર કરવો યોગ્ય નથી હોતો પુરુષો વફાદારી કરતા દગો કરવા માટે વધુ પ્રખ્યાત હોય છે એ વાત સાચી છે પરંતુ સામે પક્ષે પ્રેમાળ પિતા દાદા ભાઇ પતિ જેવા ઘણા ઉદાહરણો મળી આવશે.
સ્ત્રીનો વિશ્વાસઘાત કરનારા પુરુષો વિશે વિચાર કરો સાથે સાથે સ્ત્રીને ટેકો આપનારા પુરુષોનાં ઉદાહરણો પણ સામે રાખો. સિક્કાની બે બાજુની જેમ આ બાબતે પણ બે પ્રકારના પુરુષો હોય છે આથી બધી ચિંતા છોડી દો.
સવાલ.હું એક નોકરી કરતો પરિણીત યુવક છું હું એ જાણવા માગું છું કે સુહાગરાતે જો કોઈ યુવતીને રક્તનો સ્ત્રાવ ન થાય અસહ્ય પીડાથી તે ચીસો ન પાડે તો શું એને ચારિત્ર્યહીન સમજવું જોઈએ?જવાબ.પ્રથમ સમાગમ વખતે સ્ત્રીઓને થોડું કષ્ટ તો થાય છે પરંતુ તે એટલું અસહ્ય નથી હોતું કે સ્ત્રી તેને સહી જ ન શકે અને ચીસો પાડે એ દરમિયાન રક્તનો સ્ત્રાવ થાય એય કંઈ અક્ષત કૌમાર્યની નિશાની નથી હોતી તમે તમારા મનમાંથી ખોટી ધારણાઓ કાઢી નાખો તમારા સંસારને સુખી બનાવવાનો પ્રયત્ન કરો શક દામ્પત્યજીવનના પાયાને ડગમગાવી નાખતો હોય છે.
સવાલ.મારે મારી એક મહિલા મિત્ર સાથે છેલ્લાં ૧૨ વર્ષથી પ્રેમસંબંધ બંધાય ગયો છે એ પણ પરણેલી છે અમારા બંનેનો પ્રેમ નિષ્પાપ છે બંને પોતપોતાના સંસારમાં વ્યસ્ત રહીયે છીએ પરંતુ હજી પણ એકબીજાને મળવા અને વાતો કરવા માટે આતુર હોઈએ છીએ આ માટે ફોન કે પત્રોનો આધાર લઈએ છીએ પણ અમે કદી એવું કામ નથી જ કર્યું જેથી અમને પસ્તાવો થાય.
આમ છતાં બંનેને એક ડર હંમેશા રહે છે કે અમારા આ સંબંધની જાણ ક્યાંક ઘરનાંને ન થઈ જાય શું કરીએ જેથી દોસ્તી પણ ટકી રહે અને ઘરની શાંતિ પણ ન છીનવાય જાય?જવાબ.તમારે પરસ્પર પત્રવ્યવહાર તો ભૂલથી પણ ન કરવો જોઈએ અને ફોન પણ બહુ સાવચેતી રાખી ક્યારેક જ કરવો ભલે તમારો પ્રેમ નિષ્પાપ હોય છે પરંતુ તમારી મિત્રતા પતિને અને તમારી પત્નીને એ ક્યારેય મંજૂર નહીં જ હોય.
સવાલ.મારી ઉંમર ૧૮ વર્ષની છે મારે જાણવું છે કે માસ્ટરબેશન હેલ્થ માટે સારું છે?અને દિવસમાં કેટલી વખત માસ્ટરબેશન કરી શકાય?જવાબ.ભાઈ સંવનન વિજ્ઞાનના અભિપ્રાય મુજબ માસ્ટરબેશન કરવાથી તમારું માનસિક આરોગ્ય ચોક્કસ સારું રહે છે.
મોટાભાગે માસ્ટરબેશન ત્યારે જ થતું હોય છે જ્યારે સે-ક્સ કરવાના સંજોગો ન હોય અથવા પાત્ર ન હોય એવા સંજોગોમાં સે-ક્સની ઉત્તેજના તમારા મન પર છવાયેલી રહે અને તે તૃપ્ત ન થાય તો જીવનના બધા જ જરૂરી કામ એના કારણે અવરોધાય છે માસ્ટરબેશન કરવાથી ઉત્તેજના શમી જાય છે તમે માનસિક રાહત અનુભવો છો એટલે તમારું રોજબરોજનું કામ સુવાંગ ચાલવા લાગે છે અને આરોગ્ય સુધરે છે.
એ રીતે માસ્ટરબેશનથી આરોગ્યને લાભ ચોક્કસ થાય છે પરંતુ એની કેટલીક શરતો છે તમારા જીવનક્રમમાં રોજ સાત-આઠ કલાકની ઊંઘ લેતા હોવ ભરપેટ પૌષ્ટિક ખોરાક ખાતા હોવ અને શારી-રિક શ્રમ કરતાં હોવ તો આરોગ્ય સુધરે છે આમાંથી કોઈપણ બાબતમાં ગરબડ હોય તો નબળાઈના કારણે આરોગ્ય બગડી શકે દિવસમાં કેટલી વખત માસ્ટરબેશન કરી શકાય.
એનો કોઈ નિયમ નથી છતાં નિષ્ણાતો ભલામણ કરે છે કે અઠવાડિયે બે-ત્રણ વખત માસ્ટરબેશન કરવાનું રાખવું જોઈએ એથી આગળ ન વધો તો સારું રોજ માસ્ટરબેશનની જરૂર પડતી હોય તો ધીમેધીમે કસરતનું પ્રમાણ વધારો અભ્યાસમાં અથવા તમારા શોખના અન્ય વિષયમાં વધારે ધ્યાન આપવાનો પ્રયાસ કરો ધીમેધીમે ટેવ છૂટતી જશે રોજ માસ્ટરબેશનની જરૂર નહીં વર્તાય.
સવાલ.હું એક એકવીસ વરસની યુવતી છું. બે મહિના પછી મારા લગ્ન છે. લગ્નના બે-ત્રણ વર્ષ સુધી અમને સંતાનની ઇચ્છા નથી. તો શું હું કોપર-ટી બેસાડી શકું છું? કે આ સિવાય બીજા સુવિધાજનક ગર્ભ-નિરોધક સાધન ઉપલબ્ધ છે? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
જવાબ:નવ વિવાહિત સ્ત્રીને કોપર-ટીનો ઉપયોગ નહીં કરવાની સલાહ ડૉક્ટરો આપે છે. સામાન્ય રીતે કોપર-ટી એક સંતાનના જન્મ પછી જ બેસાડી શકાય છે. નવ પરિણીત યુગલ માટે સ્ત્રી ગર્ભ નિરોધક ગોળીનો ઉપયોગ કરે અથવા પુરુષ નિરોધ વાપરે એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. ગર્ભ નિરોધક ગોળીઓના ઉચિત પ્રભાવ માટે એને સહવાસના બે મહિના પૂર્વે ડૉક્ટરની સલાહ લઇ વાપરવાની શરૂઆત કરો.
સવાલ.હું ૧૬ વરસની છું ૨૬ વરસના એક યુવક સાથે મને પ્રેમ છે. મારા ઘરવાળાઓને આ સંબંધ જરા પણ પસંદ નથી. કોઇ પણ સંજોગોમાં તેઓ અમારા લગ્ન કરાવી આપે તેમ નથી. આ યુવક ઘરથી ભાગીને લગ્ન કરવાનું કહે છે. પરંતુ હું આમ કરી શકતી નથી.
અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ છે. હું તેના વગર રહી શકું તેમ નથી. યોગ્ય સલાહ આપશો.જવાબ:આમ પણ તમે હજુ સુધી સગીર છો. આથી હમણા લગ્ન કરી શકો તેમ નથી. આ ઉપરાંત તમારા પરિવારજનો આ લગ્ન માટે કેમ તૈયાર નથી. એનો તમે ખુલાસો કર્યો નથી.