સવાલ.હું 22 વર્ષની પરિણીતા છું લગ્નને બે વર્ષ થવા છતાં હજી માતૃત્વ ધારણ કરી શકી નથી મને માસિકસ્ત્રાવ થતો જ નથી કેટલાય ટેસ્ટ કરાવી જોયા પણ શરીરમાં કોઈ બીમારી નથી લગ્ન પહેલાં મેં મારા પતિને બધી વાતથી વાકેફ કર્યાં હતા ત્યારે એ લગ્ન કરવા માટે તૈયાર હતા પણ હવે અમને બંનેને સંતાનની ખોટ સાલે છે. શું કરવુંએક યુવતી (સૂરત)
જવાબ.તમારી વય સુધી પહોેંચેલી કોઈ પણ સ્ત્રીને માસિકસ્ત્રાવ ન થાય તે સામાન્ય સ્થિતિ ન ગણાય અત્યાર સુધીમાં કયા કયા ટેસ્ટ થયા તે વિશે તમે અમને જણાવ્યું નથી પરંતુ જો એ ટેસ્ટમાં તમારા સ્વાસ્થ્યને સામાન્ય ગણવામાં આવેલ હોય તો એ વાત સ્પષ્ટ થાય છે.
કે અત્યાર સુધી તમારી બરાબર તપાસ થઈ જ નથી તમે કોઈ સ્ત્રીરોગ નિષ્ણાતને બતાવી જુઓ તે તમારા માટે વધારે સારું છે જેથી એ હજી સુધી તમને માસિકસ્ત્રાવ કેમ નથી થતો તેનું યોગ્ય નિદાન કરી શકે જો કે તમારી સમસ્યા ખૂબ ગંભીર છે અને તેનો ઉકેલ આવે એવી કોઈ સંભાવના લાગતી નથી આવી સ્થિતિમાં તમે તમારા પતિ સાથે ચર્ચાવિચારણા કરી કોઈ બાળકને દત્તક લઈ લો તે વધારે સારું રહેશે.
સવાલ.હું 16 વર્ષની હતી ત્યારથી માસિકસ્ત્રાવની શરૂઆત થઈ હતી અત્યારે મારી વય 19 વર્ષની છે પરંતુ મને ચાર દિવસ સુધી માસિકસ્ત્રાવ થાય છે શું આ સમય કોઈ રીતે ઘટાડી ન શકાય? મેં સાંભળ્યું છે કે વધારે પડતો માસિકસ્ત્રાવ થવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને સ્રાવ ઓછો થાય તો વજન વધી જાય છે શું આ વાત સાચી છે?જો એમ હોય તો સ્વાસ્થ્ય સારું રહેવાની સાથોસાથ સ્રાવના સમયમાં પણ ઘટાડો થાય એવો કોઈ ઉપાય બતાવશો?એક કન્યા(અમદાવાદ)
જવાબ.તમે સ્ત્રીદેહની આ સામાન્ય પ્રક્રિયાના વ્યવહારિક પાસાથી સદંતર અજાણ છો એવું તમારા પત્ર દ્વારા જણાય છે સામાન્ય રીતે ત્રણથી પાંચ દિવસ સુધી માસિકસ્રાવ થાય છે આ કુદરતી પ્રક્રિયા છે અને તેને સ્વેચ્છાએ વધારી-ઘટાડી શકાય નહીં.
કદાચ રોગ થવાથી તેના પ્રમાણ અને સમયમાં ઘટાડો થઈ જતો હોય છે માસિકસ્રાવ ઓછો સમય થવાથી વજનમાં વધારો થાય કે વધારે થવાથી સ્વાસ્થ્ય સુધરે એવું નથી જો વધારે પ્રમાણમાં સ્રાવ થાય તો શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જઈ શકે છે તમારું માસિકચક્ર નિયમિત અને સ્રાવનો સમય સામાન્ય હોવાથી બિનજરૂરી ચિંતા ન કરો.
સવાલ.જ્યારે પત્ની પેટથી હોય તો તે દરમિયાન આપણે કયા મહિના સુધી સે-ક્સ કરી શકીએ?એક પતિ(અમદાવાદ)
જવાબ.જ્યારે પત્ની પેટમાંથી હોય તો 3-4 મહિના પછી સે-ક્સ કરવાનું બંધ કરી દેવું જોઈએ જો આપણે આવી સ્થિતિમાં બેડ કરીએ તો પણ ધ્યાન રાખો કે પેટ પર વધારે દબાણ ન આવવું જોઈએ સગર્ભાવસ્થા દરમિયાન સે-ક્સ માણવા અંગે જુદી જુદી વાતો અથવા દલીલો બહાર આવે છે.
કેટલાક પ્રેગ્નન્સી દરમિયાન વધુ સે-ક્સ કરવા ઈચ્છે છે તો બીજી તરફ કેટલાક લોકો આ દરમિયાન સે-ક્સ કરવાથી ડરે છે તેનું એક કારણ એ છે કે કેટલીક મહિલાઓમાં ગર્ભાવસ્થા દરમિયાન સે-ક્સની ઈચ્છા વધી જાય છે કેટલીક સ્ત્રીઓ ડરતી હોય છે.
કારણ કે સે-ક્સ કરવાથી અજાત બાળકને જોખમ થઈ શકે છે જો તમને પ્રેગ્નન્સી દરમિયાન સે-ક્સ અંગે કોઈ શંકા કે ડર હોય તો તમારે તમારા ડૉક્ટર સાથે ખુલીને વાત કરવી જોઈએ ગર્ભાવસ્થા દરમિયાન સે-ક્સ કરવું નુકસાનકારક નથી સામાન્ય ગર્ભાવસ્થામાં તમે ડિલિવરી સુધી સે-ક્સ કરી શકો છો.
એવું માનવામાં આવે છે કે ગર્ભાવસ્થાના છેલ્લા કેટલાક અઠવાડિયામાં સે-ક્સ ન કરવું જોઈએ કારણ કે તે સમય પહેલા ડિલિવરી અથવા બાળકને નુકસાન પહોંચાડી શકે છે પરંતુ નિષ્ણાંતોના મતે જો આ સમય દરમિયાન પાર્ટનર કે ગર્ભવતી મહિલાને સે-ક્સમાં તકલીફ પડતી હોય તો સે-ક્સ કરવાથી બચવું જોઈએ.
ડોકટરોના જણાવ્યા અનુસાર જેમ જેમ ગર્ભાવસ્થાનો સમયગાળો વધે છે તમારે સાવચેતી રાખવી જોઈએ પ્રેગ્નન્સીમાં મહિલાઓના પેટની સાઈઝ ચોથા કે પાંચમા મહિના પછી વધી જાય છે અને આવી સ્થિતિમાં સે-ક્સ આરામદાયક નથી હોતું અને તેમાં તકલીફ થવાની શક્યતા રહે છે.
સવાલ.મારી ઉંમર 20 વર્ષ છે જ્યારે હું 12-13 વર્ષની હતી ત્યારે મારી એક સંબંધી બહેન મારી સાથે સૂઈ જતી અને મને વિચિત્ર અડપલાં કર્યા કરતી હતી. શરૂઆતમાં થોડા દિવસ તો હું કાંઈ ન બોલી પણ પછી મેં જુદા સૂવાનું શરૂ કરી દીધું.
હવે મને મારા ભવિષ્યની ફિકર થાય છે મારા દામ્પત્યજીવન પર આ ઘટનાનો પ્રભાવ તો નહીં પડે ને?એક કન્યા (વેરાવળ)
જવાબ.ભવિષ્ય માટે વ્યર્થ ચિંતા ન કરો ભૂતકાળના આ બનાવની તમારા દામ્પત્યજીવન પર કોઈ અસર નહીં થાય.
સવાલ.હું 37 વર્ષની પરિણીતા છું મારા લગ્નને ચાર વર્ષ થયાં છે મારા પતિ સંતાનોત્પત્તિ માટે સક્ષમ નથી છતાં ગમે તે રીતે મારી પાસેથી સંતાનની અપેક્ષા રાખે છે મેં મારા એક પરિણીત પ્રેમી સાથે સંબંધ બાંધીને સંતાનને જન્મ આપવાનું વિચાર્યું છે પરંતુ મને ભય છે કે ક્યાંક એ ના ન કહી દે હું પતિ તથા પ્રેમીને સમાન દ્રષ્ટિએ જ નિહાળું છુ શું હું એને આ વિશે વાત કરું?એક સ્ત્રી (પેટલાદ)
જવાબ.આજકાલ કૃત્રિમ ગર્ભાધાનની જે રીત પ્રચલિત થઈ છે, તે સફળ થવા પાછળનું એક કારણ એ પણ છે કે તેમાં વીર્યદાતાનું નામ-સરનામું ખાનગી રાખવામાં આવે છે જો તમે કોઈ પરિચિત સાથે સંબંધ બાંધવા ઈચ્છતાં હો તો તે વ્યભિચાર છે આનાથી નાહક કલેશ વધશે કદાચ તમારા પતિ પણ એ બાળકને ન સ્વીકારે એના બદલે કોઈ યોગ્ય બાળકને દત્તક લઈ લો.