એક યુવતીને તેના બોયફ્રેન્ડ વિશે એવું સત્ય જાણવા મળ્યું કે તેણે સગાઈ પછી લગ્ન કરવાની ના પાડી દીધી યુવતીએ પોતે સોશિયલ મીડિયા પર આ ઘટનાનો ખુલાસો કર્યો છે તેણે જણાવ્યું કે કેવી રીતે તેણે બોયફ્રેન્ડનું કોમ્પ્યુટર ખોલતાની સાથે જ તેને અશ્લીલ વસ્તુઓ જોઈ ત્યારબાદ તેણે લગ્ન તોડવાનો નિર્ણય કર્યો આ 25 વર્ષની છોકરીનું નામ મારિયા છે જેણે તાજેતરમાં TikTok @lifebymaria પર તેના મંગેતર વિશે ખુલાસો કર્યો છે.
મારિયાએ જણાવ્યું કે સગાઈ પછી તે લગ્ન કરવા જઈ રહી છે લગ્ન આડે માત્ર 3 મહિના બાકી હતા આ દરમિયાન એક દિવસ કામના સંબંધમાં તેણે તેના મંગેતરનું કમ્પ્યુટર ખોલવું પડ્યું પરંતુ કોમ્પ્યુટર ખોલતા જ તેના હોશ ઉડી ગયા મારિયાને તેના બોયફ્રેન્ડના કમ્પ્યુટર પર એક ફોલ્ડર મળ્યું જેમાં પોર્ન વીડિયો તેમજ તેની બહેનો અને સહકાર્યકરોની વાંધાજનક તસવીરો હતી મારિયા કહે છે.
કલ્પના કરો કે તમારી સગાઈ થઈ છે તમને લગ્ન કરવા માટે 3 મહિનાનો સમય છે કાર્ડ્સ મોકલવામાં આવ્યા છે અને એક દિવસ તમને ખબર પડી કે તમારા મંગેતરે તમારી બહેનો અને તેના સહકાર્યકરોની તસવીરો ધરાવતું પોર્ન ફોલ્ડર છુપાવ્યું છે હાલમાં મારિયાની પોસ્ટ ટિકટોક પર વાયરલ થઈ છે તેનો વીડિયો 8 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે વીડિયોમાં મારિયાએ દાવો કર્યો હતો કે તે દિવસે મારું કમ્પ્યુટર કામ કરતું ન હતું.
તેથી જ મેં મારા બોયફ્રેન્ડનું કમ્પ્યુટર ચાલુ કર્યું તે મને મારી નોકરી માટે અરજી કરવામાં મદદ કરી રહ્યો હતો ત્યારબાદ મેં તેના કોમ્પ્યુટરમાં પોર્ન ફોલ્ડર જોયું જે જોયા બાદ મેં સંબંધ તોડી નાખ્યો મારિયાના આ ખુલાસાના વીડિયો પર ઘણા યુઝર્સે પ્રતિક્રિયા આપી છે કોઈએ કહ્યું કે તેણે સાચો નિર્ણય લીધો છે તો કોઈએ કહ્યું કે તેણે તેના ભાવિ પતિ સાથે આ વિશે ખુલીને વાત કરવી જોઈએ અને તેને પાઠ ભણાવવો જોઈએ.
બીજો એક આવો જ કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું.અહીં એક ગામમાં યોજાયેલા લગ્ન દરમિયાન બધું બરાબર ચાલી રહ્યુ હતું, પરંતુ વરરાજાના મિત્રએ કન્યાને હાથ ખેંચીને તેને ડાંસ માટે લઈ જતા યુવતીએ લગ્ન કરવાથી ઈનકાર કરી દીધો. યુવતીના કુટુંબીજનોએ આ વાતનો વિરોધ કર્યો. જેથી બંને પક્ષો વચ્ચે તકરાર થઈ ગઈ અને લગ્ન મોકુફ રાખવામાં આવ્યા.
આ ઘટના સામે આવ્યા બાદ પોલીસને જાણ કરવામાં આવી. યુવતીના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી દીધી. વરરાજાના માતા-પિતાએ સમાધાન માટે 6.5 લાખ રૂપિયા આપવા પડ્યા અને આ પહેલા કન્યા અને તેનો પરિવાર લગ્ન માટે ધામધૂમ સાથે બરેલી પહોંચ્યો હતો. લગ્નના આયોજન દરમિયાન પણ કેટલીક બાબતો બની જેમા મહેમાનો દારૂના નશામાં ધૂત થતા બોલાચાલી થઈ હતી. યુવતીના પિતરાઈ ભાઈના કહેવા મુજબ, વર પક્ષ વધારે દહેજ પણ માગી રહ્યો હતો.લગ્નના દિવસે જ બંને પક્ષો વચ્ચે તકરાર થતા બધુ સમાપ્ત થઈ ગયું. કન્યાના પિતાનું આ વિશે કહેવું છે કે હું તેના કન્યા ના નિર્ણયનો આદર કરું છું. હું તેને એવા વ્યક્તિ સાથે લગ્ન કરવા જોર ન કરી શકું જે તેનો આદર ન કરતો હોય.
યુવતીનો પરિવાર કનૌજ જિલ્લાથી હતો. જ્યારે વરરાજાની જાન બિઠરી ચૈનપુર વિસ્તારના એક ગામમાંથી આવી હતી. યુવત અને યુવતી બંને પોસ્ટ-ગ્રેજ્યુએટ હતા. બંને પક્ષોમાં તકરાર થઈ જતા એક કોમન સંબંધીએ તેમનું સમાધાન કરાવવાના પ્રયાસો કર્યા હતા.
સમાધાન કરાવવાનો પ્રયાસ કરનારા સંબંધીનું કહેવું છે કે, ‘જ્યારે બંને પક્ષોના સંબંધીઓએ ખરાબ વર્તન શરૂ કર્યું ત્યારે હું તૈયારીઓમાં વ્યસ્ત હતો. પરંતુ કોઈએ કન્યા સાથે ખરાબ વર્તન કર્યું નહોતું. વરરાજાએ તો નશો પણ નહોતો કર્યો ડાંસની ઘટના અંગે તેઓ બંને પક્ષના સંબંધીઓને દોષી બતાવ્યા.
જ્યારે પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ અશોક કુમાર સિંહે જણાવ્યું કે લગ્નનો મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે. કન્યા પક્ષે દહેજની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ આ બંને પરિવાર વચ્ચેનો મામલો હોવાથી કોઈ FIR નોંધવામાં આવી નથી.
બંને પક્ષો વચ્ચે સમાધાન પણ થઈ ગયું છે.રવિવાર યુવકના માતા-પિતાએ ફરીથી કન્યા પક્ષને સાદાઈથી લગ્ન યોજવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવતીએ લગ્ન કરવાની ના પાડી દીધી. યુવતીના ભાઈના કહેવા મુજબ વરરાજાના મિત્રોએ મારી બહેન સાથે ગેરવર્તણુક કરી છે અમારા પરિવારમાં અમે મહિલાઓને જાહેરમાં ડાંસ કરવાની મંજૂરી આપતા નથી.