આજે અહીં એવી બે ગુજ્જુ મહિલાઓની વાત છે જેઓએ ન્યુયોર્ક માં પોતાનો ડંકો વગાડ્યો.તાજેતરમાં ન્યૂયોર્ક સિટીમાં યોજાયેલ મેરેથોનમાં 2 ગુજરાતી મહિલાઓએ ભાગ લઇને ગૌરવ અપાવ્યું છે.
થોડા સમય પહેલા મેરાથોનની ટ્રેનિગ લેનારી સચી પટેલ જે 42 વર્ષની છે તથા ડેલનાઝ મેડોરા જે 39 વર્ષની છે તેઓએ મેરોથોનમાં ભાગ લઇને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું. ગુજરાતનું ગૌરવ વધારતી આ મહિલાઓને સતત સતત નમન છે. બહાર દેશમાં રહેવા છતાં પણ વાત જ્યારે પોતાના દેશ ની આવે છે ત્યારે ગુજરાતીઓ સૌથી આગળ છે.
ગુજ્જુ ગર્લ એ ન્યુયોર્ક માં પોતાનું નામ રોશન કર્યું છે.ન્યુયોર્ક માં મેરેથોન માં અવલ આવ્યા છે.આ ગુજ્જુ ગર્લ અમદાવાદી છે.અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં રહેતી અને ન્યૂયોર્ક તેમજ શિકાગો મેરેથોન પૂર્ણ કરનારી સચી પટેલે આગામી સમયમાં 4 વર્લ્ડ મરેથોન બર્લિન, બોસ્ટોન, લંડન અને ટોક્યોમાં મેરેથોન પણ પૂર્ણ કરવાનું સપનું સેવ્યું છે. ત્યારે હવે તેઓના આ હિંમત ને સૌ કોઈ દાત આપી રહ્યું છે. આ ગુજ્જુ ગર્લ એ આખા વિશ્વ માં ગુજ્જુઓનો ડંકો વગાડ્યો છે.
અહીં ગુજ્જુ ગર્લ નું કેહવુ છેકે આમતે તેઓએ ખાસ પ્રકારની ટ્રેનિંગ કરી હતી.આવો જાણી લઈએ તેની ખાસ ટ્રેનિંગ વિશે. સચિ ડાયટમાં કાર્બો હાઇડ્રેડ, પ્રોટીનનો ખોરાક વધારો માત્રામાં લે છે. સચિએ નમ્રતા શેઠના માર્ગદર્શનમાં અઠવાડિયામાં 3 દિવસ જિમમાં ટ્રેનિંગ અને અઠવાડિયામાં ચાર દિવસ 70 કિલોમીટર દોડવાનું શરૂ કર્યું હતું.
તેઓએ 2017 માં મુંબઇ ખાતે યોજાયેલ હાફ-મેરેથોનમાં ભાગ લીધો હતો. નાનપણ થી તેઓએ ને દોડવા નો ઘણો શોખ છે. સ્કૂલમાં પણ તેઓ અવારનવાર દોડ માં ભાગ લેતા હતાં. ઘણી મહેનત બાદ આજે તેમને આ પદ મળ્યું છે ત્યારે આપણે સૌ કોઈ તેમની ખુશી માં સભાગી બનવું જોઈએ.