અમદાવાદ ની સ્કૂલો માં દિવસેને દિવસે નવા નવા કાંડો સામે આવી રહ્યાં છે ક્યાંક કાળા ધંધા તો ક્યાંક કોલસેન્ટર. હાલમાં જ અમદાવાદની ખાનગી શાળા દિલ્હી પબ્લિક સ્કૂલ માં સ્વામી નિત્યાનંદના આશ્રમનો વિવાદ ચાલે છે.
ત્યારે અમદાવાદની જ અંકુર સ્કુલમાં શાળાની જ જગ્યાએ કોલ સેન્ટર ચાલતુ હતુ. જેનો ભાંડો ફુટ્યા બાદ DEO કહે છે, પોલીસનું કામ છે એ કરશે. અમારે કંઈ કરવાનું કહેવાનું રહેતુ નથી. સવાલો પોતાના પર ઊઠતાં આ પરિસ્થિતિ માં હાથ ઊંચા કરી દેવા તે ક્યાંનો ન્યાય છે.
જે સ્કૂલો માં સરસ્વતી નું નામ લેવાય છે ત્યાં ખુલે આમ ના કરવાના કારનામાં થઈ રહ્યા છે. ત્યારે આ બધાં મામલે તંત્ર કાઈ બોલી રહ્યું નથી. ખાનગી શાળાઓ છે કે ગેરકાયદે ધંધા ચલાવવાની જગ્યા. તેવા પ્રશ્નો આ DEOના નિવેદનથી ઉભા થઈ રહ્યા છે.
અંકુર સ્કૂલમાં ઝડપાયેલા કોલ સેન્ટરનો મામલે મોટા સંકળાયેલા હોવાને કારણે DEO દ્વારા સ્કૂલ અને સંચાલકોને છાવારવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. તંત્ર આરોપી ઓને આસરોઆપી રહી છે. જ્યારે તેઓ ને સજા આપી જોઈએ. સમગ્ર મામલા ની જાણ હોવા છતાં પણ હવે આમાંમલે કોઈ કંઈપણ બોલતું નથી.
આજથી લગભગ 15 એક દિવસ પેહલાં સ્કૂલની આડે ચાલતું કોલ સેન્ટર ઝડપાયું હતું. ત્યારે આ મામલે તંત્ર એ શું કર્યું. અંકુર સ્કૂલમાં ઝડપાયેલા કોલ સેન્ટરનો મામલે જ્યારે જિલ્લા શિક્ષણાધિકારીને પ્રશ્ન પુછવામાં આવ્યો ત્યારે રિતસર તેમણે આરોપી ઓને છાવરવાનો પ્રયાસ કર્યો હતો.
તે પોતાની જવાબદારી માંથી હાથ ખંખેરી લેવાની પેરવી કરી લીધી હતી. તેઓએ મામલે હાથ ઊંચા કરી દેતાં કાઈ પણ જણાવ્યુ નથી. અને આ મામલે થી જાણે બચી ને નીકળવા માંગતા હોય તેમ નીકળી ગયાં હતાં.
જ્યારે આ મામલે શિક્ષણ અધિકારીઓને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ પણ બચવાનો પ્રયાસ કર્યો હતો. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીનો ઉંડાઉ જવાબ આપતા જણાવ્યુ હતુ કે પોલીસ કેસ થયો હોવાથી અમારે કાઈ કરવાનું રહેતું નથી.
આટલુ કહીને જવાબદારીમાંથી જિલ્લા શિક્ષણાધિકારીએ હાથ ખંખેરી નાંખ્યા હતા. આ તમામ માહિતી તંત્ર ને હોવા છતાં પણ તેઓ શાંત બેસી રહ્યા છે. ત્યારે હવે આ ની જવાબદારી કોઈ લેવા તૈયાર નથી તેથી જ આજે ગુનેગાર આસનીથી ફરી રહ્યા છે.