મૈસુર દેશનનો સૌથી સ્વચ્છ શહેર છે જ્યારે ધનબાદ સૌથી ગાંદા છે કેન્દ્ર સરકારે દેશના સ્વચ્છ અને ગંદા શહેરોની સૂચિ બહાર પાડી છે 10 લાખથી વધુ વસ્તીવાળા 73 શહેરોમાં સ્વચ્છતાના સર્વે બાદ આ યાદી બહાર પાડવામાં આવી છે.
સ્વચ્છ તાની યાદીમાં મૈસુર સતત બીજા વર્ષે પણ ટૉપ પર છે એ સમયે મહારાષ્ટ્ર અને ગુજરાતના બે શહેરો ટૉપના 10 સ્વચ્છ શહેરોમાં સ્થાન મેળવી શકે છે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મત વિસ્તાર વારાણસી 65 મા સ્થાને છે.
સૌથી સ્વચ્છ 10 શહેરોમાં મૈસૂર સિવાય ચાંદીગઢ, તિરુચિરાપલ્લી, નવી દિલ્હી, વિશાખાપટ્ટનમ, સુરત, રાજકોટ, ગંગટોક પિંપરી, ચિંદવાડ અને ગ્રેટર મુંબઇ પણ છે.
આ સૂચિ મુજબ ધનબાદ, આસનસોલ, ઇટાનગર, પટણા, મેરઠ, રાયપુર, ગાઝિયાબાદ, જમશેદપુર અને બનારસ ગંદા શહેરોમાં શામેલ છે.
નોંધપાત્ર વાત એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ષ 2014 માં સત્તા સંભાળ્યા પછી સ્વચ્છ ભારત અભિયાન પર જોરશોરથી કામ કરી રહ્યાં છે પણ તમને જાતે જ ઘણી વખત સાવરણી લઈને પોતેજ સફાઈ કરતા જોવા મળ્યા.
ભારત સરકારનું સ્વચ્છ ભારત અભિયાન અત્યાર સુધીમાં દેશભરના ચાર હજારથી વધુ મોટા અને નાના શહેરોમાં ચલાવવામાં આવ્યું છે.