જો કોઈ તમને એમ કહેશે કે એક ગામમાં લગભગ 2 હજાર કુટુંબો રહે છે.આ ગામમાં સેંકડો જુડવા રહે છે.તો તમે તેને માનશો કદાચ નહીં.પરંતુ હા તે સાચું છે. ભારતમાં એક એવું ગામ છે જ્યાં 250 જુડવા બાળકો રહે છે. આ કાલ્પનિક વાર્તા નથી, પરંતુ સત્ય છે. કોધિની નામનું આ ગામ કેરળ રાજ્યના મલ્લાપુરમ જિલ્લામાં છે.
સરકારી આંકડા મુજબ, આ ગામમાં જુડવા બાળકોની સંખ્યા ભલે 250 હોઈ શકે છે, પરંતુ તેમની સંખ્યા સત્તાવાર રીતે 350 કરતા વધારે છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે જોડિયાઓની સંખ્યા દર વર્ષે વધતી રહી છે. છેવટે,આવું સા માટે થઈ રહ્યુ છે એનો જવાબ ના તો ડોક્ટર પાસે છે ના વિજ્ઞાન પાસે છે.
સ્થાનિક ડોકટરોનું માનવું છે કે આ લોકો કંઈક એવું ખાય છે કે જેના લિધે જુડવા બાળક જન્મે છે અથવા તો સંભવત. તે આનુવંશિક કાર્ય છે.અધિકૃત જવાબો ના અભાવને કારણે, જુડવા બાળકોનું આ ગામ એક મોટું રહસ્ય છે.
આ ગામની વિશેષતા એ છે કે અહીંની મહિલાઓ, જેમણે ગામની બહાર લગ્ન કર્યા છે, તેઓને પણ જુડવા બાળકોને પણ જન્મ આપે છે. ગામ લોકોના જણાવ્યા અનુસાર, અહીં સૌ પ્રથમ 1949 માં જુડવા બાળકોનો થયો હતો. ત્યારથી લઈ ને આજ સુધી આ સિલસિલો ચાલુ છે. લગભગ 79 જુડવા બાળક ની ઉંમરના 10 વષૅ કરતાં ઓછી હશે છે.
નોંધપાત્ર વાત એ છે કે વિશ્વના અન્ય દેશોની તુલનામાં ભારતમાં જુડવા બાળકો ની સરેરાશ સંખ્યા ઘણી ઓછી છે. જો કે, કોધિની ગામમાં ટ્વિન્સ અને કિન્સ એસોસિએશન નામની એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે, જે અહીં થતી પ્રવૃત્તિઓનો રેકોર્ડ રાખે છે.