જ્યાર થી ગ્લોબલ હંગર ઇન્ડેક્સ એ આગામી વર્ષ ના આંકડા જાહેર કર્યા છે ત્યારથી જ સાબિત થઇ ગયું છે કે હવે ભારત ની સ્થિતિ શું છે. સરકાર ની ગુલાબી વાત નો રંગ કેટલો કાળો છે તે આ આંકડા એ જાહેર કર્યા છે.છેલ્લાં પાંચ વર્ષમાં આવું એકથી વધારે વખત બન્યું છે.
જોકે તેનાથી સત્ય બદલાઈ જતું નથી,અને સત્ય એ છે કે ભારત ભૂખમરા મામલે દુનિયાના સૌથી પછાત દેશોથી પણ પાછળ છે.જ્યારે દેશમાં અગાવ કોંગ્રેસ સરકાર હતી ત્યારે ક્યારેય આવી સ્થિતિ સર્જાઈ ના હતી.છેલ્લા પાંચ વર્ષ થી દેશ આર્થિક રીતે પછાત થતો જાય છે દિવસે ને દિવસે લોકો બેરોજગાર બનતા જાય છે.
સરકાર એક બાજુ ગરીબી હટાવવા ના નારા લગાવી રહી છે.અને આ બાજુ દેશ ની આર્થિક સ્થિતિ વિશ્વ સ્તરે બગડતી જાય છે.ભારત માં ભલે સુવિધાઓ વધતી હોય પરંતુ આ સુવિધાઓ માત્ર અમીરો જ ઉઠાવી શકે છે.
આંતરરાષ્ટ્રીય સંસ્થા ‘કન્સર્ન વર્લ્ડવાઈડ’ અને જર્મનીની સૌથી મોટી સંસ્થાઓ પૈકીની એક ‘વેલ્ટ હન્ગર હિલ્ફ’ દ્વારા તૈયાર કરવામાં આવેલા ‘ગ્લોબલ હન્ગર ઈન્ડેક્સ’નો ૨૦૧૯નો રિસર્ચ રિપોર્ટ જાહેર થઈ ગયો છે.ત્યારે હવે એ વાત નાં ચર્ચા વધારે છે કે હવે સરકાર પાસે આ સ્થિતિ સામે શુ જવાબ છે.સરકાર હવે ભારત ની આ શરમજનક સ્થિતિ પાર કોઈ પણ જાત ના વલણો કરવા તૈયાર નથી.
પોતાની પર ઉઠતી આંગળીઓ માટે હવે સરકાર પાસે કોઈ જવાબ નથી.જ્યારથી આ આંકડા બહાર આવ્યા છે ત્યારબાદ હવે સરકારે કોઈ પણ નિવેદન જાહેર કર્યું નથી.જે અંતર્ગત વૈશ્વિક ભૂખમરા મામલે વિશ્વના ૧૧૭ દેશોમાં ભારતને ૩૦.૩ના આંક સાથે ‘ગંભીર’ની કક્ષામાં રાખવામાં આવ્યો છે.આઘાત લાગે તેવી વાત એ છે કે, બોત્સવાના, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં પણ સ્થિતિ ભારત કરતાં સારી છે.
ગ્લોબલ હન્ગર ઈન્ડેક્સમાં ભારત ૧૦૨ નંબર પર, પાકિસ્તાન ૯૪ અને બાંગ્લાદેશ ૮૮મા ક્રમે છે.હવે આ વાત કેટલી શરમજનક જે તેના પર કોઈ વધુ માહિતી આપવાની જરૂર નથી.પાકિસ્તાન ની સ્થિતિ પણ ભારત કરતા સારી છે.ત્યારે હવે આ કેટલી હદે શરમજનક વાત કેહવાઈ છે.એક બાજુ સરકાર ના મોભરી નવી નવી સ્કીમો લાવે છે અરે સ્કીમો કરતાં સિગ્નલ પર રખડાતાં છોકરાઓને માટે કઈ સગવડ કરોજો આવુજ રેહશે તો આવતાં નવા આંકડા એટલા શરમજનક હશે તેનું કોઈ પાર જ નહીં.