અત્યારના સમયમાં લોકો નાનામાં નાની નોકરી શોધવા માટે શુ નું શુઇ કરી નાંખતા હોય છે પણ અમે તમને જે વાત કરવા જઈ રહ્યા છીએ એ શિવા સિંહ છે જે જયપુરનો છે અને તે ખરેખર આશ્ચર્યજનક છે, આ 48 વર્ષનો શિવ સિંહ સવારે જુદા જુદા સ્થળોએ ભીખ માંગવા માટે જાય છે અને સવારે 3 વાગ્યે રાજસ્થાન યુનિવર્સિટીના કોલેજ કેમ્પસમાં પહોંચે છે અને તેની જૂની અને ફાટેલી તૂટેલી થેલીમાં પુસ્તકો ભરીને જાય છે.
અને તે ભીખ માંગીને પોતાનું જીવન જીવતા હતા અને શિવસિંઘ આ દિવસોમાં કાયદાનો અભ્યાસ કરી રહ્યા છે અને એ જુદી વાત છે કે તેમના શિક્ષકો અને સહપાઠીઓને ક્યારેય એવું ન લાગ્યું હતું કે શિવસિંહ ભિખારી છે અને તે ફક્ત તેના વર્ગમાં નિયમિત જ નહીં પણ જ્યારે તેમનો કલાસ નથી ત્યારે તે પુસ્તકાલયમાં બેસીને અભ્યાસ કરે છે.
જૂના દિવસોને યાદ કરતાં શિવસિંહે કહ્યું હતું કે તેના પિતા મજૂર તરીકે કામ કરતા હતા અને તેમ છતાં તેમણે ભણતરનો ખર્ચ સહન કરવો પડ્યો હતો અને નાનપણમાં જ શિવસિંહ પોતે મજૂરી કામ કરતો હતો અને યુવાન શિવસિંહે ગંગાપુર શહેરની સરકારી કોલેજમાં અભ્યાસ કર્યો હતો અને પછી લગ્ન પણ કર્યા હતા અને બાળકો થયા હતા અને પછી પાછળથી તે હાથમાં ખામી હોવાને કારણે મજૂર તરીકે પણ કામ કરી શક્યો નહીં.
અને તેમનો હાલાત એટલો ખરાબ થઈ ગયો હતો કે તેમની પત્ની અને તેમના બાળકો તેમને છોડીને જતા રહ્યા હતા અને બીજો કોઈ ઉપાય ન જોઈને શિવસિંહે ભીખ માંગવાની ચાલુ કરી અને ભીખ માંગવામાં મળેલા પૈસાથી, તે પોતાના માટે કાયદાના પુસ્તકો ખરીદે છે અને પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા માંગે છે અને જેથી તેમને અદાલતમાં નોકરી મળી શકે.