ભારતમાં ફિલ્મ સ્ટાર્સને લઈને લોકોની દીવાનગી વિશે બધાને ખબર છે. કેટલીકવાર આ દીવાનગી હદથી આગળ જાય છે, જેના કારણે આ ફિલ્મ સ્ટાર્સે બોડી ગાર્ડ રાખવા પડે છે. આજ સુધી તમે સલમાન ખાનના બોડીગાર્ડનું નામ જ સાંભળ્યું હશે, જેનું નામ શેરા છે, ફિલ્મ સ્ટાર્સના બોડીગાર્ડ્સના નામ પર. મતલબ કે મોટાભાગના લોકો ફક્ત સલમાન ખાનના બોડીગાર્ડ શેરાને જ જાણીએ છીએ.
પણ આજે અમે તમને બોલિવુડના સૌથી હોટ સ્માર્ટ અને હેન્ડસમ બોડીગાર્ડ્સ વિશે જણાવી રહ્યા છીએ. જે અનેક અભિનેત્રીઓ અને આંતરરાષ્ટ્રીય સેલીબ્રેટીઓનો બોડીગાર્ડ પણ રહી ચુક્યા છે. કેટરિના કૈફના બોડીગાર્ડનું નામ “દીપક કુલભૂષણ” છે.
જે ફિલ્મ સુપરસ્ટારથી ઓછો નથી લાગતો. દિપકસિંહની સ્વેગ સ્ટાઇલ જોઈને તમે પણ હેરાન થઈ જશો. તેની લાંબી હાઈટ અને ફીટ બોડી સાથે, જ્યારે દીપક સિંહ ગોગલ્સ પહેરીને કેટરિના કૈફ સાથે બહાર જાય છે, ત્યારે એક અલગ સ્વેગ દેખાય છે.
તમે જાણીને હેરાન થઈ જશો કે અત્યાર સુધીમાં દિપક સિંહને ઘણી બધી ફિલ્મોના ઓફર પણ આવ્યા છે.પણ તેને આ ઓફરને સ્વીકારીયા ન હતા.દિપક કુલભુષણના પિતા એક આર્મી ઓફિસર છે.
દિપક ક્યારે પણ બોડીગાર્ડની જોબ કરવા માંગતા ન હતા.તે એક ક્રિકેટર બનવા માંગતા હતા.દિપક કુલભુષણની પોતાની એક સિક્યોરિટી એન્જસી પણ છે.તેના પછી પણ તે સ્ટાર્સને ગાઈડ કરવા હંમેશા તૈયાર રહે છે.
કૈટરીના કૈફ પછી દિપક કુલભુષણ આજ સુધી શાહરૂખ ખાનથી લઈને માધુરી દિક્ષિત સુધી ,અનિલ કપુર, રણબીર કપુર,અને રાની મુખર્જી ,સચિન તેંડુલકર ની સાથે ઘણા બધા ઇન્ટરનેશનલ સેલેબ્રિટીને ગાર્ડ કર્યા છે.ઘણા વર્ષો પહેલા દિપક કુલભુષણે એક ઇટરવ્યુમાં કહ્યું હતું કે ફિલ્મ મેકર થી લઈને અભિનેતા અને કોરિયોગ્રાફર તેમને ફિલ્મ ક્ષેત્રમાં ટ્રાઇ કરવાનું કહ્યું હતું.પણ તેમને એવું ના કર્યું.
દીપક કુલભૂષણ પરિણીત છે અને ખુબ જ સુંદર પુત્રી છે. દીપક લાંબા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યો છે. તે હંમેશાં એક સેલિબ્રેટી સાથે નહી પણ હંમેશાં દરેક સ્ટાર્સને ગાર્ડ કરે છે. દીપક ઉત્તર પ્રદેશના આગ્રા શહેરનો રહેનારા છે અને એક્ટર રોનિત રોયના સબંધી પણ છે. દીપકની પોતાની ‘ડોન સિક્યુરિટી સર્વિસ’ નામની સિક્યુરિટી એજન્સી છે. સલમાન ખાનનો બોડીગાર્ડ શેરા ફિલ્મ “બોડીગાર્ડ” માં સલમાન ખાન સાથે જોવા મળ્યો હતો.
દિપકને ઘણી ફિલ્મોની ઓફર્સ પણ મળી છે, પણ તેણે વ્યક્તિગત કારણોના લીધે ફિલ્મોમાં કામ કરવાનો ઇનકાર કરી દીધો હતો. દીપકના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને જોતા ખબર પડે છે કે દીપકે દિશા પટની, જેકલીન, વરૂણ ધવન અને સલમાન ખાન સાથે પણ કામ કર્યું છે. દીપકની પોતાની તસવીરો જોવા , તમને એમ થશે કે તે ફિલ્મોમાં અભિનેતા હોવો જોઈએ.