તરબૂચ ને ઉનાળા નું સુપરફૂડ કહી શકાય છે. આપણામાંથી મોટાભાગના લોકો ગરમીની ઋતુમાં તરબૂચનું સેવન કરે છે. તે સ્વાદમાં ખૂબ જ મીઠું છે અને તેમાં કેલરીની માત્રા ખૂબ ઓછી છે. તે ઉનાળાની ઋતુમાં શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. સાથે જ તે વિટામિન, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ ઉપરાંત ઘણા જરૂરી પોષક તત્વોનો ઉત્તમ સ્ત્રોત છે. જેથી તે માત્ર તમારા શરીરને પૂરતું પોષણ જ નથી આપતું, પરંતુ તમને ઘણી બીમારીઓથી પણ બચાવે છે.
પરંતુ શું તમે જાણો છો કે, તરબૂચ ખાવાનું કેટલાક લોકો માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઇ શકે છે? સ્વાસ્થ્ય વિશેષજ્ઞો અનુસાર કેટલીક શારીરિક સમસ્યાઓ કે બીમારીઓમાં તરબૂચનું સેવન કરવાથી તેમની સ્થિતિ ખરાબ થઇ શકે છે. આ લેખમાં આપણે આવું થવાનાં કારણો જાણીશું તેમજ કોણે તરબૂચ ખાવાનું ટાળવું જોઈએ તે જાણીશું.
આવો!! પહેલા આપણે ગરમીની ઋતુ માં તરબૂચ ખાવાના ફાયદા જાણીએ:
સંસ્કૃતમાં તરબૂચ ને કાલિંદા કહેવામાં આવે છે. તે તમારા શરીરને પોષણ આપે છે, તેને ઠંડુ કરે છે અને બળતરાને શાંત કરે છે. સાથે જ તે યૂરિન ઇન્ફેક્શનથી રાહત મેળવવામાં મદદ કરે છે અને શરીરને એનર્જી આપે છે, જેનાથી તમારો થાક દૂર થાય છે. આ સિવાય તે શરીરની ગરમી અને પિત્તને ઘટાડવામાં મદદ કરે છે.
શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે:
હેલ્થ એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે તરબૂચમાં લગભગ 90 ટકા પાણી હોય છે. જેથી તે ગરમીની ઋતુમાં શરીરમાં પાણીની કમીને પૂરી કરે છે એટલું જ નહીં, તમારા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. ઉનાળાની ઋતુમાં શરીરમાં પાણીની કમીના કારણે અનેક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઇ શકે છે. તે તમને પેત ને લગતા ઘણા રોગો માં રાહત આપે છે.
તરબૂચ એન્ટિઓક્સિડન્ટ્સનો શ્રેષ્ઠ સ્ત્રોત છે:
તરબૂચમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. એન્ટીઓકિસડન્ટો તમારા શરીરને ફ્રી રેડિકલ અને ઝેર સામે લડવામાં મદદ કરે છે. એન્ટીઓકિસડન્ટો ત્વચાને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે.
હૃદયરોગ અને કેન્સરનું જોખમ ઘટાડે છે:
એવા ઘણા અભ્યાસો છે જેમાં બહાર આવ્યું છે કે શરીરમાં હાજર ફ્રી રેડિકલ્સ ઓક્સિડેટીવ તાણને ઉત્તેજિત કરી શકે છે. જે કોષોને નુકસાન પહોંચાડે છે. તેનાથી હૃદયરોગ અને કેન્સરનું જોખમ પણ વધે છે. આવી સ્થિતિમાં, તરબૂચ ખાવાથી ફ્રી રેડિકલ્સ સામે લડવામાં અને તેમને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ મળી શકે છે. સાથે જ તે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવામાં પણ મદદ કરે છે જેથી હાર્ટ એટેક અને સ્ટોક જેવી સમસ્યાઓ નું જોખમ ટળે છે.
View this post on Instagram
ક્યાં રોગ ના દર્દીએ તરબૂચ ન ખાવું જોઈએ અને શા માટે?
ડો.અર્પણાના જણાવ્યા અનુસાર તરબૂચ ભલે શરીરની ગરમી અને પિત્તને સંતુલિત રાખવામાં મદદ કરે છે, પરંતુ તેના ઠંડા સ્વભાવને કારણે તે વાત અને કફમાં અસંતુલન પેદા કરી શકે છે. જેના કારણે કેટલીક સમસ્યાઓમાં તેના સેવનથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે, જેમ કે:
1. શરદી-ખાંસી
2. ગળામાં દુખાવો
3. તાવ
4. સાઇનસાઇટિસ
5. એલર્જી
6. અસ્થમા
7. સંધિવા
ડો.અર્પણા જણાવે છે કે “તેના ઘણા દર્દીઓએ તડબૂચ ખાધા પછી સોજો અને સંધિવાના દુખાવામાં વધારો અનુભવ્યો હતો, કારણ કે તે પ્રકૃતિને ઠંડક આપે છે. સતત ૩ દિવસ સુધી તરબૂચ ખાવાથી પણ મારા એક દર્દીનો દુખાવો વધી ગયો. આવી સ્થિતિમાં, તે વધુ સારું છે કે તમે આ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ દરમિયાન તરબૂચ ન ખાઓ.