છેલ્લા કેટલાક દિવસો થી હવામાન વિભાગે વરસાદ અને વાવાઝોડાની આગાહી આપી હતી અને તે દિવસ આવી ગયો છે 6 નવેમ્બર ને બપોરે 2 વાગ્યે વાવાઝોડું આવવાનું બાહેધરી આપી છે.અને સનાતન આ વાત 100 ટકા સાચી છે.હવનામ વિભાગે ગુજરાતના સુરત,વડોદરા,અમદાવાદ જેવા અનેક શહેરોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી જાહેર કરી છે.વાવાઝોડું ખૂબજ નજીક છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર ‘વાયુ’ અરબ સાગરમાં ઉત્તર-પશ્ચિમ દિશા તરફ વળી રહ્યું છે.
વાયુ પોરબંદરથી 50 કિલોમિટર દૂર સ્થિત છે. હવામાન વિભાગે એવું પણ જણાવ્યું કે ‘વાયુ’ ધીમે-ધીમે સૌરાષ્ટ્ર તટથી દૂર જઈ રહ્યું છે.ગુજરાત રાજ્ય માં “મહા વાવાઝોડાની મોટી આફત હવે ધીરે ધીરે ટળી રહી હોય તેમ લાગી રહ્યું છે.તંત્ર તમામ પડકારોને પહોંચી વળવા સજ્જ થયુ છે.ત્યારે એનડીઆરએફ પણ બચાવ અને રાહતની કામગીરી માટે સજ્જ થઈ ગઈ છે.રાજ્યની 15 એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે.તો પૂનાથી 5, ભટીંડા અને હરિયાણાથી 6-6 ટીમો તૈનાત થશે.આ સાથે રાજ્યમાં એનડીઆરએફની કુલ 32 ટીમો કામગીરી કરશે.જો કે વાવાઝોડાના ખતરાને પગલે ગુજરાતના દરિયા કિનારે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હાલ મહા વાવાઝોડું વેરાવળથી 100 કિલોમીટર દૂર જ્યારે દીવથી 150 કિલોમીટર દૂર સ્થિત છે. તો પોરબંદરથી 50 કિલોમીટર દૂર જોવા મળી રહ્યું છે.મહા વાવાઝોડુ ધીરે ધીરે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યુ છે.રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છેકે,તા.6 મી વહેલી સવારે મહા વાવાઝોડુ દિવ અને પોરબંદર વચ્ચે ટકરાય તેવી શક્યતા છે.વાવાઝોડાના પગલે રાજ્ય સરકારે અગમચેતીના પગલા લીધાં છે.રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને વાવાઝોડાની પરિસ્થિતીને લઇને સપર્ક કર્યો છે. આ ઉપરાંત કાચા મકાનોને ય અસર થઇ શકે છે.આ કારણોસર સંભવિત વિસ્તારોમાંથી લોકોનુ સૃથળાંતર કરાવવામાં આવી રહ્યુ છે.સાથે સાથે દરિયામાંથી માછીમારી કરવા ગયેલી બોટોને પણ પરત બોલાવવામાં આવી છે જેથી દરિયાકાંઠે બોટોનો ખડકલો થયો છે.મહા વાવાઝોડાને કારણે જાનહાની ન સર્જાય તે માટે રાજ્ય સરકાર એલર્ટ મોડ પર છે. સ્ટેટ ઇમરજન્સી સેન્ટરથી સમગ્ર પરિસિૃથતી પર નજર રાખવામાં આવી રહી છે. જરૂર પડે રાહત કામગીરી માટે કોસ્ટગાર્ડના આઠ જહાજ, બે એરકાફ્ટ તૈનાત કરાયા.ભટીંડાથી આવનારી ટીમ અમદાવાદ ઉતરશે.
દિલ્હીથી આવનારી હરિયાણાની ટીમ જામનગર ઊતરશે. આ તમામ ટીમોને બે ભાગમાં વહેંચવામાં આવી છે. જેમાં ટીમ-1 દ્વારકા, બોટાદ, જામનગર, રાજકોટ, મોરબી, વલસાડ, નવસારી, આણંદ, ખેડા, અમદાવાદમાં રહેશે. જ્યારે ટીમ-2 પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, ભરૂચ અને દીવમાં રહેશે. જ્યારે બે ટીમને ગાંધીનગર, વડોદરા અને જૂનાગઢમાં રિઝર્વ રખાઈ છે.વાવાઝોડુચોથી નવેમ્બરની રાત્રે વધારે વેગ પકડશે અને પાંચમી નવેમ્બરે સવારના સમય બાદ ધીમું પડી જશે. ત્યારબાદ વાવાઝોડું ફરી વેગ પકડશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
આ ઉપરાંત રાજ્યના અમદાવાદ, સુરત, રાજકોટ, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં સાતમી અને આઠમી નવેમ્બરે ભારે વરસાદ પડશે તેવી શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા રજૂ કરવામાં આવી છે.ચોથી નવેમ્બરના રોજ બપોરે અઢી વાગ્યા આસપાસ મહા વાવાઝોડું અરબી સમુદ્રના મધ્ય-પૂર્વ વિસ્તાર પરથી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પસાર થયું હતું અને હાલ તે ઉત્તર-પશ્ચિમ વિસ્તાર તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડું હાલ વેરાવળના દરિયાકિનારાથી આશરે 90 કિલોમીટર દૂર છે. પાંચમી નવેમ્બરની વહેલી સવારે વાવાઝોડું ધીમું પડી ને પછી પાછી ગતી પકડી છે.ખંભાતના 15 ગામોમાં એલર્ટ અપાયુ છે.આ વિસ્તારોમાં અિધકારીઓની રજાઓ રદ કરીને વિવિધ કામગીરી સુપરત કરાઇ છે. 24 કલાક કંટ્રોલરૂમ શરૂ કરાયા છે. હોમ સેલ્ટરની વ્યવસૃથા ઉભી કરવામાં આવી રહી છે. દરિયાકાંઠે લોકોને ન જવા માટે સૂચના આપવામાં આવી રહી છે.દરિયામાંથી માછીમારી કરવા ગયેલી બોટોને પરત બોલાવાઇ છે.કચ્છમાં અત્યાર સુધીમાં 1015 બોટો દરિયામાંથી પરત ફરી છે. માછીમારોને ય દરિયો ન ખેડવા આદેશ કરાયો છે. વિના મંજૂરીએ માછીમારી કરનારાં માછીમારને દંડ કરવા પણ સૂચના આપવામાં આવી છે.
વાવાઝોડાના કારણે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. આ જોતાં દરિયાકાંઠે વોટરસ્પોર્ટસ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.રાજ્યના હવામાન વિભાગે એવી આગાહી કરી છેકે, પ્રભાવિત વિસ્તારોમાં 50 થી 60 કીમીની ઝડપે પવન ફુંકાશે.ખાસ કરીને ભારે પવનને કારણે કાચા મકાનોને અસર પહોંચી શકે છે જેના કારણે અમુક વિસ્તારોમાંથી લોકોનુ સૃથળાંતર કરાવાઇ રહ્યુ છે. દિલ્હી અને હરિયાણાથી એનડીઆરએફની ટીમો બોલાવવામાં આવી છે. 8 એનડીઆરએફની ટીમોને સોરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં મોકલાઇ છે જયારે બે ટીમો દિવમાં સજ્જ રખાઇ છે.
ગીર સોમનાથમાં 2,ભાવનગરમાં 3 એમ કુલ મળીને 15 ટીમોને તૈનાત કરવામાં આવી છે.હજુય વધુ 10 એનડીઆરએફની ટીમોને એરલિફ્ટ કરવા તૈયારી કરવામાં આવી રહી છે.મહા વાવાઝોડાને પગલે કોસ્ટગાર્ડને પણ એલર્ટ કરાયુ છે.દરિયાકાંઠે 2 એરક્રાફ્ટ ઉપરાંત 8 જહાજોને પણ તૈયાર રાખવામાં આવ્યા છે.મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંઘે વિડીયો કોન્ફરન્સ કરીને ડીડીઓ સહિતના અિધકારીઓ સાથે ચર્ચા વિચારણા કરીને જરૂરી સૂચનાઓ આપી છે.મુખ્યમંત્રી વિજય રૂપાણી ખુદ સમગ્ર પરિસ્થિતિ પર રજેરજની માહિતી મેળવી રહ્યાં છે અને સ્ટેટ ઇમરજન્સી સેન્ટર પરથી મોનિટરીંગ કરી રહ્યાં છે.સરકાર ના પુરે પુરા પ્રયત્ન છે કે વાવાઝોડું જન જીવનને કોઈ હાનિ ના પોહચાડી શકે.