માત્ર આયુર્વેદના નિયમોનું પાલન કરવાથી જીવનભર નીરોગી રહી દવાખાના ના ખર્ચા પણ બચી જાય છે. આજે અમે તમને ખૂબ જ ઉપયોગી એવા આ સોનેરી સૂત્રો જણાવવા જય રહ્યા છીએ તેનું માત્ર પાલન કરવાથી ક્યારેપણ રોગ તમારી નજીક પણ નહીં આવે.
રોજ સવારે સૂર્યોદય પહેલાં ઉઠીને શૌચ જવું તથા સ્વચ્છ પાણીથી સ્નાન કરવું. બાવળ અથવા લીંબડાનું દાતણ કરવું. બની શકે તેટલો વ્યાયામ કરવો. શાકભાજી તાજા અને સ્વચ્છ લેવાં. રસોડામાં માખીઓ, ગંદકી વગેરે ન હોવું જોઈએ. પાણી ભરવાનાં વાસણ અને પાણી ખૂબ જ સ્વચ્છતા માગે છે. પાણીને બે વખત સ્વચ્છ ગળણા વડે ગાળવું જોઈએ. પાણી પીવાના કળશા-પ્યાલા એઠા કરીને ગોળા-માટલામાં ન બોળવા જોઈએ. આસપાસ કોઈ પ્રકારનો રોગ હોય તો ઘરના બધા માણસોએ ઉકાળીને ઠારેલું પાણી પીવું જોઈએ.
ઘણા માણસો સોડ માથાથી પગ સુધી કરી સૂઈ જાય છે. આ રીત ખરાબ છે. તે ત્યજવી જોઈએ. સૂતી વખતે ઇષ્ટની પ્રાર્થના કરી નિશ્ચિત મનથી સૂઈ જવું. શ્વાસ લેવાની ટેવ નાકથી જ પાડવી. નાક એ શ્વાસ લેવાનું યંત્ર છે. ઋતુ-ઋતુનાં તાજાં ફળો ખૂબ જ પોષણ આપનારાં હોય તે ખાવાં. ખાધા પછી વ્યાયામ કરવો નહીં. ખોરાક ખૂબ જ ચાવવો જોઈએ. ‘ખોરાક પીઓ અને દૂધ ચાવો.’ અર્થાત્ ખોરાકને ખૂબ ચાવીને પ્રવાહી બનાવી દો. દૂધ ધીરે ધીરે પીઓ.
જમીને તરત પેશાબ કરવાની ટેવ લાભદાયક છે. મન અને યૌવનને ઉશ્કેરે એવું ગંદુ સાહિત્ય કદી પણ ન વાંચવું. સંધ્યા સમયે લેખન-વાંચન બંધ કરવું. શરીર પર ખૂબ તેલ ચોળી પછી સ્નાન કરવું. બે મિનિટમાં સ્નાન કરીને ઉભા થવું, એ તો નાહવાની મશ્કરી છે. કાન ખોતરવા નહીં. દાંતને બરાબર સ્વચ્છ રાખવાં. શોખ ખાતર ચશ્માં પહેરવા નહીં. કોઈનું એઠું ખાવું નહીં. વ્યસનોના ગુલામ ન બનો.
પુરુષે ૨૫ વર્ષ પહેલાં અને સ્ત્રીએ ૨૦ વર્ષ પહેલાં ધાતુને વેડફશો નહીં. ક્ષય ઉત્પન્ન કરનારા કારણોમાં સ્ત્રીસંભોગ એ સૌથી મહાન છે. નપુંસકતા ઉત્પન્ન કરનારા કારણોમાં વીર્યના વેગને રોકવો એ મોટું કારણ છે. વાસી ખોરાક અરુચિ પેદા કરે છે. ઉપવાસથી આયુષ્યમાં કાપ આવે છે.
ભૂખ વગરનું જમવું એટલે શરીરને હાથે કરીને નબળું બનાવવું. અપચો હોવા છતાં ખાધા કરવું એટલે સંગ્રહણીને નોતરું આપવું. બ્રહ્મચર્ય એ આયુષ્ય વધારનારી સર્વોત્તમ છે. સંતોષ જેવું કોઈ સુખ નથી. લોભ જેવી દુઃખદાયક વસ્તુ કોઈ નથી.
જીવનપોષક તત્ત્વોમાં દૂધ સર્વોત્તમ છે. વગર વિચાર્યું બોલવું એ સૌથી ખરાબ છે. વર્ષાઋતુમાં દહીં પિત્તને ઉત્પન્ન કરે છે. કફને કોપાવે અને વાયુનું સમન કરે છે. હરસ, ગુલ્મ, કોઢ અને રક્તપિત્તવાળાઓએ આ ઋતુમાં દહીં ન ખાવું. શરદ ઋતુમાં દહીં ખાવું જરા યે હિતકર નથી.
હેમંત ઋતુમાં દહીં ખાવું એ ખૂબ સારું છે. શિશિર ઋતુમાં દહીં ખાવું લાભદાયક છે. બળ, વૃદ્ધિ, અને ધાતુઓની વૃદ્ધિ કરે છે. ૬૦. વસંત અને ગ્રીષ્મ ઋતુમાં દહીં ખાવું નહીં. ચાની ટેવ છોડો, વીર્યનો હ્રાસ કરે છે.