ગુજરાત માં ટ્રાફિક ને લઈને સરકાર છેલ્લા કેટલા દિવસો થી ખુબજ કડક થઇ ગઇ છે.ગુજરાત માં ઘણી જગ્યાએ ટ્રાફિક ના આ નવા નિયમો નું પાલન ન કરવા કેટલાક લોકોએ સરકાર વિરુદ્ધ ઘણાં પ્રદશન કર્યાં છે.ત્યારે હવે આખરે એ સરકાર દ્વારા વાહન ચાલકો માટે માટે સારા સમાચાર જાહેર કરી દેવાયા છે.સરકાર દ્વારા વાહન ચાલકો ને અમુક કારણો સર હેલ્મેટ ના પહેરવાની અને ફોર વિહલર માં શીટ બેલ્ટ ના બાંધવાની છૂટી આપવામાં આવી છે.તમને થતું હશે કે અચાનક સરકાર આટલી મહેરબાન શા માટે થઈ તો તમને જણાવી દઈએ કે શહેરમાં અત્યારે ફેસ રિક્ગનિશન સિસ્ટમ એટલે કે ચહેરો માન્યતાનો ટેસ્ટિંગ ટ્રાયલ ચાલતી હોવાથી હેલ્મેટ અને સીટ બેલ્ટ વગરના વાહન ચાલકોને ઈ-મેમા ફટકારવામાં આવશે નહીં.આ નિયમ ક્યાર સુધી ચાલશે તે બહાર આવ્યું નથી.
પરંતુ હાલ પૂરતું હેલ્મેટ અને શીટ બેલ્ટ ના કાયદા ને ઇ મેમાં થી દુર રાખવા માં આવ્યો છે.પોલીસ દ્વારા હાલમાં માત્ર રેટ વાયોલેશન એટલે કે સિગ્નલ ભંગના જ ઈ-મેમા ફટાકરવામાં આવી રહ્યા છે.આ સિવાય અન્ય કોઈ પણ ટ્રાફિક નિયમ ભંગ બાબતે ઇ મેમો ફટકારવા માં આવશે નહીં.ત્યારે આપણે જાણી લઈએ સરકાર નવા નિયમ થી શુ કરવાની છે.સરકાર નું જાહેર જનતાને હેલમેટ અને શીટ બેલ્ટ માટે છૂટી આપવાનું એક માત્ર કારણ નવો નિયમ લાગુ કરવાનું છે.અને આ નિયમ મુજબ જો તમે ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હશે તો તેને કેમેરા ઓટોમેટિક કેપ્ચર કરી લેશે અને તેનો ઈ-મેમો ઓટોમેટિક જનરેટ થઈ જશે.અગાઉ ચાર રસ્તા પર નિયમ ભંગ બદલ વાહન ચાલકોને સીસીટીવી કંટ્રોલ રૃમમાંથી કેમેરા દ્વારા મેન્યુઅલી વાહન ચાલકનો નંબર ઝૂમ કરી તેને ઈ-મેમો અપાતો હતો.પરંતુ આ ઘટના માં ઘણી વખતે અન્ય ની ભૂલ બીજા ના ઘરે જતી રેતી હતી.નિયમ નો ભંગ બાજુ વાળા સાધન એ કર્યો હોય પરંતુ મેમો બીજા નાં ઘરે આવતો હતો.
આ બધીજ બાબતો ને ધ્યાનમાં રાખીને સરકારે હવે મહ્ત્વ નો નિર્ણય લીધો છે.કેટલીક વખત એવું જોવા મળતું હતું કે અન્ય વાહન ચાલકે નિયમ ભંગ કર્યો હોવા છતાં પણ તેને ઈ-મેમો અપાતો નથી અને જેથીઆ ભૂલ વારંવાર ના થાય તેમાટે ટ્રાફિક પોલીસે એહવે નવો નિયમ લાગુ કર્યો છે અને આ નિયમ મુજબ હવે રિક્ગનિશન સિસ્ટમ દ્વારા ઈ-મેમો ફટકારવામાં આવશેઅને આ નિયમ મુજબ હવે એક નિયમ ભંગ કરવા બદલ બે દંડ પણ ભરવા પડશે.હવે આ નવા નિયમ મુજબ જો કોઈ પણ વાહન ચાલક જ્યારે ટ્રાફિકનો ભંગ કરે અને ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસ પકડે તો સ્થળ ઉપર દંડ વસૂલે છે છતાં પણ જો તે ચાલક દ્વારા આ દંડ ભર્યા બાદ પણ અન્ય રસ્તા પર લાગેલા સીસીટીવીમાં ટ્રાફિક ભંગ કરવા બદલ ઝડપાશે તો ચાલકને ઈ-મેમો ફટકારવામાં આવશે.અને આ ઇ મેમો તેને મર્યાદિત સમયમાંજ ચૂકવવા નો રેહશે.હવે આટલી વાત કર્યા બાદ એક પ્રશ્ન તમને થતો હશે કે શું છે આ ફેસ રિક્ગનિશન સિસ્ટમતો તમને જણાવી દઈએ કે જો ચાર રસ્તા પર જ્યારે કોઇપણ વાહન ચાલક ઉભા હશે ત્યારે જે પણ વાહન ચાલકે નિયમનો ભંગ કર્યો હશે તેની તમામ માહિતી પાછળ લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જશે એટલે કે જેટલા પણ વાહન ચાલકે નિયમનો ભંગ કર્યો હશે.તે તમામની માહિતી કેમેરા માં કેદ થઈ જશે.અને આ તમામ બાબત કોન્ટ્રોલ રૂમ દ્વારા નહીં પરંતુ કેમેરા ઓટોમેટિક જ તેને કેપ્ચર કરી લેશે અને તેનો ઇ-મેમો ઓટોમેટિક મળી જશે.
અગાવ ની વાત કરીએ તો શરૂઆતમાં એવું થતું હતું કે ટ્રાફિક પોલીસ દ્વારા ચાર રસ્તા પર નિયમ ભંગ કરતા વાહન ચાલકોને સીસીટીવી કંટ્રોલ રૂમમાંથી કેમેરા દ્વારા મેન્યુઅલી વાહન ચાલકનો નંબર ઝૂમ કરી અને તેને ઇ-મેમો ફટકારવામાં આવી રહ્યો હતો.ત્યારે આ નિયમ માં ઘણાં વાર એવું પણ થતું હતું કે સિગ્નલ પર કોઈ એક જ વ્યક્તિ નોજ મેમો ફાટતો હતો.પરંતુ હવે આ થશે નહીં.હવે ચાર રસ્તા ના તમામ વાહનો એ જો નિયમ નો ભંગ કર્યો હશે તો તે બધાં ને ઇ મેમો મળશે.