આપણા શાસ્ત્રોમાં કહેલી વાતો જો આપણે માનીએ તો જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે પરંતુ ક્યાંકને ક્યાંક આપણે આપણા શાસ્ત્રોથી દૂર જઇ રહ્યા છે ત્યારે આજે વાત કરીશું વિષ્ણુપુરાણ અનુસાર કેવી સ્ત્રીઓ સાથે લગ્ન ન કરવા.
પુરાણની વાતોનું મહત્વ.
સદીઓ પહેલા લખાયેલા પુરાણો આજે પણ સરળ જીવન જીવવામાં આપણને ખૂબ જ મદદરૂપ બને છે. જેમ કે, આજકાલ યુવાનો સમજ્યા વિચાર્યા વિના જ જીવનસાથીની પસંદગી કરે છે અને આથી જ ઘણા લગ્નો નિષ્ફળ જવાના કિસ્સા આપણી સામે આવી રહ્યા છે. ઘણા કિસ્સામાં વિવાહ બોજ બની જાય છે. આથી વિવાહ હંમેશા વિચારીને જ કરવો જોઈએ. જીવનસાથી પસંદ કરવામાં ધાર્મિક ગ્રંથ આપણને મદદરૂપ બની શકે છે. જાણો વિષ્ણુ પુરાણ અનુસાર તમારે કેવી સ્ત્રીને જીવનસાથી બનાવવી જોઈએ.
કર્કશ વાણી.
હિન્દુ ધર્મ ગ્રંથ અનુસાર જે સ્ત્રીના મુખમાંથી હંમેશા કડવા વચનો જ નીકળે છે તેની સાથે લગ્ન ન કરવા જોઈએ. વાણીમાં સરસ્વતીન વાસ હોય છે અને જે સ્ત્રી મધુર વાણી બોલે છે તેના પરિવાર પર મા સરસ્વતીની હંમેશા કૃપા રહે છે. જે સ્ત્રીની વાણી કર્કશ હોય છે તેનો દુષ્પ્રભાવ આખા પરિવારે વેઠવો પડે છે. આવી સ્ત્રીને ક્યારેય ઘરે ન લાવવી જોઈએ.
સવારે મોડે સુધી સૂનારી.
સ્ત્રીનું કાર્ય ઘર-પરિવારની જવાબદારી સારી રીતે સંભાળવાનું છે.જો તે સક્રિય નહિં હોય તો પરિવાર વિખરાઈ જશે. મહિલાઓ મોડે સુધી સૂતી રહે તો તે અનેક જવાબદારીઓ ચૂકી જાય છે. આથી આવી આદત ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરવા તમારા માટે નુકસાનકારક પુરવાર થઈ શકે છે.
માતા કે પિતાના પરિવાર સાથે સંબંધ.
વિષ્ણુ પુરાણમાં પરિવારમાં અંદર અંદર લગ્ન કરવાની સ્પષ્ટ મનાઈ કરવામાં આવી છે. જો કે બદલતા સમાજ સાથે હવે પરિવારમાં અંદર અંદર પણ ઘણા સંબંધો બંધાય છે.
સંતાનપ્રાપ્તિમાં મુશ્કેલી.
હિન્દુ ધર્મગ્રંથો અનુસાર આવુ કરવાથી એટલે કે એક જ ગોત્રમાં લગ્ન કરવાથી પેદા થનારા સંતાને શારીરિક સંબંધોનો સામનો કરવો પડી શકે છે. માતા પક્ષની પાંચ પેઢી અને પિતા પક્ષના સાત પેઢી સુધી સંબંધ ન બાંધવો જોઈએ.
અન્ય પુરૂષ સાથે સંબંધ ધરાવતી.
હવે લોકો ખુલ્લા વિચારો ધરાવતા થઈ ગયા છે પરંતુ પ્રાચીન સમયમાં સ્ત્રી-પુરુષ માટે કેટલાંક નિયમો બનાવાયા હતા. એ નિયમ અનુસાર સ્ત્રી પુરુષ સાથે વધારે હળેભળે તે યોગ્ય નથી. આ વાત તેમને નૈતિક પતન તરફ દોરી જાય છે. આથી આવી સ્ત્રી સાથે પુરુષે ક્યારેય લગ્ન ન કરવા જોઈએ.
બહોળો અનુભવ.
આમ તો પુરાણમાં સાસરાની આમાન્યા રાખે તેવી સ્ત્રીને ઘરે લાવવાનો ઉલ્લેખ છે પરંતુ હવે તો વરપક્ષને કન્યાના સ્વભાવ અને વ્યવહારની વધારે ચિંતા રહે છે. પુરાણમાં લખાયેલી આ બાબતો પાછળ બહોળો અનુભવ અને વિવિધ કારણો રહેલા છે.